દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયશ્રી કૃષ્ણ


મેષ રાશિના જાતકોએ અભ્યાસમાં સફળતા મેળવવા શું કરવું...


  • અગ્નિતત્ત્વની રાશિ છે માટે ગુસ્સે ન થવું

  • ચર રાશિ છે માટે કંઈ ન આવડતું હોય તો વળગી રહેવું

  • આમળાનું સેવન કરવું

  • રાશિગત ફાયદો થશે અને શિયાળામાં ફાયદો થશે

  • શરદીજન્ય બિમારીથી સાચવવું

  • પરીક્ષા દરમિયાન લાલ વસ્ત્ર ન પહેરવા


તારીખ

12 ડિસેમ્બર, 2018, બુધવાર

માસ

માગશર સુદ પાંચમ

નક્ષત્ર

શ્રવણ

યોગ

વ્યાઘ્રાત

ચંદ્ર રાશી

મકર (ખ,જ)


  1. આવતીકાલે વહેલી સવારે 5.30થી પંચક બેસી જશે

  2. કુમાર યોગ સાંજે 4.37 પૂર્ણ થશે

  3. રવિયોગ સાંજે 4.37થી પ્રારંભ

  4. દક્ષિણાવર્તી શંખનું પૂજન કરવું

  5. ઉત્તરદિશામાં મુખ રાખી શ્રીવિષ્ણુસહસ્રના પાઠ કરવા


રાશિ ભવિષ્ય (12-12-2018)


મેષ (અલઈ)

  • શુદ્ધ અને સાત્ત્વિક કાર્ય કરવાની ઇચ્છા થાય

  • ટેલીફોન કે વિજાણું માધ્યમ દ્વારા વધુ વાત થાય

  • વફાદારી શબ્દને આજે ધ્યાનમાં રાખવો

  • અકસ્માતથી સાવધાન રહેવું

વૃષભ (બવઉ)

  • ધનસ્થાન પ્રબળ બન્યું છે

  • આજે બક્ષીસ પણ મળે

  • શત્રુ આજે મિત્ર થઈ શકે છે

  • સાસુનું આરોગ્ય થોડું જોખમાય

મિથુન (કછઘ)

  • પૈસા મેળવવા જતા ગુમાવવાનો વખત ન આવે

  • સગપણની વાત ચાલતી હોય તો લંબાય

  • હરવા-ફરવા તરફ વૃત્તિ વધુ વળે

  • ઘરનું સુખ થોડું હણાય

કર્ક (ડહ)

  • બપોરનો સમય થોડો વિકટ બને

  • પરદેશના કાર્યમાં વ્યસ્તતા રહે

  • ભાગીદારો થોડ વધુ સજાગ થાય

  • કાર્યમાં સહકાર મળી રહે

સિંહ (મટ)

  • કંઈક છૂટશે તો કંઈક મળશે પણ ખરું

  • હાથ ખાલી રહેવાના નથી

  • પાલતુ પ્રાણી પર પ્રેમ વધુ રહે

  • મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યની તકો વધી જાય

કન્યા (પઠણ)

  • તમારા વિચારો શુદ્ધ અને ગહન હોય

  • આ ઉમદા વિચારો નોટમાં લખી રાખજો

  • જો કવિ હોવ તો વધુ ફાયદો થશે

  • નહીંતર આજે કવિતા લખવાનું મન પણ થાય

તુલા (રત)

  • બળ નહીં કળ કામ લાગે તે વાત સિદ્ધ થાય

  • ખાટ્ટા ઓડકારની પીડા સતાવી શકે છે

  • ધનસ્થાન પ્રબળ બન્યું છે

  • શોધ-સંશોધનની ઇચ્છા પ્રબળ બને

વૃશ્ચિક (નય)

  • કેમિકલ ક્ષેત્રે જોડાયેલાને લાભ

  • ભાઈ-બહેન સાથે મનમોટાવ થાય

  • સંબંધોમાં તિરાડ પડી શકે છે

  • બોલવામાં સંયમ રાખવો

ધન (ભધફઢ)

  • અધ્યાત્મ યોગ ખિલ્યો છે

  • ઈશ્વરસ્મરણ કે ભજન કીર્તન વધુ બોલાય

  • સંધ્યા સમયે મન પાછુ બદલાઈ પણ જાય

  • સંસારની માયા વિશેષ લાગે

મકર (ખજ)

  • જીવનસાથી સાથે સુમેળ રહે

  • ભવિષ્યના આયોજનો થાય

  • પ્રેમાલાપ પણ થાય

  • આજે સાથી સાથે વધુ ફાવટ આવે

કુંભ (ગશષસ)

  • માથુ દુઃખવાની ફરિયાદ થઈ શકે છે

  • અતિ વ્યસ્ત દિવસ વિતે

  • સુખમય પ્રવાસ થાય

  • ઊચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે

મીન (દચઝથ)

  • ધનવ્યય દેખાય છે

  • કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ પાછળ ખર્ચ થાય

  • સ્ત્રી જાતકો પુરુષ જાતકો પાસે પૈસા વધુ માંગે

  • સંધ્યા સમયે મન વિચલિત થાય