રાશી ભવિષ્ય (13-9-2018)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમ નમઃ શિવાય અને જયશ્રી કૃષ્ણ


પ્રશ્ન – રાત્રે ઊંઘમાં બિહામણા સ્વપ્ન આવતા હોય તો તેને નિવારવા માટે શું કરવું.


  • રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા બોલીને સૂઈ જવું.

  • 5 મુખી રુદ્રાક્ષનો એક મણકો પોતાના ઓશીકા નીચે મૂકી સૂઈ જવું.

  • સૂર્યાસ્ત પહેલા સાંજનું ભોજન કરી લેવું.

  • રાત્રે દૂધમાં થોડું કેસર ભેળવી તે દૂધનું પાન કરવું.

  • સૂવાના ઓરડામાં શંખ-ચક્ર-ગદા સહિતના શ્રી વિષ્ણુદેવનો ફોટો રાખવો.


તારીખ

13 સપ્ટેમ્બર, 2018 ગુરુવાર

માસ

ભાદરવા સુદ ચોથ

નક્ષત્ર

સ્વાતિ

યોગ

ઇન્દ્ર

ચંદ્ર રાશી

તુલા (ર,ત)


  1. આજે ગુરુવાર છે. વળી, ચંદ્ર, ગુરુ અને શુક્રનો સુમેળ પણ છે.

  2. આજે મહત્ત્વનો દિવસ શ્રીગણેશચતુર્થી છે.

  3. ગણેશઅથર્વશીર્ષનો પાઠ કરી શકાય.

  4. કાયમ ગણેશજીનો ફોટો રાખતા હોય તો સારું પણ આ દસ દિવસ શ્રીગણેશજીનો ફોટો ખિસ્સામાં રાખજો. શુભત્વ પ્રાપ્ત થશે.

  5. શ્રીસૂક્તનો પાઠ પણ કરી શકાય.


રાશિ ભવિષ્ય


મેષ (અલઈ)

  • આનંદ-પ્રમોદમાં દિવસ વિતે.

  • કલાના ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે સાનુકૂળ દિવસ

  • પત્ની વ્યાવસાયીક હોય તો તેણી દ્વારા આવક થાય

  • કમીશનનો કારોબાર કરતા હોય તેમને સાનુકૂળતા

વૃષભ (બવઉ)

  • વ્યવસાયના સંદર્ભમાં શુભ સમાચાર મળે.

  • મુસાફરીના યોગ છે, ખાસ કરીને ધાર્મિક

  • કેટરીંગના વ્યવસાય સાથે જોડાયેલાને લાભ

  • સંધ્યા સમયે ઉશ્કેરાટ વ્યાપી જાય.

મિથુન (કછઘ)

  • યુવામિત્રોને પ્રેમ સંબંધ મજબૂત થાય

  • લગ્નવાંછુ યુવક-યુવતીઓ માટે વેવિશાળની વાત આવે

  • બ્લડ-પ્રેશરથી પીડાતા જાતકોએ સચેત રહેવું

  • પરિવારમાં થોડું વૈમનસ્ય પણ થાય.

કર્ક (ડહ)

  • ઘરના સજાવટ પાછળ થોડો ખર્ચ કરો.

  • માન-પાન મળે દિવસ આનંદમાં વીતે.

  • નોકરીમાં દિલ દઈને કાર્ય કરો.

  • પ્રફુલ્લિત મન શુભ સમાચાર અપાવે.

સિંહ (મટ)

  • નોકરી બદલાઈ શકે છે.

  • રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે સારુ રહેશે

  • જૂના મિત્ર મળે અને લાભમાં કાર્ય થાય.

  • રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પણ થઈ શકે.

કન્યા (પઠણ)

  • પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ

  • ધર્મકાર્યમાં વિશેષ પ્રવૃત્ત રહેવાય.

  • મિત્રો-પરિવાર સાથે ઉજવણી થાય.

  • ગણેશચતુર્થી ઉલ્લાસપૂર્ણ વાતાવરણ અર્પે.

તુલા (રત)

  • આપના માટે વિશેષ દિવસ રહેશે.

  • સુખ, વૈભવ અને આનંદનો સંગમ રચાય

  • નવું વાહન ખરીદવાનો યોગ છે.

  • નવી જગ્યાએ મકાન લેવાના પણ યોગ છે.

વૃશ્ચિક (નય)

  • વિદેશયાત્રાના યોગ છે.

  • જેને કહેવાય કે રોયલ ટ્રીપ એ પણ થઈ શકે

  • મેનેજમેન્ટ સાથે જોડાયેલા લાભ

  • શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલાને સાનુકૂળતા

ધન (ભધફઢ)

  • આરોગ્ય બળવાન બને

  • પણ, ભાષા થોડી તીખી બને.

  • ભાષામાં સંયમ રાખજો મિત્રોથી લાભ થશે.

  • મોટાભાઈ બહેનથી લાભ થાય. ભેટસોગાદ મળે

મકર (ખજ)

  • પ્રતિપક્ષ કાર્યમાં સહકાર આપે.

  • ભાગીદારી પેઢીનો વિકાસમાર્ગ મોકળો બને

  • વેવીશાળની વાતો ચાલતી હોય તેમને હકારમાં જવાબ આવી શકે છે.

  • ગુહ્ય બિમારીથી સાવધાન

કુંભ (ગશષસ)

  • માતા દ્વારા આજે લાડ પ્રેમ પ્રાપ્ત થાય

  • પોતાની જ્ઞાતીથી તદ્દન ભિન્ન જ્ઞાતિના વ્યક્તિઓ સાથે વિશેષ પરિચય કેળવાય.

  • નોકરીમાં થોડો અસંતોષ રહે

  • વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે. સાવધાન

મીન (દચઝથ)

  • જૂનું ધન પ્રાપ્ત થાય.

  • સાસરી પક્ષમાં આનંદ-ઉત્સવનું વાતાવરણ રચાય

  • નોકરીમાં યશ પ્રાપ્તિ થાય.

  • કોઈની ખાનગી વાતોમાં ખૂબ રસ જાગે

  • પેટની બિમારીથી સાચવવું.


 


જીવનસંદેશ – જુદા જુદા વિષયના સારા પુસ્તક વાચવાની સુટેવ આવશ્યક છે.


અમિત ત્રિવેદી