આજનો દિવસ એટલે કે કાર્તિક સુદ બારશ, આજના દિવસને ગરુડદ્વાદશી પણ કહેવાય છે. આજના દિવસે જમીન-મકાનના પ્રશ્નો હોય તેમણે ગણેશઅથર્વસીર્ષનો પાઠ અચૂક કરવો જોઇએ. પંચક સાંજે 6.34 પૂર્ણ થશે. સાંજે 6.34થી અમૃત સિદ્ધિ સવારે સૂર્યોદય સુધી રહેશે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો

  • જો તમારો લકી નંબર 5 હોય તો બુધ તેના સ્વામી છે

  • કાર્ય બુધવારે કરવાનું પસંદ કરવું

  • ચંદ્રના આશ્લેષા, જ્યેષ્ઠા, રેવતી પસંદ કરવા

  • 14, 23 એ તેના મિત્ર નંબર છે.

  • આમ, લક્કી નંબર સાથે તારીખ, વાર અને નક્ષત્રનો સુમેળ ગોઠવવાથી સફળતા મળવાની શક્યતા ઘણી વધી જાય છે.


તારીખ 20 નવેમ્બર, 2018, મંગળવાર
માસ કાર્તિક સુદ બારશ
નક્ષત્ર રેવતી
યોગ સિદ્ધિ
ચંદ્ર રાશી મીન (દ,ચ,ઝ,થ)

  • પંચક સાંજે 6.34 પૂર્ણ થશે

  • આજે ભૌમ પ્રદોષ છે

  • જમીન-મકાનના પ્રશ્નો હોય તેમણે ગણેશઅથર્વસીર્ષનો પાઠ અચૂક કરવો

  • સાંજે 6.34થી અમૃત સિદ્ધિ સવારે સૂર્યોદય સુધી રહેશે

  • ચાતુર્માસના પારણા કરવા

  • આજનો દિવસ ગરુડદ્વાદશી પણ કહેવાય છે.


મેષ (અલઈ) માતા બિમાર હોય તો આજે સાચવવું
ઉંમર હોય અને બિમાર હોય તો આજે સાથે રહેવું
પેટની બિમારીથી સાચવવું
સરકારી કાર્યમાં સફળતા મળી શકે છે
વૃષભ (બવઉ) આવકની તકો બળવાન બને
સીઝનલ બિમારીથી સાચવવું
મિત્રો સાથે મિજબાની સૂચવે છે
હરવા ફરવાના યોગ પણ બને
મિથુન (કછઘ) મોસાળના  કાર્ય સાથે પ્રવૃત્ત થવાય
વાગવા-પડવાથી સાચવવું
ચામડીની બિમારી સતાવી શકે છે
વકીલાતના વ્યવસાયિકો માટે સાનુકૂળતા રહે
કર્ક (ડહ) ધાર્મિક પ્રવાસના યોગ છે
પ્રવાસ દરમિયાન મુશ્કેલી સતાવી શકે છે
સંતાને વાગવા-પડવાથી સાચવવું
વ્યવસાયીક મિત્રો સાથે મનદુખ થાય
સિંહ (મટ) અંતરમાં સમજણનો ભાવ જાગૃત બને
પોતાની કોઈ ચીજ ચોરાઈ ન જાય તે જોવું
ગુહ્ય બિમારીથી સાચવવું
ઠંડા પીણા પીવામાં સંયમ રાખવો
કન્યા (પઠણ) માર્કેટીંગ માટે બહાર ફરવું પડે
આરોગ્ય જાળવવું
શરીરમાં સાંધાના દુખાવાથી સાવધ રહેવું
નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડે
તુલા (રત) વેપાર અર્થે બહારગામ જવું પડે
પોતાના અધિકારી સાથે સંઘર્ષ થાય
યશ-માન-પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે
વિશ્વાસઘાત ન થાય તે જોવું
વૃશ્ચિક (નય) માતાનું આરોગ્ય જાળવવું
છાતીમાં બળતરા જેવી પીડા થઈ શકે છે
થોડી ચિંતા પણ સતાવે
મોડી રાત્રે હળવાશ અનુભવાય
ધન (ભધફઢ) ધર્મિક પ્રવૃત્તિ વધુ ખીલે
ઈલેક્ટ્રીકનો વ્યવસાય કરતા હોય તો સાચવજો
ઘરમાં શોટસર્કીટ ન થાય તેનું ધ્યાન રાખજો
પૈતૃક સંબંધોમાં થોડી ઓટ આવે
મકર (ખજ) જીવનસાથી મુસાફરી કરવાની ઇચ્છા વ્યક્ત કરે
સાસરી પક્ષમાં શાંતિનું વાતાવરણ જણાય છે
નેત્રપીડાથી સાચવવું
ઘરમાં મહેમાનનું સ્વાગત પણ કરવું પડે
કુંભ (ગશષસ) રાજનીતિ સાથે સંકળાયેલાને લાભ
જો કોઈ યોજના ઘડવી હોય તો ઉત્તમ ઘડાય
રાજકીય દાવપેચ ગોઠવવા હોય સારો દિવસ છે
ધનલાભ પણ શક્ય છે
મીન (દચઝથ) પારિવારીક સંબંધોમાં ઓટ આવે
ધનવ્યય પણ દેખાય છે
દિવસમાં કંઈ બહુ ફેરફાર ન થાય
ગહન વિચારોમાં ગરકાવ થઈ જવાય

  • બધુ કરીએ પણ ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવવી નહીં

  • કોશેટામાં કીટ વસે છે, ઈશ્વર પુરે આહાર જોને,

  • કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચાર જોને

  • હાડ માસના હૈયા મધ્યે દેવે સર્જ્યું દૂધ જોને...

  • પરમાત્માની શક્તિ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે તે ન ભૂલવું...