રાશિફળ 12 જુલાઈ: આ 2 રાશિના જાતકો માટે આજે પ્રબળ ધનલાભના યોગ, તમામ કરે આ મંત્રનો જાપ
રાશી ભવિષ્ય (12-7-2018)
આજનું પંચાંગ
તારીખ 12 જુલાઈ, 2018 ગુરુવાર
માસ જેઠ વદ ચૌદશ
નક્ષત્ર આદ્રા
યોગ ધ્રુવ
ચંદ્ર રાશી મિથુન
અક્ષર કછઘ
1. ગુરુગ્રહનો મંત્ર – ઓમ બૃં બૃહસ્પતયે નમઃ
2. ગુરુ ગ્રહને બળવાન બનાવવા માટે દાન – પીળું વસ્ત્ર, સાકર, અશ્વ, ચણાની દાળ, હળદર,
સુવર્ણપાત્ર, પોખરાજ કે કાંસું ગુરુવારે દાનસ્વરૂપે આપી શકાય.
3. સ્નાનઃ સફેદ સરસીયુ, ચમેલીના ફુલ, મૂઠીહળદર, સાકર, મીઠું, મધમિશ્રિત જળથી સ્નાન કરવાથી ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
4. દત્તબાવનીનો પાઠ પણ કરી શકાય.
મેષ (અલઈ)
સફાઈ ક્ષેત્રે એટલે કે સ્વચ્છતા ક્ષેત્રે સંકળાયેલા જાતકોને સફળતાના યોગ છે.
વળી, રાજકીય ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે પણ સાનુકૂળતા.
એક પ્રકારે શુભ સમન્વય આજે આપના માટે રચાયો છે. ઘર પરિવારમાં આનંદ ઉલ્લાસ જળવાશે.
વૃષભ (બવઉ):
અચાનક મુસાફરીની શક્યતા નકારી નથી શકાતી.
લગ્નવાંછુ યુવક યુવતીઓ માટે પ્રેમના યોગ પણ પૂર્ણ કળાએ ખીલ્યા છે.
નોકરી ધંધામાં વિશેષ સાનુકૂળતા.
ધનપ્રાપ્તિના યોગ પણ છે.
મિથુન (કછઘ)
કુટુંબમાં આજે મિતભાષી બનજો એટલે જે જરૃર પુરતું જ બોલજો.
ધન સ્થાન બળવાન બન્યું છે.
સેલ્સ અને માર્કેટીંગ સાથે સંકળાયેલા જાતકોને આજે વિશેષ સાનુકૂળતા. લાભ મળશે.
કર્ક (ડહ)
ગુસ્સા ઉપર ખૂબ કાબૂ રાખજો.
થોડા ચક્કર આવવાની ફરિયાદ પણ થાય. માથુ ભારે લાગે.
કાર્યક્ષેત્રે અતિ શક્તિશાળી બનશો.
કોઈપણ પરિસ્થિતિને પહોંચીવળવાનું બળ મળે.
સિંહ (મટ)
એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વ્યવસાય કરતા જાતકોને લાભ.
સ્નાયુની બિમારીથી સાચવવાનું રહેશે.
નોકરી કરતા જાતકોએ આજે સાચવી લેવું.
વિવાદમાં ન સપડાવાય તેનું ધ્યાન રાખવું.
કન્યા (પઠણ)
કાપડ, રૂ, કઠોળના વેપાર સાથે સંકળાયેલા જાતકોને સફળતા મળતી આજે દેખાય છે.
આજે સંયમપૂર્ણ દિવસ વિતાવવો પડશે.
વધુ પડતા આનંદ પ્રમોદમાં લેવાઈ ન જતા.
નહીં તો તે ચિંતાનું કારણ બનશે.
તુલા (રત)
રોજગારના કામથી મુસાફરી સૂચવે છે.
કોઈ કાર્ય અટક્યું હોય તો આજે પાર પડી શકે.
ગળપણ ખાવાથી આજે દૂર રહેવું.
આજે પરણિત પુરુષ જાતકોએ પત્નીનું કહ્યું માનવું પડે તો પણ માની લેવું એમાં કંઈ મૂંઝાવું નહીં.
વૃશ્ચિક (નય)
રમતગમત ક્ષેત્રે સંકળાયેલા જાતકોને સાનુકૂળતા મળે.
વીલવારસાનો મુદ્દો હોય તો તે આજે ઉકેલાય.
નોકરી અર્થે થોડા દિવસ બહાર ગામ જવું પડે.
ધન (ભધફઢ)
નેત્ર પીડાથી સાચવવું. આંખમાં તોડી બળતરા જેવું લાગ્યા કરે.
જીવનસાથી સાથે વાદવિવાદ થઈ શકે છે.
ભાગીદારીની પેઢી હોય તે જાતકોએ પણ જાળવી લેવું.
મકર (ખજ)
પરિસ્થિતિ ધીમે ધીમે સુધારા પર છે.
ગળામાં કફ જેવું વર્તાય.
જીવનસાથી તરફ અપેક્ષા વધી જાય.
પ્રસૂતા બહેનોએ વિશેષ સાવધાની રાખવી.
કુંભ (ગશષસ)
પેટની બિમારીથી વિશેષ સાચવવું.
બઢતી સાથે બદલીના યોગ દેખાય છે.
વાહન અકસ્માતના કારણે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે માટે સાવચેતી રાખવી.
મિન (દચઝથ)
પેટની બિમારીથી સાચવવું.
થોડી બળતરા પણ વર્તાય તેવું લાગે છે.
સંતાન સાથે શાંતિથી વર્તન કરવું... થોડો મતભેદ દેખાય છે.
માતાની આરોગ્ય પણ જાળવવું.