રાશિફળ 23 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબ સારો, ચારેય બાજુથી સફળતા મળે
Sun, 23 Sep 2018-7:42 am,
COMMERCIAL BREAK SCROLL TO CONTINUE READING મેષ (અલઈ)
|
વડીલ જાતકોએ આજે તબિયતની વિશેષ કાળજી લેવી.
ધંધામાં અચાનક ફેરફાર જણાય છે.
કાર્યક્ષેત્રે નિરસતા પણ જણાય છે.
વળી, પિતાનું આરોગ્યમાં સ્હેજ નબળાઈ દેખાય છે માટે જાળવવું.
|
વૃષભ (બવઉ)
|
આપનું કાર્ય પૂર્ણપણે સિદ્ધ થતું નથી જણાતું.
આજે જ્યાં જાવ ત્યાં કંઈક કચાશ રહી જાય.
થોડી હતાશા પણ સાંપડે
આજે આપ સૂર્યદેવની ઉપાસના કરજો રાહત જણાશે.
|
મિથુન (કછઘ)
|
આપે નેત્રપીડાથી સાચવવાનું રહેશે.
સરકારી કાર્ય અટવઈ શકે છે.
આજે નવ બોલ્યામાં નવ ગુણ છે. એટલે તે મિતભાષી બનજો. તકલીફ હળવી થશે.
|
કર્ક (ડહ)
|
ભાગીદાર સાથે, જીવનસાથી સાથે અથવા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોએ આજે ખૂબ તકેદારી રાખવી.
ક્રોધ ક્યાંક સીમા ન વટાવી દે તે જોજો.
આજે ગુરુદેવની ઉપાસના કરજો. સારધાર ઊતરશો.
|
સિંહ (મટ)
|
મિત્રો દ્વારા લાભ મળે તેવી શક્યતા છે.
પણ યુવા જાતકોને ખાસ ચેતવણી કે મિત્રો સાથે ઉન્માદમાં ભાન ખોઈ ન બેસતા નહીંતર મુશ્કેલી ચોક્કસ વેઠવી પડશે. તેવું પણ રાશીમાં દેખાય છે.
ખિસ્સામાં એક ચાંદીનો સિક્કો આજે રાખજો. સાનુકૂળતા રહેશે.
|
કન્યા (પઠણ)
|
કાર્યની સફળતા મળતી દેખાય ચે.
પણ હા, મોડે સુધી રાત્રે ઊંઘ ન આવે તેવું પણ બને.
ઘરમાં રાત્રે કોઈપણ પ્રકારની ચર્ચા ટાળજો અને સંધ્યાકાળે દિપપ્રાગટ્ય કરો ત્યારે શક્ય હોય તો તે ત્રણ કલાક જેટલો દિપ પ્રગટેલો રહે તેવું પ્રાવધાન કરજો.
|
તુલા (રત)
|
માતાનું આરોગ્ય જાળવજો.
ઘરમાં સમારકામ કરાવતા હોવ તો આજે સ્હેજ વિરામ રાખજો. અથવા હળવાશથી કાર્ય કરજો.
સ્થાનાંતરના યોગ પણ દેખાય છે.
વડીલો સાથે ધાર્મિક પ્રવાસ પણ થઈ શકે છે.
|
વૃશ્ચિક (નય)
|
બાંધકામક્ષેત્રે સંકળાયેલા જાતકોને સફળતા દેખાય છે.
નવો ઓર્ડર મળે તેવી શક્યતા પણ છે.
કર્મચારીઓ સાથે વાદ-વિવાદ ટાળવો.
નાના-ભાઈ બહેનને આજે હેતથી મળજો સાનુકૂળતા થશે.
|
ધન (ભધફઢ)
|
કાર્ય લંબાઈ જાય તેવું લાગે છે.
કાર્ય રદબાતલ નહીં થાય પણ સમય લાગશે.
ઘરમાં સુખશાંતિ જળવાશે.
સંધ્યા સમયે મન શાંતિનો અનુભવ કરે.
|
મકર (ખજ)
|
જીવન સાથે મિથ્યા વિવાદ ટાળજો.
હમણાં આપનો સમય જોઈએ તેવો નથી ચાલી રહ્યો.
કાંઈક ને કાંઈક તમને ઓછું જ પડે.
સંતાન સાથે સંવાદ આજે વધુ કરજો. સાનુકૂળતા રહેશે.
|
કુંભ (ગશષસ)
|
પ્રણયીજનોને ખાસ ચેતવણી કે સંબંધો ગૂચવાઈ શકે છે. જાળવજો. આજે મુલાકાત ટાળજો. અથવા જરૂર પૂરતી જ વાત કરજો.
ધાર્મિક સ્થાનની મુલાકાત શક્ય બનશે.
નોકરીના સંદર્ભમાં વાતચીત ચાલતી હોય તો આજે શક્યતા છે.
|
મિન (દચઝથ)
|
સંતાન દ્વારા લાભ.
આજે આપનું પૂર્વે કરેલું ઊગી નીકળી. ફળ મળે.
પણ હા. ક્યાંક વિઘ્નનો સામનો પણ કરવો પડે. વિઘ્નનો ઉકેલ આવશે અને સફળતા પણ મળશે.
આપ જો સરકાર સાથે સંકળાયેલા હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો આપને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
|