આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

11 ઓગસ્ટ, 2018 શનિવાર

માસ

અષાઢ વદ અમાસ

નક્ષત્ર

આશ્લેષા

યોગ

વ્યતિપાત

ચંદ્ર રાશી

કર્ક (ડહ)


રાશિ ભવિષ્ય (11-8-2018)


  1. આજે દિવાસો, સૂર્યગ્રહણ અને શનિવાર છે અને તેમાંય આજે અમાસ છે.

  2. દિવાસો એટલે કે દિવાળીને આજથી સો દિવસ બાકી. આ 100 દિવસોમાં જ સૌથી વધુ તહેવાર આવશે.

  3. આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. જે ભારતમાં દેખાશે નહીં. પણ ચીન, કેનેડા, આઈસલેન્ડ, ઉ.અમેરિકા, નોર્થ-વેસ્ટ એશિયા, દ. કોરિયા અને રશિયાના મોસ્કોમાં દેખાઈ શકે છે.

  4. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે મંદિરોમાં પૂજા-આરતીનો સમય યથાવત ચાલુ રહેશે.

  5. આ સૂર્યગ્રહણ 1.32 વાગ્યે શરૂ થશે અને સાંજે 5.01 વાગે પૂર્ણ થશે.

  6. આજે શનિવાર છે અને અમાસ છે માટે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરજો. એક મંત્ર જે આજે અવશ્ય કરજો-

  7. ઓમ નમો હનુમતેરુદ્રાવતારાય, સર્વશત્રુસંહરણાય, સર્વરોગમુક્તાય રામદૂતાય સ્વાહા.

  8. હનુમાનજીને આજે સિંદૂર, આકડાના પુષ્પ તેમજ તલનું તેલ અવશ્ય અર્પણ કરજો. સાથે સાથે શનિદેવની પૂજા પણ અવશ્ય કરજો. મિથુન, કર્ક, સિંહ અને ધન રાશીના જાતકોએ આજે માનસિક આવેગથી સાચવવું. આજે કોઈની પાસેથી ઉછીના પૈસા લેવાનું ટાળવું.


મેષ (અલઈ)

  • કોઈ ઉત્સાહજનક સમાચાર મળે અને ઉન્માદ વ્યાપે

  • જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ સાનુકૂળતા વધતી જશે

  • સંતાનનું આરોગ્ય જાળવવું

વૃષભ (બવઉ)

  • નાના-ભાઈ બહેન સાથે સંયમ રાખવો

  • ધાર્મિક મુસાફરી કરવાના હોવ તો સાવધાન

  • વેપારના સ્થાને ઉશ્કેરાટથી બચવું

મિથુન (કછઘ)

  • પુરુષ જાતકોને પત્ની સાથે ખટરાગથી બચવું

  • જીભ ઉપર આજે ચાંદી પડવી, બળતરા થવી વગેરે પીડાથી સાવધાન રહેવું

  • વાગવા પડવાથી પણ આજે ચેતવું

  • આપને સૂર્યગ્રહણની વિપરીત અસર થઈ શકે છે

કર્ક (ડહ)

  • આપે પણ સૂર્યગ્રહણની વિપરીત અસરથી બચવું

  • આજે કોઈના જામીનના કાગળ ઉપર સહી ન કરવી

  • ઢીંચણની બિમારીથી સાવધાન રહેવું

સિંહ (મટ)

  • આપનો રાશી સ્વામી સૂર્ય છે અને તેનું ગ્રહણ છે

  • આજે આપે ગ્રહણની વિપરીત અસરથી બચવું

  • મિત્રો સાથે આજે હરવાફરવાનું ટાળવું

  • આરોગ્ય આજે વિશેષ જાળવવું

કન્યા (પઠણ)

  • પેટની બિમારીથી સાચવવું

  • ધ્યાન ન રાખો તો આગામી દિવસોમાં કોઈ સર્જરી પણ આવી શકે

  • સ્થાનાંતરના યોગ પણ દેખાય છે

તુલા (રત)

  • સ્પર્ધાત્મક પરીક્ષા આપની હોય તે જાતકો માટે શુભ

  • આજે ગળપણ ખાવા પર કાપ મૂકવો

  • પિતા સાથે મિથ્યા ચર્ચા ટાળવી

વૃશ્ચિક (નય)

  • આપે આજે કોઈપણ નવું સાહસ ટાળવું

  • પોતાનું દૈનિક કાર્ય જ કરવું

  • વાઈરલ ઈન્ફેક્શનના ભોગ બની શકાય છે

ધન (ભધફઢ)

  • આરોગ્ય આજે અચૂક જાળવવું

  • આજે તીખું, તળેલું ત્યાજવું

  • બની શકે તો લગભગ મોળું ભોજન લેવું

  • આજે સૂર્યગ્રહણની આપને વિપરીત અસર થઈ શકે

મકર (ખજ)

  • કાર્ય કરવાનો ઉત્સાહ જાગે

  • આપનું કાર્ય નવી તકનું નિર્માણ કરે

  • નેત્રપીડાથી સાવધાન રહેવું

કુંભ (ગશષસ)

  • આપના કાર્યનો ઉત્સાહ બેવડાય

  • અટકેલા કાર્યનો ઝડપથી ઉકેલ આવે

  • આવકમાં ઉમેરો થાય

મીન (દચઝથ)

  • ચંદ્રગ્રહણ જળતત્ત્વની રાશીમાં થવાનું

  • આપની રાશી પણ જલતત્ત્વ છે

  • માટે, સાવધાન રહેવું

  • માતનું આરોગ્ય, એસીડીટી, ખોટા ઝઘડાથી સાવધ રહેવું.


 


જીવનસંદેશ – ગ્રહણને દિન વિશેષના અનુસંધાનને ચર્ચા કરવી.


અમિત ત્રિવેદી