દરેક રાશિના જાતકો માટે  કેવો રહેશે આજનો દિવસ, પંચાંગ અને જીવન સંદેશ વિશે ખાસ જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – દરિદ્રતા દૂર કરવા માટેનો મંત્ર -


  • જે નવું કાર્ય કરવાનું હોય તે કાર્ય કરતા પહેલા આ મંત્રની માળા કરવી

  • અથવા, નિત્ય એક માળા કરવી

  • ઓમ ગં ગણપતયે સર્વવિઘ્ન હરાય સર્વાય .

  • સર્વ ગુરવે લંબોદરાય હ્રીં ગં નમઃ ..

  • આ મંત્રથી ગણેશજીનું અખૂટ બળ પ્રાપ્ત થાય છે.

  • કાર્યથી લક્ષ્મીપ્રાપ્તિ પણ થાય છે


તારીખ

26 ઓક્ટોબર 2018, શુક્રવાર

માસ

આસો વદ બીજ

નક્ષત્ર

ભરણી

યોગ

વ્યતિપાત

ચંદ્ર રાશી

મેષ (અ,લ,ઈ)


  1. કુંવારીકાઓને અત્તરની ભેટ આપવી

  2. કુંવારીકાઓનું પૂજન કરવું

  3. શક્ય હોય તો ઘરે ભોજન માટે પણ આમંત્રણ આપવું

  4. કનકધારા સ્તોત્રનું પાઠ કરવો

  5. ઘરમાં સુવાસીત પુષ્પો દેવને અર્પણ કરવા


રાશિ ભવિષ્ય (26-10-2018)


મેષ (અલઈ)

  • સ્ત્રી પાત્રો તરફથી સહકાર મળે

  • ધનપ્રાપ્તિના યોગ પણ છે

  • ગૂઢ જ્ઞાનથી લાભ પ્રાપ્ત થાય

  • મધુર ભોજન જમવાનો લાભ મળે

વૃષભ (બવઉ)

  • જૂના સ્નેહ સંબંધ તાજા થાય

  • આર્કીટેક્ટના વ્યવસાય સાથેનાને સરળતા

  • માર્કેટીંગનો લાભ આજે ન મળે

  • અગત્યના સંપર્ક કરવા પ્રયત્ન કરો પણ વ્યર્થ જાય

મિથુન (કછઘ)

  • વેપારમાં આવક થાય

  • જીવનસાથીને સાથે રાખજો ભાગ્ય બળ આપશે

  • વડીલો તરફથી લાભ

  • વડીલ રાજનીતિજ્ઞોને પણ સાનુકૂળતા રહે

કર્ક (ડહ)

  • વેપારમાં નવી ખરીદી થાય

  • ઘર પરદેશથી આવક થાય

  • જમીન-મકાન ક્ષેત્રે વેપારની તકો ઉજળી

  • વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સાનુકૂળતા રહે

સિંહ (મટ)

  • સુખગવડ વસાવવા પ્રયત્નશીલ

  • વિરોધનો સામનો કરવો પડે

  • નોકરીની નવી તક મળે

  • કરકસરની ભાવના વેગ પકડે

કન્યા (પઠણ)

  • લેખન ક્ષેત્રે જોડાયેલા જાતકોને સાનુકૂળતા

  • ઘરમાં સુખ-સગવડમાં ઉમેરો થાય

  • સાથે સાથે મતભેદ પણ થાય

  • દાંતની પીડાથી સાચવવું

તુલા (રત)

  • પતિ-પત્નીએ શાંતિ રાખવી

  • બેઉનો મત અલગ અલગ રહેશે

  • જીવજંતુ કરડે નહીં તેનો ખ્યાલ રાખવો

  • ધનપ્રાપ્તિના યોગ પ્રબળ થયા છે

વૃશ્ચિક (નય)

  • ઉશ્કેરાટ વધુ પડતો થઈ જાય

  • જીવનસાથી નારાજ થઈ શકે છે

  • આપનો હાથ ઉપર રહી જાય

  • મોડી સાંજે માનસિક વ્યગ્રતા જણાય છે

ધન (ભધફઢ)

  • પૈસા વધુ ખર્ચાય

  • આજે કાર્ય અટકી પડે

  • તમારી ઉતાવળ તમને વ્યગ્ર બનાવે

  • જીવનસાથીની સહાય લેજો સરળતા રહેશે

મકર (ખજ)

  • પ્રેમસંબંધ વધુ મજબૂત

  • પિતા સાથે મતભેદ થાય

  • આજે જીવનસાથીનું માનવું પડે

  • રાત્રે ઊંઘમાં સુખ ન આવે

કુંભ (ગશષસ)

  • શનિદેવની કૃપા આજે થાય

  • એક્સપોર્ટના વેપારીને લાભ

  • ધંધામાં વધુ પૈસા રોકવાની ઇચ્છા થાય

  • શેરબજારમાં પૈસા રોકવાની ઇચ્છા થાય પણ સંયમ રાખવો

મીન (દચઝથ)

  • બૃહસ્પતિ દેવની આજે કૃપા થશે

  • લક્ષ્મી ચંચળ છે તેવો આજે અહેસાસ થાય

  • અજ્ઞાત ભય પણ સતાવે

  • દિવસ આખો ચર્ચામાં વિતી જાય તેવું પણ બને


  • જીવનસંદેશ – કેટલીક વાર એવું કહેવામાં આવે છે કે આ દોષ વારસાગત છે. આ વારસાગત દોષને દૂર કરવા માટે હકારાત્મક વિચારવું. જો પરિવારમાં વ્યસનની વારસાઈ હોય તો જો તમે વ્યસનનો ત્યાગ કરશો અને સતત એવું વિચારશો કે હું વ્યસનને ધિકકારું છું... તો આ વારસાઈ દોષ નાબૂદ થશે. આવું પ્રત્યેક સંકલ્પમાં વિચારવું અને નકારાત્મક હેરીડીટીને દૂર કરવી.