રાશી ભવિષ્ય (17-7-2018)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌને જય શ્રીકૃષ્ણ.


આજનું પંચાંગ


તારીખ

17 જુલાઈ, 2018 મંગળવાર

માસ

અષાઢ સુદ પાંચમ

નક્ષત્ર

પૂ.ફાલ્ગુની

યોગ

વરિયાન

ચંદ્ર રાશી

સિંહ (બપોરે 3.07થી કન્યામાં)

અક્ષર

મ, ટ (પઠણ)


  1. રવિયોગ સવારે 9.30થી પ્રારંભ થઈ ચૂક્યો છે.

  2. શ્રીગણેશજીને મોદક, ધરો કે દૂર્વા, જાસૂદ કે ગુલાબનું પુષ્પ, લાલ રંગ જેમ કે કુંમકુમ અર્પણ કરી શકાય, વિવિધ પ્રકારના પાન અર્પણ કરી શકાય.

  3. તુલસીપત્ર શ્રીગણેશજીને અર્પણ નથી કરવામાં આવતું તે ફક્ત ભાદરવા સુદ ચોથને દિવસે જ અર્પણ કરવામાં આવે છે.

  4. ગણપતિ સ્તોત્રનો પાઠ કરવો સાથે સાથે અષ્ટવિનાયક ગણેશસ્તોત્રનો પાઠ પણ કરવો.


મેષ (અલઈ)

  • આનંદ અને ઉત્સાહમાં દિવસ પૂર્ણ થાય.

  • વાહન સુખ પણ મળી શકે છે.

  • નવું વાહન ખરીદી શકાય.

  • પોતાના અધિકારી સાથે સુમેળ રાખવો.

વૃષભ (બવઉ)

  • થોડા તણાવની વચ્ચે પણ પ્રસન્નતા જળવાય.

  • કોમ્પ્યુનિકેશન સાથે સંકળાયેલા જાતકોને સફળતા.

  • બ્રોડબેન્ડ, ડીશએન્ટીના, વાઈ-ફાઈના વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોને સફળતા.

  • દિવસ પસાર થવાની સાથે ચિંતા પણ પસાર થશે.

મિથુન (કછઘ)

  • પરિવારમાં ખટરાગ ન થાય તે જોજો.

  • નેત્રપીડાથી પણ આપે સાચવવાનું છે.

  • મુસાફરીના યોગ પણ પૂર્ણકળાએ ખીલ્યા છે.

કર્ક (ડહ)

  • કુટુંબનો સહકાર મળશે.

  • ધનપ્રાપ્તિના યોગ પણ રચાયા છે.

  • કાર્યક્ષેત્ર પણ બળવાન થયું છે.

  • કુલ મળીને આજે સાનુકૂળતા રચાઈ છે.

સિંહ (મટ)

  • સરકારી કાર્યમાં ગૂંચ આવશે.

  • જો કોઈ કાર્યવાહી ચાલતી હશે તો આજે સંભાળજો.

  • કોર્ટકચેરીમાં પ્રતિકુળતા રહેશે.

  • ગણેશજીની ઉપાસના આજે અવશ્ય કરજો.

કન્યા (પઠણ)

  • પેટની બિમારીથી આપે સાચવવું.

  • આજનો દિવસ મોજમજાથી વીતે.

  • લેખકો માટે આજે અનુકૂળ દિવસ છે.

  • જ્યોતિષ મિત્રોને આનંદપૂર્ણ દિવસ વીતે.

તુલા (રત)

  • વેપારી મિત્રોને લાભ છે.

  • કાર્યમાં જશ મળશે.

  • આપના વખાણ થાય. કીર્તિ વધે.

  • પણ, જેણે મદદ કરી હોય તેને ભૂલતા નહીં.

વૃશ્ચિક (નય)

  • આજે આપને સર્વાંગી વિકાસના વિચારો આવે.

  • વિચારો ચરિતાર્થ પણ થશે.

  • બપોર પછી વિશેષ સાનુકૂળતા રહેશે.

  • ધર્મકાર્યમાં ખર્ચ પણ થાય.

ધન (ભધફઢ)

  • અસ્થિભંગ ન થાય તે સાચવવું.

  • વીલવારસાના પ્રશ્નો ઉકેલાય.

  • વેપારી મિત્રોને આવક થાય.

  • ધંધા રોજગારમાં આનંદ રહે.

મકર (ખજ)

  • આજે આનંદ ઉત્સાહમાં દિવસ વિતે.

  • જીવનસાથી તરફથી સહકાર મળે.

  • ઘર પરિવારની જે આપ ચિંતા કરી રહ્યા છો તેમાં રાહત મળે.

  • આપ બસ મૂડમાં રહેજો આ એક જ ઉપાય છે આપના માટે.

કુંભ (ગશષસ)

  • પેઢૂની બિમારીથી સાવચેત રહેવું.

  • સાથે સાથે દાદર જેવી બિમારીથી પણ સાચવવું.

  • દિવસમાં પ્રસન્નતા જળવાશે.

  • ધનલાભ પણ થશે.

મીન (દચઝથ)

  • કલ્પના બહારનો ધનલાભ થાય.

  • સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભ

  • મેનેજમેન્ટ ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પણ લાભ

  • બપોર પછી વિશેષ સાનુકૂળતા થશે.