આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

17 ઓગસ્ટ, 2018 શુક્રવાર

માસ

શ્રાવણ સુદ સાતમ (દ.ગુ. આજે શીતળા સાતમ ઉજવાશે)

નક્ષત્ર

સ્વાતિ

યોગ

શુક્લા

ચંદ્ર રાશી

તુલા (ર,ત)


  1. જીવંતીકા પૂજન, ગોસ્વામી તુલસી જયંતી, મહાલક્ષ્મી પૂજન અને સ્થાપન કરી શકાય.

  2. રવિયોગ સવારે 6.52થી શરૂ કરીને 4.13 વાગ્યા સુધી રહેશે.

  3. આજે મહાલક્ષ્મીની ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે.

  4. કુળદેવીની ઉપાસના કરવી, કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય, શ્રીયંત્રનું પૂજન કરવું. શ્રીયંત્ર ઉપર દૂધનો અભિષેક કરવો.

  5. સ્વાતિ નક્ષત્રમાં મહાલક્ષ્મી અષ્ટકનું ગાન પણ અવશ્ય કરવું.


રાશી ભવિષ્ય (17-8-2018)


મેષ (અલઈ)

  • ઉત્સાહનો અતિરેક ન થાય તે જોવું

  • હસવામાંથી ખસવું થઈ શકે છે

  • ધન પ્રાપ્તિ તો થશે પણ બ્લડપ્રેશરના દર્દીઓએ અવશ્ય સાચવવાનું રહેશે

વૃષભ (બવઉ)

  • ફોન દ્વારા અથવા નાના ભાઈબહેન દ્વારા શુભસમાચાર મળે

  • યશ-માન-પ્રતિષ્ઠા જળવાય

  • પ્રતિપક્ષનો સહકાર મળી રહે

મિથુન (કછઘ)

  • પગની નસ ખેંચાઈ જાય અથવા ઢીંચણનો દુખાવો થઈ શકે છે

  • લાભ સ્થાન બળવાન છે

  • વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સાનુકૂળ દિવસ છે

કર્ક (ડહ)

  • પોતાનું ઘર કેવી રીતે આગળ તેવા વિચારો આવે

  • માતા ઉપર ખૂબ જ પ્રેમ ઉપજે

  • આરોગ્યની તકલીફો હળવી થતી જણાય

સિંહ (મટ)

  • રાજનીતિ સાથે સંકળાયેલા માટે સાનુકૂળતા

  • આપના દ્વારા આપવામાં આવેલો ઉપાય કારગત નીવડે

  • ઉઘરાણીના નાણા છૂટા થાય અથવા વેપારમાં વૃદ્ધિની તકો દર્શાવે છે

કન્યા (પઠણ)

  • નેત્રપીડાની ધીમી શરૂઆત થઈ શકે છે

  • જીવનસાથી આપને લાભ કરાવી શકે છે

  • મોજશોખ પાછળ પૈસા ખર્ચવા નહીં

  • વાહન અકસ્માતથી આપે ખાસ સાચવવું

તુલા (રત)

  • ઓફીસમાં જો કર્મચારીની સુવિધા હોય તો પિતાનો સહકાર લેવો

  • ભાડૂઆતની સમસ્યા હોય તો આજે નિકાલ આવે

  • ડાયાબીટીસના દર્દીઓએ ખાસ સાચવવું

વૃશ્ચિક (નય)

  • પરિવાર દ્વારા ધાર્મિક પૂજાનું આયોજન થાય

  • બાંધકામ સાથે સંકલાયેલા જાતકોને સાનુકૂળતા

  • કોર્ટ-કચેરીના કાર્યથી સાવધાન રહેવું

ધન (ભધફઢ)

  • ધર્મ અને ભક્તિના કાર્યોમાં રત રહેવાય

  • કોઈક નવું જોડાણ પણ સૂચવી જાય છે

  • આધ્યાત્મિક લગાવ થોડો વિશેષ થાય

મકર (ખજ)

  • પતિ અને પત્ની આજે સાથે કાર્ય કરો તો સફળતા મળે

  • અથવા અટક્યા કાર્યમાં પત્નીને સાથે અચૂક રાખવી

  • આપનું પુણ્ય કર્મ આજે ઉદય થઈ શકે છે

કુંભ (ગશષસ)

  • તીક્ષ્ણ અને લોખંડના કોઈપણ ઓજારથી સંભાળવું

  • સસરાની તબિયત નરમ-ગરમ થઈ શકે છે

  • વિદ્યાર્થી મિત્રોએ જો કોમ્પીટેટીવ પરીક્ષા આપવાની હોય તો સાનુકૂળતા રહેશે

મીન (દચઝથ)

  • નવું જોડાણ લાભપ્રદ રહે તેવું દર્શાવે છે

  • વિલવારસાના પ્રશ્ન ઉકલી શકે છે

  • પોતાની સાસરીમાં આનંદનું વાતાવરણ સર્જાય


અમિત ત્રિવેદી