આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

18 ઓગસ્ટ, 2018 શનિવાર

માસ

શ્રાવણ સુદ આઠમ

નક્ષત્ર

વિશાખા

યોગ

બ્રહ્મા

ચંદ્ર રાશી

તુલા (ર,ત), સવારે 11.01 પછી વૃશ્ચિક (ન,ય)


  1. વૈધૃતિ અને મહાપાત યોગ આજે સવારે 8.57 વાગે પૂર્ણ થઈ જશે. આ યોગ શુભ યોગ નથી કહેવાતા.

  2. વીંછુડો સવારે 11.01 વાગ્યાથી બેસી જશે.

  3. આજે દુર્ગાષ્ટમી છે. દુર્ગાસપ્તશતીનો પાઠ પણ કરી શકાય.

  4. વળી, આજે શનિવાર છે. માટે, રામરક્ષા સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરવો.

  5. હનુમાનજીની ઉપાસના અને શનિદેવની ઉપાસના પણ અવશ્ય કરવી.


મેષ (અલઈ)

  • કાર્યમાં ધારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે

  • ધનપ્રાપ્તિના યોગ પણ છે

  • વેપારી મિત્રોને આજે વેપારક્ષેત્રે વૃદ્ધિ જણાશે

વૃષભ (બવઉ)

  • નોકરીમાં આજે ઉત્સાહ જણાશે, પ્રમોશન જો મળવાપાત્ર હોય તો મળી શકે છે

  • કોઈ નવું કાર્ય કરવાના યોગ પણ છે

  • આપના ઘરમાં કોઈ આકસ્મિક શુભ ફેરફાર થાય

મિથુન (કછઘ)

  • ઘરમાં ખોટો ખર્ચ થઈ શકે છે

  • પારિવારીક પ્રશ્નમાં મનદુઃખ થઈ શકે છે

  • અંતરમાં વૈરાગભાવ પણ જાગી શકે છે

કર્ક (ડહ)

  • સવારે 12 વાગ્યા સુધી સાનુકૂળતા છે

  • 12 વાગ્યા પછી મન થોડું ચિંતાતુર પણ થાય

  • માન-સન્માનમાં ઉમેરો પણ થાય

સિંહ (મટ)

  • સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને લાભપ્રદ થાય

  • પ્રણયીજનો આપનો કોઈ જૂનો પ્રેમ પણ જાગી જાય

  • બાંધકામ ક્ષેત્રે સાથે જોડાયેલા જાતકોને સફળતા

કન્યા (પઠણ)

  • જૂના વાહનોની લે-વેચ સાથે સંકળાયેલા માટે અનુકૂળતા રહે

  • પૈસા હાથ પર ફરતા રહે પણ ખિસ્સામાં જાય નહીં

  • વેપારી મિત્રોને સારું ટર્નઓવર થાય પણ પૈસા પગ કરી જાય

તુલા (રત)

  • પોતાના વિચાર પ્રમાણે વર્તવું નહીં, બીજાની સલાહ પણ લેવી

  • થોડું જક્કી વલણ થઈ શકે છે

  • આજે એવું પણ બને કે, કરો કંઈક અને તમે બતાવો કંઈક. વર્તનમાં થોડો ભેદ રાખો.

વૃશ્ચિક (નય)

  • સરકારી નોકરીમાં નોકરીમાં હાજર થવાના ઓર્ડર નીકળવાના હોય તો આજે ઓર્ડર મળી શકે છે

  • આપના અધિકારીની બદલી પણ થઈ શકે છે

  • બપોર પછી ભાગ્યનો સાથ મળતો જણાય

ધન (ભધફઢ)

  • પોતાની સાસરી પક્ષથી શુભ સમાચાર મળી શકે

  • પરિવાર સાથે ધાર્મિક મુસાફરી સૂચવે છે

  • બઢતીના યોગ આપના માટે પણ નિર્માયા છે

મકર (ખજ)

  • આજે આપના માટે ઉત્સાહવર્ધક દિવસ છે

  • કાર્યમાં આવક તેમજ સફળતાના યોગ પણ છે

  • જૂનું વાવેલું આજે ઊગી નીકળે તેવું પણ બને

કુંભ (ગશષસ)

  • કાર્યના અનુસંધાનમાં પ્રવાસ સૂચવે છે

  • અચાનક વિદેશ પ્રવાસે જવાનું પણ થઈ શકે છે

  • બપોર પછી પિતાના કાર્યમાં વ્યસ્ત રહેવાય

મીન (દચઝથ)

  • ઊચ્ચ અધિકારી અથવા મોટા રાજનેતાને મળવાનું થઈ શકે છે

  • શોધ અને સંશોધન ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે શુભદિવસ છે

  • ધર્મકાર્ય સાથે જોડાયેલા જાતકો માટે પણ શુભ દિવસ