COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન  ગ્રહને આનુસંગીક અનાજ


  1. સૂર્ય  ઘઉં, ચંદ્ર  ચોખા, મંગળ  મસૂરની દાળ, બુધ  મગ, ગુરૂ  ચોખા, ચણા પીળી દાળ, શુક્ર  ચણા, શનિ  અડદ, રાહુ  કાળા તલ, કેતુ  સફેદ તલ.

  2. ગ્રહ અનુસાર અનાજ દાનમાં આપવાથી તેનું બળ પ્રાપ્ત થાય છે.

  3. વાર અને ગ્રહનો સુમેળ સાધી જે તે અનાજની વાનગી ભોજનમાં લઈ શકાય.


તારીખ

12 સપ્ટેમ્બર, 2018 બુધવાર

માસ

ભાદરવા સુદ ત્રીજ

નક્ષત્ર

ચિત્રા

યોગ

બ્રહ્મા

ચંદ્ર રાશી

કન્યા (પઠણ) , બપોરે 1.31 પછી તુલા (ર,ત)


  1. આજે કેવડાત્રીજ છે જેને હરિતાલીકા ત્રીજ પણ કહેવામાં આવે છે.

  2. બહેનો પોતાના સૌભાગ્ય માટે કેવડાત્રીજની પૂજા કરતી હોય છે.

  3. બહેનો શિવજીનું પાર્થિવ શિવલીંગ બનાવી તેનું પૂજન કરે છે અને કેવડો ભગવાનને અર્પણ કરે છે.

  4. આજે બુધવાર છે. માટે પુરુષસૂક્તનો પાઠ અવશ્ય કરી શકાય.

  5. શ્રીમદ ભગવદ ગીતાનો ભક્તિયોગનું વાંચન પણ કરી શકાય.


મેષ (અલઈ)

  1. આપનું ચાતુર્ય આજે પૂર્ણ કળાએ ખીલી ઊઠે.

  2. માતા અને પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય.

  3. બપોર પછી આપના માટે વિશેષ સાનુકૂળતા રહેશે.

  4. પણ બીજાને છેતરવાનો પ્રયત્ન ન કરતા નહીં તો તમે છેતરાઈ જશો.

વૃષભ (બવઉ)

  1. સામાજિક કાર્યમાં થોડા વ્યસ્ત થશો.

  2. આપનો પ્રયત્ન અર્થોપાર્જનનો હોય.

  3. આવકની પ્રાપ્તિ પણ થશે.

  4. પણ આરોગ્ય જાળવવું પડશે.

મિથુન (કછઘ)

  1. ઘરમાં ભાષા ઉપર સંયમ રાખજો.

  2. સંતાનના શિક્ષણ બાબતે ચિંતા સતાવે.

  3. જેમ જેમ દિવસ વિતે તેમ તેમ સરળતા વધતી જાય.

કર્ક (ડહ)

  1. અંતર પ્રફુલ્લિત રહે.

  2. પારિવારીક સંબંધો વિશેષ મજબૂત થાય.

  3. આપ ખંત અને મહેનતથી કાર્ય સંપન્ન કરો.

સિંહ (મટ)

  1. નાના-ભાઈ બહેન સાથે તકરાર થઈ શકે

  2. જ્યોતિષ મિત્રોને સાનુકૂળતા

  3. લાંબા પ્રવાસના આયોજનની શક્યતા છે.

કન્યા (પઠણ)

  1. લાભ લેવા જાવ પણ ફાવટ આવે નહીં.

  2. વાત થોડી ગુંચવાઈ જાય.

  3. મોડી સાંજે સારા સમાચાર મળી શકે છે.

તુલા (રત)

  1. બપોર પછી કાર્યસિદ્ધિના યોગ રચાય છે.

  2. યુવા મિત્રો માટે પ્રેમસંબંધો મજબૂત બને.

  3. મોઢું મીઠું કરવાનો વખત આવે તો નવાઈ નહીં.

વૃશ્ચિક (નય)

  1. તમારા પ્રયત્નોમાં ભગવાન ભળે.

  2. જીવનસાથી સાથે સુમેળ રાખવાનું ચૂકતા નહીં.

  3. ધર્મકાર્યોમાં વિશેષ ખર્ચ થઈ શકે છે.

ધન (ભધફઢ)

  1. સવારનો સમય સંયમપૂર્વક વિતાવવો.

  2. અનઅપેક્ષિત ધનલાભ પ્રાપ્ત થાય.

  3. રેગ્યુલર આવકમાં સુધારો થઈ શકે છે.

મકર (ખજ)

  1. જૂના ઝઘડામાં મન વધુ દૂષિત થાય.

  2. ખોટા વિચારોનો ત્યાગ કરજો.

  3. સંધ્યા સમય આપના માટે ખુશનુમા બની જશે.

કુંભ (ગશષસ)

  1. જીવનસાથીનું આરોગ્ય જાળવજો.

  2. ધનસ્થાન પ્રબળ છે.

  3. સંબંધોનું સર્કલ વિશાળ બનશે. પણ તમને થોડો અસંતોષ પણ જણાય.

મીન (દચઝથ)

  1. આપની વાણી આપને જીત અપાવી શકે છે.

  2. ગહન અભ્યાસ પ્રતિ મન પ્રેરાય.

  3. શેરનું કામકાજ કરતા જાતકોએ આજે ધ્યાન રાખવું. સંયમપૂર્ણ કામગીરી કરવી.


જીવનસંદેશ  જે સ્વચ્છતાનો અભિગમ જાળવે છે તે સફળ થાય છે.


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી