નવી દિલ્હી: દેશના ચર્ચિત નામ અને દિલ્હી શનિધામના કર્તાહર્તા દાતી મહારાજને દિલ્હી પોલીસે બુધવારે સાંજે ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસ મથક પહોંચેલા દાતી મહારાજ સાથે દિલ્હી પોલીસે લાંબી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમને માંડી સાંજે જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા. દાતી મહારાજની ધરપકડની પુષ્ટિ દક્ષિણી જિલ્લા ડિસીપી અતુલ કુમાર ઠાકુરે કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીસીપીના અનુસાર દાતી મહારાજ વિરૂદ્ધ 23 મેના રોજ મૈદાન ગઢી પોલીસ મથકમાં કેસ નોંધાયો હતો. તેમના વિરૂદ્ધ લોકડાઉન ઉલ્લંઘન અને મહામારી અધિનિયમન સહિત અન્ય ઘણી કલમોમાં કેસ યથાવત રહેશે. 


ડીસીપીએ આગળ કહ્યું કે ''દાતી મહારાજ સાથે પોલીસ મથકમાં ઘટનાના દિવસની વિગત વિશે પૂછપરછ કરી. ત્યારબાદ જોકે તેમના આરોપ જામીન હતા. જોકે કાનૂની કાર્યવાહી પુરી કરીને આરોપીને પોલીસ સ્ટેશનમાં જ જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા. 


દિલ્હીના અસોલામાં શનિધામ મંદિરના પ્રમુખ દાતી મહારાજ પર સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન ન કરવા અને મહામારી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. દાતી મહારાજ પર આરોપ હતો કે શનિ અમાવસ્યા પર શનિધામ મંદિરમાં લોકોને એકઠા કરી પૂજા અર્ચના કરી. તે દરમિયાન લોકોના ચહેરા પર કોઇ માસ્ક ન હતા અને સોશિયલ ડિસ્ટેસિંગ નિયમનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું હતું. તેનો વીડીયો પણ સોશિયલ મીડીયા પર વાયરલ થયો હતો ત્યારબાદ મૈદાનગઢી પોલીસ મથકએ વીડિયોને ગ્રાઉન્ડ બનાવીને તપાસ કરતાં કેસ દાખલ કર્યો હતો. 


(ઇનપુટ: એજન્સી આઇએએનએસ સાથે)