Cyclone Tauktae In Mumbai: મહારાષ્ટ્રમાં વાવાઝોડા તૌકતેને કારણે તબાહી, 6 લોકોના મોત અનેક ઘરોને નુકસાન
વાવાઝોડા તૌકતેને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો. તેના કારણે અનેક ઝાડ પડી ગયા તો લાઇટના થાંભલા ધરાશાયી થયા હતા. રાજ્યમાં બે હજારથી વધુ ઘરને નુકસાન પહોંચ્યું છે.
મુંબઈઃ મહારાટ્રમાં તોફાન તૌકતેને કારણે અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 4 જાનવરોના પણ મોત થયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની માહિતી મેળવી છે. તેણણે તત્કાલ રાહત કાર્ય શરૂ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન આશરે 13 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને ધરાશાયી થયેલા ઝાડ, લાઇટના થાંભલાને તત્કાલ હટાવવા અને ગામડા તરફ જતા રસ્તા ઝડપથી શરૂ કરવા કહ્યું છે, જેથી અવરજવર પર અસર થાય નહીં.
આ તોફાનને કારણે મહારાષ્ટ્રમાં 2 હજાર 542 ઘરોને અસર પડી છે અને 6 ઘર ધ્વસ્ત થઈ ગયા છે. તેમાં ઠાણે જિલ્લામાં 24, પાલઘરમાં 4, રાયગઢમાં 1784, રત્નાગિરીમાં 61, સિંધુદુર્ગમાં 536, પુણેમાં 101, કોલ્હાપુરમાં 27 અને સતારામાં છ ઘર સામેલ છે. ચક્રવાતી તોફાન તૌકતેને કારણે મહારાષ્ટ્ર અને મુંબઈના સમુદ્રી તટ વિસ્તારમાં હવામાન ખરાબ છે. આ વચ્ચે મુંબઈમાં આશરે 175 કિલોમીટર દૂર બોમ્બે હાઈ ફીલ્ડમાં અનેક લોકો ફસાયા છે. હીરો ઓયલ ફીલ્ડ્સની પાસે એક હોળીમાં ઓછામાં ઓછા 273 લોકો ફસાયા છે. આ વચ્ચે ભારતીય નૌસેનાએ બચાવ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube