આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

16 ઓગસ્ટ, 2018 ગુરૂવાર

માસ

શ્રાવણ સુદ છઠ (દ.ગુ. આજે રાંધણ છઠ ઉજવાશે)

નક્ષત્ર

ચિત્રા

યોગ

શુભ

ચંદ્ર રાશી

તુલા (ર,ત)


 


રાશિ ભવિષ્ય (16-8-2018)


  1. રવિયોગનો પ્રારંભ સાંજે ગઈકાલે 4.15 વાગે પ્રારંભ થયો હતો જે આજે બપોરે 3.50 પૂર્ણ થશે.

  2. ગુરુવાર છે. બૃહસ્પતિના પૂજનનો દિવસ છે.

  3. પુરુષસૂક્તનો પાઠ અવશ્ય કરવો.

  4. પુરુષસૂક્તનો પાઠ કર્યા બાદ શ્રીસૂક્તનો પાઠ પણ કરવો.

  5. આ બંને પાઠ કરવાથી શ્રીલક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે.


મેષ (અલઈ)

  • કાર્ય કરવામાં ઉત્સાહ જળવાય

  • કોઈ નવીન કાર્ય હાથ ધરો તેવું પણ દર્શાવે છે

  • ભાગ્ય બળવાન. કોઈ નવી ઉપલબ્ધી થઈ શકે છે

વૃષભ (બવઉ)

  • પ્રેમ સંબંધોમાં આપ વધુ ગણતરીબાજ બનો

  • મુસાફરીથી આપને આવક થાય

  • આવકના અનુસંધાનમાં શુભ સમાચાર મળશે

મિથુન (કછઘ)

  • આજે મનની શાંતિ પ્રાપ્ત થાય

  • વેપારી મિત્રોનો ઉત્સાહ વધે

  • શિક્ષણ સાથે જોડાયેલા જાતકો માટે શુભ છે

કર્ક (ડહ)

  • ઘરમાં થોડું અસુખ વર્તાય

  • ઘર માટે બહુ કર્યું તેમ છતાં જશ નથી એવી વિચારધારા વ્યાપી જાય

  • ઈશ્વર સ્મરણમાં આજે સમય વધુ વ્યતીત થાય

સિંહ (મટ)

  • આજથી આરોગ્યની તકલીફનો અંત આવતો જણાશે

  • બહારગામ જવાનો ઉત્સાહ આજે નબળો પડે

  • પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે

કન્યા (પઠણ)

  • આપની સાથે છેતરપીંડી ન થાય તે જોજો

  • ભાગીદારી પેઢીમાં લાભપ્રદ સ્થિતિ બને

  • નોકરીમાં આપને યશ પ્રાપ્ત થઈ શકે છે

તુલા (રત)

  • આપના માટે આજનો દિવસ સાનુકૂળ છે

  • કાર્યસિદ્ધિના યોગ નિર્માણ થયા છે

  • આવકમાં લાંબાગાળાની વૃદ્ધિ થઈ શકે છે

વૃશ્ચિક (નય)

  • લાભપ્રાપ્તિમાં વિલંબ થઈ શકે છે

  • કાર્ય ક્યાંક ગૂંચવાઈ શકે છે

  • સ્થાનાંતરના યોગ પ્રબળ બન્યા છે

ધન (ભધફઢ)

  • આપને વડીલો દ્વારા લાભ થશે

  • અનઅપેક્ષીત ધનલાભ મળી શકે છે

  • આપને આજે નવી આશા પણ સાંપડે

મકર (ખજ)

  • જીવનસાથી દ્વારા શુભસમાચાર મળશે

  • બહારગામથી શુભ સમાચાર મળે

  • સંધ્યા સમયે વિશેષ ઉત્સાહ જળવાશે

કુંભ (ગશષસ)

  • કાર્યસ્થળે ખૂબ જ આનંદ વ્યાપે

  • નોકરી દરમિયાન આનંદ પ્રમોદમાં ખર્ચ પણ થાય

  • સંતાનના પ્રશ્નોમાં વ્યસ્ત રહેવાય

મીન (દચઝથ)

  • ગૂઢ જ્ઞાનમાં આજે રસ જાગે

  • વિઘ્નો આજે હળવા થતા જણાય

  • અગત્યનું કાર્ય હોય તો બપોર પહેલા સંપૂર્ણ કરવું અથવા હાથ ઉપર લઈ લેવું


અમિત ત્રિવેદી