Cyclone Tauktae Rescue: `Barge P305` જહાજમાંથી નેવીને મળ્યા 14 મૃતદેહ, હજુ 63 લોકો ગૂમ
જહાજમાં ફસાયેલા 261 લોકોમાંથી અત્યાર સુધીમાં 184 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 63 લોકો હજુ પણ ગૂમ છે અને તેમને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
મુંબઈ: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન ભારતીય નેવીને 14 મૃતદેહ મળ્યા છે. જહાજમાં ફસાયેલા 261 લોકોમાંથી અત્યાર સુધીમાં 184 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 63 લોકો હજુ પણ ગૂમ છે અને તેમને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
અત્યાર સુધી 618 લોકોને કરાયા રેસ્ક્યૂ
બાર્જ P-305 જહાજથી 184 લોકો ઉપરાંત GAL Constructor જહાજમાં ફસાયેલા તમામ 137 લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. Barge SS3ના 196 લોકો અને Drill Oil સાગર Bhushan ના 101 લોકોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે.
બાર્જ P-305 પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
બાર્જ P-305 જહાજ પર હજુ પણ 63 લોકો ફસાયેલા છે અને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં INS કોચી અને INS કોલકાતા ની સાથે ઈન્ડિયન નેવીના Beas, Betwa અને Teg Naval Ships પણ કામે લાગેલા છે. Barge P305 મુંબઈથી 35 નોટિકલ માઈલ્સના અંતરે સમુદ્રાના પાણીમાં ગરકાવ થયેલું છે. સર્ચ ઓપરેશન અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવલ હેલિકોપ્ટર્સની પણ મદદ લેવાઈ રહી છે.
Corona : નવા કેસ ઘટે છે છતાં મોતનો આંકડો કેમ ઘટવાનું નામ નથી લેતો? એક્સપર્ટે આપ્યું કારણ
ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર
Barge P305 માં ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે.
AFCONS હેલ્પડેસ્ક અને સપોર્ટ ટીમ:
કરણદીપ સિંહ- +919987548113, 022-71987192
પ્રસૂન ગોસ્વામી- 8802062853
40 સુધી પહોંચી ગયેલા ઓક્સિજન લેવલને ડોક્ટરોએ જીવ જોખમમાં મૂકી 93 સુધી પહોંચાડ્યું, બચ્યો દર્દીનો જીવ
ઓએનજીસી હેલ્પલાઈન:
022-2627 4019
022-2627 4020
022-2627 4021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube