નવી દિલ્હી: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મોટો ફેસલો લીધો છે. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે હવે આ મામલે રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી ઓપન કોર્ટમાં કરાશે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ પરિણામ આવ્યું નથી. અત્રે જણાવવાનું કે મધ્યસ્થતા સમિતિએ સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં ફાઈલ રીપોર્ટ ગુરુવારે જમા કર્યો હતો. સુપ્રીમે પહેલા જ કહ્યું હતું કે આપસી સહમતીથી કોઈ ઉકેલ ન આવે તો રોજે રોજ સુનાવણી થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ પેનલમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસએ નઝીર સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ કહ્યું કે 17 નવેમ્બર સુધી અયોધ્યા મામલે ચુકાદો આવવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે બનાવવામાં આવેલી કમિટીને હવે ભંગ કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે મધ્યસ્થતાની કોશિશ સફળ થઈ નથી. સમિતિની અંદર અને બહારના પક્ષકારોના વલણમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. કોર્ટે આ કેસમાં હવે 6 ઓગસ્ટથી સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું છે અને તે અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળવાર, બુધવાર અને ગુરુવારે થશે. 


મધ્યસ્થતાની તમામ કોશિશ ફેલ
8મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે કોર્ટે મધ્યસ્થતા માટે 3 સભ્યની કમિટીની રચના કરી હતી.  આ  કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ(રિ). એફ એમ ઈબ્રાહિમ ખલિફુલ્લાહ, અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ સામેલ હતાં. કોર્ટે કહ્યું હતું કે મધ્યસ્થતા માટે 8 સપ્તાહનો સમય છે. કોર્ટનું કહેવું હતું કે સમિતિ આપસી સમજૂતિથી સર્વમાન્ય ઉકેલ કાઢવાની કોશિશ કરે. સમિતિએ બંદ રૂમમાં સંબંધિત પક્ષકારો સાથે વાત કરી પરંતુ હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે સુપ્રીમ કોર્ટમાં નિરાશા વ્યક્ત કરતા સતત સુનાવણીની ગુહાર લગાવી હતી. 155 દિવસની ચર્ચા વિમર્શ બાદ મધ્યસ્થતા સમિતિએ રિપોર્ટ રજુ  કર્યો અને કહ્યું કે તેઓ સહમતિ સાધવામાં નિષ્ફળ ગયા છે. હિન્દુ પક્ષે મધ્યસ્થતાનો આકરો વિરોધ  કર્યો હતો જ્યારે મુસલમાન પક્ષનું કહેવું હતું કે સમિતિને તેમણે સમર્થન આપ્યું હતું. 

જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...