દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયશ્રી કૃષ્ણ


  • પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો

  • જો લકી નંબર 1 હોય તો-

  • સૂર્યદેવ તેના સ્વામી છે

  • તા. 1, 10, 19 અને રવિવાર આપના માટે શુભ રહેશે

  • આ દિવસે જો તારીખ અને વારનો સુમેળ સધાતો હોય તો ઉત્તમ

  • સૂર્ય ઉપાસના કરી કાર્યનો પ્રારંભ કરવો

  • જેથી સફળતા મળવાની શક્યતા વધી જાય


તારીખ

15 નવેમ્બર, 2018, ગુરૂવાર

માસ

કાર્તિક સુદ સાતમ

નક્ષત્ર

શ્રવણ

યોગ

વૃદ્ધિ

ચંદ્ર રાશી

મકર (ખ,જ)


  1. ગુરૂગ્રહ આજે અસ્તના થશે માટે શુભ કાર્ય ન કરવા

  2. પંચક રાત્રે 10.18થી પ્રારંભ થઈ જશે

  3. આજે ઘીનો અખંડ દિવો રાખી શકાય તો ઉત્તમ રહેશે

  4. શ્રીસૂક્તનો પાઠ પણ દિપજ્યોતને સાક્ષી રાખી કરવામાં આવે છે

  5. દિપજ્યોત સુવર્ણમયી હોય છે, સુખ-સમૃદ્ધિને પ્રદાન કરનારી હોય છે


રાશિ ભવિષ્ય (15-11-2018)


મેષ (અલઈ)

  • ઈલેક્ટ્રોનિક સાથે જોડાયેલા જાતકોને લાભ

  • જમીન મકાન સાથે જોડાયેલાને લાભ

  • વડીલો દ્વારા લાભ મળી શકે છે

  • અચાનક લાભની શક્યતા પણ દેખાય છે

વૃષભ (બવઉ)

  • આજનો દિવસ વિશિષ્ઠ બને તો નવાઈ નહીં

  • રોજગારીમાં નવો વળાંક આવી શકે

  • ગળાની બિમારીથી સાચવવું

  • શરદી-ખાંસીની સમસ્યા સતાવી શકે છે

મિથુન (કછઘ)

  • આરોગ્ય આજે જાળવવું

  • દાંતની પીડા આજે થઈ શકે છે

  • પરિવારમાં કલહ ન થાય તે જોવું

  • પ્રેમ સંબંધોમાં થોડી ઉદાસીનતા થાય

કર્ક (ડહ)

  • ભાગીદારી પેઢીમાં મુશ્કેલી આવી શકે છે

  • ધનહાનીના યોગ પણ બને છે, સાવધાન

  • ચહેરા ઉપર થોડી ફોલ્લી કે ખીલ થઈ શકે

  • અતિગરમ અને અતિમસાલાવાળુ ભોજન ત્યાગવું

સિંહ (મટ)

  • આપને કોઈ ટોકે તે ગમે નહીં

  • જો પ્રેમીકા હોય તો તેના ભાઈનો સામનો થઈ શકે

  • ઉશ્કેરાટમાં ઈજા ન થાય તે જોવું

  • નોકરીમાં સરળતા આજે ન દેખાય

કન્યા (પઠણ)

  • પરણીત સંતાનની પત્ની સાથે મનદુખ થાય

  • વિદ્યાર્થીને આજે ચિંતા સતાવે

  • વડીલોએ પીઠની બિમારીથી સાચવવું

  • ભંગારના વેપાર સાથે સંકળાયેલાને સરળતા

તુલા (રત)

  • વેપારના સ્થળનો બદલાવ આવી શકે

  • પિતા સાથે થોડી અનબન થાય

  • એસીડીટીની પીડાથી બચવું

  • માતાનું આરોગ્ય જોખમાય સાવધાન

વૃશ્ચિક (નય)

  • ઘરમાં ઈલેક્ટ્રોનિક સાધન વસાવાય

  • ઘરમાં કોઈ નવી વસ્તુ પણ આવે

  • સાસુમાની તબિયત નરમ થઈ શકે છે

  • આપના મામાજી થોડો લાભ આપી શકે છે

ધન (ભધફઢ)

  • પ્રવાસ દરમિયાન વાહન ખોટકાઈ શકે

  • કાર્યમાં થોડો અવરોધ પણ આવે

  • જમીન વેચવાની હોય તો શક્યતા વધી જાય

  • સાસરી પક્ષમાં શાંતિ જોખમાઈ શકે છે

મકર (ખજ)

  • જીવનસાથી તમારું કહ્યું કરે

  • તમારું થોડુ આળસું વલણ દેખાય છે

  • જમીનના કાર્યો દ્વારા લાભ થાય

  • ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુથી પણ લાભ થાય

કુંભ (ગશષસ)

  • થોડો ડર લાગે

  • અજાણ્યો ભય સતાવે

  • ડિપ્રેશનના દર્દીઓએ સાવધાન રહેવું

  • આજે શક્ય હોય તો ખૂબ શાંતિથી દિવસ પસાર કરો

મીન (દચઝથ)

  • જૂનું કર્મ આજે આડુ આવે

  • જો સાહિત્ય સાથે સંકળાયેલા હશો તો શુભ રહેશે

  • આજે મહેનત વિશેષ કરવી પડે

  • જીવનસાથીનો ગુસ્સો પણ સહન કરવો પડે


  • પોતાની ફરજને જે કષ્ટપ્રદ સમજે એટલે કે મુશ્કેલીથી ભરપૂર સમજે

  • આ કાર્ય વધારે માથાકૂટવાળુ છે એમ સમજી તેનો ત્યાગ કરે

  • આ પ્રકારનો કર્મત્યાગ એ યોગ્ય નથી

  • એમ શ્રીમદ્ ભગવદ ગીતાના 18માં અધ્યાયમાં કહ્યું છે

  • પોતાના કાર્ય પ્રત્યે જો નિઃસાસા નાખશો તો સફળતા કાયમ તમારાથી આઘી જ રહેશે