રાશિફળ 19 ઓગસ્ટ: આ રાશિના જાતકો લાલચથી ખાસ જાળવે અંતર, ધૈર્યથી કરો કામ
કાર્યોમાં થોડા વિધ્નો આવશે. લાલચથી અંતર રાખો. ઈર્ષાળુ લોકોની ટિપ્પણી પર ધ્યાન ન આપો. ધૈર્યપૂર્વક કામ કરો. ખર્ચમાં વધારો થશે.
મેષ: કાર્યોમાં થોડા વિધ્નો આવશે. લાલચથી અંતર રાખો. ઈર્ષાળુ લોકોની ટિપ્પણી પર ધ્યાન ન આપો. ધૈર્યપૂર્વક કામ કરો. ખર્ચમાં વધારો થશે.
વૃષભ: પરિવારની વાતોને સમજશો અને તેમની સાથે સમય વિતાવવાથી આનંદ પણ વધશે. આત્મવિશ્વાસ સારો થશે. ખરીદી દરમિયાન બજેટનું પણ ધ્યાન રોખો. ખાવાપીવામાં રસ વધશે.
મિથુન: મિત્ર અને સહયોગી કોઈ સારા કાર્યમાં માર્ગદર્શન માંગશે. સ્વજનો તરફથી મળતા પ્રેમમાં વધારો થશે. સુખ સુવિધાનો લાભ મળશે. સકારાત્મક દ્રષ્ટિકોણ. અતિથિ સત્કારનો અવસર.
કર્ક: જમીન સંપત્તિના કામો પર ધ્યાન આપી શકશો. મનની દુવિધા હટશે. સ્વતંત્ર નિર્ણય લેવામાં સુવિધા. લોકોનો વિશ્વાસ જીતી શકશો. તમારા સારા વ્યવહારની પ્રશંસા.
સિંહ: સટીક નિર્ણય લેવામાં કઈંક દુવિધા મહેસુસ થશે. પરિવારના લોકો તમારી કોઈ વાતથી સહમત ઓછા રહેશે. ક્રોધને સ્થાન ન આપો. ધૈર્ય જાળવો.
કન્યા: કાર્યક્ષેત્રમાં તમારો વિશ્વાસ જળવાઈ રહેશે. નાણાકીય કાર્યો પર ધ્યાન આપી શકશો. અધૂરા કામો પૂરા કરવાની તક મળશે પરંતુ આળસ ન કરો.
તુલા: લોકો તમારી વાતથી પ્રભાવિત થશે. સામાજિક કાર્યમાં રુચિ વધશે. વ્યર્થ વ્યય પર નિયંત્રણ રહેશે. સંતાનોથી આનંદ., જ્ઞાનવર્ધક વિષયોમાં રુચિ.
વૃશ્ચિક: સાદગી અને ભરોસો માર્ગદર્શન આપશે. શુભ સમાચાર મળશે. કાર્યોમાં સુધાર લાવશે. પરિશ્રમનું ફળ મળશે. રાજકીય કાર્યોમાં રસ વધશે.
ધનુ: વાહનના મેન્ટેઈનન્સથી ખર્ચ વધશે. આળસમાં વધારો થશે. આવશ્યક કામોને ન અવગણો. કાર્યોમાં વિલંબ થવાની શક્યતા. સ્વાસ્થ્ય નબળું રહેશે.
મકર: દૈનિક કાર્યો વ્યવસ્થિત કરશો. રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે. નવા વસ્ત્રો, દાગીના ખરીદવાનું મન કરશે. માન સન્માનમાં વધારો થશે.
કુંભ: રોકાણ કાર્યો પર ધ્યાન આપશો. આવક અને ખર્ચનું સંતુલન જાળવો. પરિવાર તમારો સમય ઈચ્છશે. તમારા કાર્યોની પ્રશંસા થશે. માનસિક તણાવમાં ઘટાડો થશે.
મીન: જીવનસાથીના કાર્યમાં મદદ કરવાથી ખુશી મળશે. અતિથિ સત્કારનો અવસર. કાર્યસ્થળ પર ધાર્મિક આયોજનનું મન. બીજાની ભાવના સમજશો.