Cyclone Yaas: PM મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, `યાસ` વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરી
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યુ કે, ચક્રવાત યાસના ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે, જે 24 મે સુધી એક તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (narendra modi) તોફાન યાસનો (cyclone yaas) સામનો કરવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી છે. પીએમ મોદીએ તેને લઈને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના (NDMA) અધિકારીઓ, ટેલીકોમ, પાવર, સિવિલ એવિએશન, અર્થ સાયન્સ મંત્રાલયોના સચિવો સાથે બેઠક કરી અને તૈયારીઓ પર ચર્ચા કરી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ (amit shah) પણ સામેલ થયા હતા.
હકીકતમાં ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યુ કે, ચક્રવાત યાસના ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે, જે 24 મે સુધી એક તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, 26 મેની સવાર સુધી પશ્ચિમ બંગાળની પાસે ઉત્તરી ખાડી અને જેની આસપાસના ઉત્તરી ઓડિશા અને બાંગ્લાદેશના સમુદ્ર કિનારે પહોંચી જશે.
દિલ્હીમાં ફરી લંબાવાયું લોકડાઉન, પણ આ સાથે CM કેજરીવાલે કરી ખુબ જ મહત્વની વાત
ચક્રવાત માટે તૈયાર તટરક્ષક
ભારતીય તટરક્ષક દેશના પૂર્વી કિનારા પર વિકસિત થઈ રહેલા ચક્રવાતી તોફાન યાસને કારણે ઉત્તપન્ન થનાર સંભવિત પડકારોનો સામનો કરવાની તૈયારીમાં લાગ્યા છે. ઈસ્ટર્ન સીબોર્ડમાં તટરક્ષક સ્ટેશન, જહાજ અને વિમાન હાઈ એલર્ટ પર છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube