Cyclone Tej: અરબ સાગરમાં ચક્રવાતના એંધાણ, વાવાઝોડું `તેજ` આ વિસ્તારોમાં મચાવશે તબાહી? લેટેસ્ટ અપડેટ જાણો
આઈએમડીના આજના હવામાન અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન આજે 19 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી વિદાય થઈ ગયું છે. એક હળવા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર સ્થિત છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ અરબ સાગરમાં થનારા સંભવિત ચક્રવાતી તોફાનના કારણે મહારાષ્ટ્રમાં હવામાનમાં ફેરફારની ચેતવણી આપી છે. આઈએમડીના આજના હવામાન અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન આજે 19 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી વિદાય થઈ ગયું છે. એક હળવા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર સ્થિત છે. અત્રે જણાવવાનું કે ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનના કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતોના વિકાસની સંભાવના રહેલી હોય છે.
અરબ સાગર પર હળવું દબાણનું ક્ષેત્ર
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ હળવા દબાણનું ક્ષેત્ર 21 ઓક્ટોબરની આજુબાજુ દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબ સાગર પર એક દબાણ બનાવે તેવી સંભાવના છે.
બીજી સિસ્ટમ બંગાળની ખાડી પર!
આ ઉપરાંત બીજી એક સિસ્ટમની વાત કરીએ તો 21 ઓક્ટોબરની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક હળવા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે અને 23 ઓક્ટોબરની આજુબાજુ બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ભાગ પર તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
વધુ વિગતો માટે જુઓ Video
લાઈવ મિન્ટના એક રિપોર્ટ મુજબ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોના નામકરણ માટે અપનાવવામાં આવેલા એક સૂત્ર મુજબ જો ભારતીય સમુદ્રમાં એક ઉષ્ણકટિબંધીય તોફાન બને તો તેને તેજ નામ આપવામાં આવશે. હવામાન કાર્યાલયે એકસ પર લખયું કે 18 ઓક્ટોબરની સવારે દક્ષિણ પૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબ સાગર ઉપર એક હળવા દબાણનું ક્ષેત્ર બની ગયું છે. તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને 21 ઓક્ટોબરની આજુબાજુ એક ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. વર્તમાનમાં સિસ્ટમનું ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના કોઈ ખાસ વધુ નથી.
2022માં ચોમાસા બાદ અરબ સાગરની ઉપર કોઈ ઉષ્ણકટિબંધીય તોફાન સર્જાયું નહીં, જ્યારે બંગાળની ખાડીમાં બે ઉષ્ણકટિબંધીય તોફાન આવ્યા, જેમના નામ સિતારંગ અને મેન્ડોસ હતા. સ્કાયમેટ વેધર મુજબ અરબ સાગરમાં ચક્રવાતોનો અનિશ્ચિત ટ્રેક અને સમયમર્યાદાનો ઈતિહાસ રહ્યો છે. એકવાર જ્યારે ચક્રવાત અરબ સાગરના મધ્ય ભાગો પર હોય છે, તો તેમને મનપસંદ માર્ગ સોમાલિયા, એડનની ખાડી, યમન અને ઓમાન તરફ હોય છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યું કે જો કે કેટલાક અવસરો પર આ ચક્રવાત પોતાનો રસ્તો બદલી લે છે અને ગુજરાત તથા પાકિસ્તાનના સમુદ્ર તટ તરફ આગળ વધી જાય છે. આ બધા વચ્ચે મુંબઈમાં બુધવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીનો સૌથી ઊંચા પારાનું સ્તર છે.
સ્કાયમેટની આગાહી
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનું પણ કહેવું છે કે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર એક ચક્રવાતી હવાઓની સિસ્ટમ બનેલી છે. જ્યારે એક અન્ય ચક્રવાતી પરિસંચરણ પૂર્વ બાંગ્લાદેશ અને આજુબાજુના વિસ્તારો પર છે. દક્ષિણ-પૂર્વ સમુદ્ર ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર પૂર્વ મધ્ય અરબ સાગર સાથે જોડાયેલું છે. ઓછા દબાણના ક્ષેત્રનું પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવા અને આગામી 24 કલાક દરમિયાન સારી રીતે ચિન્હિત થવાની સંભાવના છે. તથા 21 ઓક્ટોબરની આજુબાજુ મધ્ય અરબ સાગરની ઉપર એક ડિપ્રેશનમાં વધુ તીવ્ર થવાની સંભાવના છે.
જ્યારે ચક્રવાતી પરિસંચરણ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર છે. તેના પ્રભાવથી આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે.
એક ટ્રફ રેખા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલી ચક્રવાતી પરિસંચરણથી લઈને શ્રીલંકા થઈને કોમોરિન વિસ્તાર તરફ ફેલાયેલી છે. 22 ઓક્ટોબરના રોજ એક તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતની પાસે પહોંચવાની સંભાવના છે.
આગામી 24 કલાક દરમિયાન આંદમાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેરળ અને લક્ષદ્વીપમાં પણ વરસાદ પડી શકે છે. આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠા વિસ્તારો, તમિલનાડુ, સિક્કિમ, અને પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે છે.
આ વિસ્તારોમાં પડી શકે ભારે વરસાદ?
બંગાળની ખાડીમાં પણ હળવા દબાણનું એક ક્ષેત્ર બની રહ્યું છે. તેના પણ મજબૂત થવાનું અનુમાન જતાવવામાં આવી રહ્યું છે. અરબ સાગરની સ્થિતિઓ પણ જો ચક્રવાતમાં ફેરવાય તો 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાત મુંબઈના તટ પાસે ટકરાવવાની સંભાવના છે. મુંબઈમાં ન્યૂનતમ વરસાદ પડશે, ચક્રવાત તટથી દૂર રહેશે. જો કે રાતનું તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પુનામાં તાપમાન ગગડીને 16-17 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. દક્ષિણ કોંકણમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.
ચક્રવાત તટ સાથે ટકરાયા બાદ મહારાષ્ટ્રના મુંબઈ, ગોવા, પુના તથા આજુબાજુના ક્ષેત્રોમાં પૂરપાટ પવન સાથે વરસાદ પડી શકે છે. જો કે હવામાન અંગે આઈએમડી હજુ પણ કઈ સ્પષ્ટ કહેતા બચી રહ્યું છે. જૂનમાં આવેલા બિપરજોય વાવાઝોડાી ગતિ શરૂઆતમાં નબળી હતી પરંતુ જેમ જેમ તે આગળ વધતું ગયું તેમ તેમ તે ખતરનાક બનતું ગયું હતું.
ગુજરાત માટે આગાહી
જો કે રાજ્ય હવામાન ખાતાએ ગુજરાત માટે જે આગાહી કરી છે તે મુજબ આગામી પાંચથી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. હાલ અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી તાપમાન છે. આગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા નહીવત છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય છે. જે હાલ દક્ષિણ પશ્ચિમ - દક્ષિણ પૂર્વ દિશા તરફ સ્થિર છે. 21 તારીખે લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે. લૉ પ્રેસર એરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત નજીકના દરિયામાં માછીમારો માટે હાલ કોઈ એલર્ટ નહી. રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યાં મુજબ હવામાન વિભાગ હાલની પરિસ્થિતિ ઉપર મોનીટરીગ કરી રહ્યું છે.
(ઈનપુટ- સાભાર skymetweather.com)