આજનું રાશિભવિષ્ય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ (અલઈ)

  • ધનસ્થાન પ્રબળ

  • આત્મવિશ્વાસ પણ પ્રબળ

  • બપોર સુધીનો સમય થોડું મન અશાંત રહે પણ ચિંતા ન કરશો.

  • સર્વ શુભ જ છે.

વૃષભ (બવઉ)

  • શુભ સમય છે.

  • ધન યોગ છે, કાર્ય સિદ્ધિનો યોગ પણ છે.

  • રાજનીતીમાં જેમને અટક્યું કામ કઢાવવું હોય તે સક્રીય થઈ શકે છે.

  • જાહેરજીવનમાં હોય તે સૌ માટે શુભ છે.

મિથુન (કછઘ)

  • પરિવારમાં સંયમ પૂર્વક રહેવું

  • વાદ-વિવાદ પીછો નથી છોડતું.

  • જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ સારું થતું જશે.

  • ઢીંચણની બિમારીથી અવશ્ય જાળવજો.

કર્ક (ડહ)

  • નોકરીયાતોને ખાસ વિનંતી કે નોકરીમાં શાંતીથી દિવસ પસાર કરજો.

  • દિવસ લાભપ્રદ અવશ્ય છે.

  • મોડી સાંજે સારા સમાચાર મળી શકે છે.

સિંહ (મટ)

  • ધનવ્યયના યોગ છે.

  • આરોગ્ય પણ જાળવવાનું રહેશે.

  • પરણીત હોવ તો સાસુમા સાથે વિશેષ સુમેળ રાખજો.

  • ઘરમાં સુખ-શાંતિ જાળવવા પ્રયત્ન કરવો.

કન્યા (પઠણ)

  • આજે પ્રત્યેક પ્રયત્ને લાભ છે.

  • આજનો દિવસ અતિ સાનુકૂળ છે.

  • તમને એમ થશે કે રોજ આવું થાય તો હું ક્યાંનો ક્યાં નીકળી જાઉં.

  • પણ, સહકર્મચારી અને નાનાભાઈબહેન સાથે સુમેળ રાખજો.

તુલા (રત)

  • આપના પ્રયત્નોમાં ભાગ્યનો સાથ મળે.

  • ધર્મક્ષેત્રના પ્રવાસ પણ સૂચવે છે.

  • કુટુંબમાં ખાસ આપ વાણીનો સંયમ જાળવજો.

  • ગળાનું કોઈ ઈન્ફેક્શન હોય તો ખાસ સાચવજો.

વૃશ્ચિક (નય)

  • આજે આપને કાળજી રાખવાની છે.

  • આપનો રાશી સ્વામી મંગળ દેવ વક્રી થઈ રહ્યા છે.

  • કોઈ અણગમતું પરિણામ ન મળે તેની તકેદારી રાખજો.

  • આજે આપ ગણેશજીની ઉપાસના ખાસ કરજો.

ધન (ભધફઢ)

  • અકસ્માતના યોગ સૂચવે છે.

  • સાવધાની રાખજો.

  • ઉશ્કેરાટ ઉપર ખાસ અંકુશ રાખવાનો છે.

  • આજે ગણેશજી આપને સૌ વિઘ્નથી બચાવશે.

મકર (ખજ)

  • આપને લાભ પ્રદ દિવસ છે.

  • જીવન સાથી દ્વારા શુભસમાચાર મળે.

  • સવારે વાદ-વિવાદમાં સંયમ રાખવો.

  • મનની વાત શાલીનતાથી રજૂ કરજો.

કુંભ (ગશષસ)

  • ઉશ્કેરાટ ઉપર કંટ્રોલ રાખજો.

  • કોઈની સાથે વાદવિવાદ દરમિયાન મોટો અવિવેક ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.

  • ડિપ્રેશન જેવો અહેસાસ પણ થાય.

  • આજે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરજો.

મિન (દચઝથ)

  • વાણીમાં ખાસ સંયમ રાખવો પડશે.

  • સાંજના સમયે ખૂબ સાનુકૂળતા રહેશે.

  • અચાનક જાણે શાણપણ ગાયબ થઈ જાય અને અણગમો થાય તેવું વર્તન પણ થઈ જાય માટે ચેતજો.