રાશી ભવિષ્ય (13-7-2018)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌને જય શ્રીકૃષ્ણ.


આજનું પંચાંગ


તારીખ

13 જુલાઈ, 2018 શુક્રવાર

માસ

અષાઢ સુદ પ્રતિપ્રદા ક્ષય તિથિ છે.

નક્ષત્ર

પુનર્વસુ નક્ષત્ર

યોગ

વ્યાઘ્રાત

ચંદ્ર રાશી

મિથુન (બપોરે 1.41 પછી ચંદ્ર કર્કમાં)

અક્ષર

કછઘ (ડહ)


  1. આજે કુમારયોગ સવારે 8.19થી સાંજે 7.00 વાગ્યા સુધી રહેશે.

  2. શુક્રવાર છે માટે મહાલક્ષ્મીની ઉપાસના કરવી અત્યંત શુભ રહેશે.

  3. ઘરમાં ચાંદીની થાળી હોય તો તેમાં શ્રીમહાલક્ષ્મીને નૈવેદ્ય ધરજો.

  4. અથવા, ચાંદીનો ગ્લાસ કે વાટકી હોય તો તેમાં કેસર મિશ્રીત દૂધ અથવા દૂધપાકનું નૈવેદ્ય ધરજો.

  5. આમાંથો કંઈ પણ ન હોય તો સ્ટીલના પાત્રમાં શ્રીમહાલક્ષ્મીજીને હળદર નાંખી તે દૂધ શ્રીમહાલક્ષ્મીજીને અર્પણ કરજો.


મેષ (અલઈ)

  • આજે ઘરમાં અનઅપેક્ષીત ખર્ચ થાય.

  • બપોર પછી ઘરમાં કંકાસ ન થાય તે જોવું.

  • જીવનસાથી સાથે સુમેળ રાખવો.

  • વિદ્યાઅભ્યાસમાં વિદ્યાર્થીઓને સાનુકૂળતા રહે.

વૃષભ (બવઉ)

  • અંતરમાં આનંદ રહે.

  • સંબંધોના નવા આયામ પ્રસ્થાપિત થઈ શકે.

  • સાથે કાર્ય કરતા વ્યક્તિઓને સહકાર મળે.

  • કેમિકલ સાથે કાર્ય કરતા જાતકોએ જાળવવું.

મિથુન (કછઘ)

  • વાણી અને ખર્ચમાં સંયમ રાખજો.

  • વાહન ચલાવતા સાચવવું.

  • સ્ત્રી જાતકોએ વિશેષ સાવધાની રાખવી.

  • ઈલેક્ટ્રીક અને ઈલેક્ટ્રોનીક સાથે સંકળાયેલા જાતકોએ કામ કરતી વખતે સાવધાની રાખવી.

કર્ક (ડહ)

  • વિદ્યાર્થી મિત્રો માટે આજે ખૂબ સાનુકૂળ સમય છે.

  • જે વિદ્યાર્થીમિત્રોને જે તે વિષયમાં કોઈ તકલીફ હોય તો તેમાં ધ્યાન પરોવજો, પ્રયત્ન કરજો સફળ થશો.

  • ગૃહસ્થ જાતકોને પરિવાર સાથે બહારગામ જવાનું થઈ શકે છે.

  • અચાનક આપ ગુસ્સે થઈ જાવ તેવું પણ બને. માટે સંયમ રાખજો.

સિંહ (મટ)

  • શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જાતકોને સફળતા.

  • આ જાતકોને બઢતીની તકો પણ દેખાય છે.

  • પ્રતિપક્ષનો સહકાર પણ મળે.

  • એસીડીટીથી પીડાતા જાતકોએ સાવચેત રહેવું.

કન્યા (પઠણ)

  • જે મિત્રોએ અને વડીલો સાથે સુમેળ રાખવો.

  • મદદ કરી તેમની સાથે ખટરાગ ન થાય તે જોવું.

  • સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ શકે છે.

  • જો વિરોધ નોંધાવવો હોય તો સાનુકૂળતા છે.

તુલા (રત)

  • પિતા દ્વારા ભાગ્યવૃદ્ધિ થાય.

  • ઉપરી અધિકારી દ્વારા સહકાર મળે.

  • જમીનના ધંધા સાથે સંકળાયેલાને લાભ.

  • જો દત્તકપુત્ર લેવો હોય તો આજે સક્રીય થવાય.

વૃશ્ચિક (નય)

  • હરવા-ફરવા જવાની ઇચ્છા થાય.

  • ઘરમાં સુખ-સુવિધાની વૃદ્ધિ થઈ શકે છે.

  • ધર્મકાર્યમાં ખર્ચ પણ થાય.

  • પીએચ.ડી.ની ડીગ્રી મેળવવા માંગતા જાતકોને સફળતા.

ધન (ભધફઢ)

  • કોઈ જૂનું રોકાણ કર્યું હોય તે આજે ફળદાયી રહે.

  • ધંધા સંબંધી કાર્યોમાં નીરસતા રહે.

  • પુરુષ જાતકોએ સ્ત્રી પાત્રો સાથે કંકાસ કરવો નહીં.

  • સંતાન દ્વારા ધન પ્રાપ્તિ થાય.

મકર (ખજ)

  • વ્યૂહ રચના ઘડવી હોય તો જીવનસાથીનો સાથ મળે.

  • બપોર પછીનો સમય અનુકૂળ છે.

  • વીલવારસાનો પ્રશ્ન ઉકલી શકે છે.

  • અચાનક ધનલાભ થાય.

કુંભ (ગશષસ)

  • આજે આરોગ્ય જાળવજો.

  • શરીરે થોડું તાપમાન જણાય.

  • ભાગ્યનો સાથ મળતો જણાય છે.

  • ચિંતાનું કોઈ મોટું કારણ નથી.

મીન (દચઝથ)

  • આજે કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે.

  • બપોર પછી સાવધાન રહેવું.

  • નોકરીના સ્થાને સાનુકૂળતા નથી જણાતી.

  • રમતા રમતા લડી પડ્યા ભાઈ જીવન છે... આ ઉક્તી ધ્યાનમાં રાખજો...

  • એટલે કે, જીવનમાં મનદુઃખ થયે રાખે. મૂંઝાશો નહીં.


 


અમિત ત્રિવેદી