પ્રશ્ન  સરકારી નોકરી મેળવવાનો માર્ગ સુગમ થાય તે માટે શું કરવું


  1. નિત્ય સૂર્યનમસ્કાર કરવા

  2. સૂર્યદેવના દ્વાદશ મંત્રનો જાપ કરવો

  3. ઓમ હ્રીમ હ્રીમ સૂર્યાય નમઃ આ મંત્રની નિત્ય એક માળા કરવી

  4. રવિવારે ગાયને ઘાસ ચારો નિરવો

  5. બુધવારે લીલું કઠોળ જેમ કે મગ અથવા લીલુ શાકભાજી અથવા લીલીભાજી જમવામાં લેવી.

  6. સૂર્યોદય થાય તે પહેલા દર રવીવારે ઊઠી, સ્નાનાદિક ક્રિયાથી પરવારી સૂર્યોદય સમયે સૂર્યકવચનો પાઠ પણ અવશ્ય કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

27 ઓગસ્ટ, 2018 સોમવાર

માસ

શ્રાવણ વદ પ્રતિપદા

નક્ષત્ર

શતતારા

યોગ

સુકર્મા

ચંદ્ર રાશી

કુંભ (ગ, સ, ષ, શ)


  1. પંચક હાલ ચાલુ છે.

  2. કુમારયોગ બપોરે 3.04 થી સાંજે 7.15 સુધી

  3. મંગળદેવ આજે સાંજે 7.36 પછી માર્ગી થવાના છે

  4. શ્રાવણ મહિનાનો સોમવાર છે. શિવઉપાસના કરવી અત્યંત શુભ રહેશે.


મેષ (અલઈ)

  1. કાર્ય સંપન્ન કરવા માટે વધુ મહેનત કરવી પડે

  2. પણ, તમારા અભિગમમાં હકારાત્મક બદલાવ આવે

  3. વડીલોપાર્જીત જમીનનો પ્રશ્ન આજે ઉકેલાતો જણાય

  4. આરોગ્યનો પ્રશ્ન પણ આજથી હલ થતો જણાય

વૃષભ (બવઉ)

  1. પ્રતિપક્ષનો સહકાર મળતો જણાય

  2. આજથી કાર્યમાં સાનુકૂળતા જણાતી જશે

  3. સહકર્મચારીઓનો પ્રશ્ન હલ કરવો પડે

  4. અન્યનો સહકાર લઈ આગળ વધજો

મિથુન (કછઘ)

  1. ધાર્મિકયાત્રાના યોગ ખિલ્યા છે

  2. નોકરી મેળવવાની હોય તેમના માટે આજથી સાનુકૂળતા

  3. બપોર પછી આનંદમાં વધારો થઈ શકે છે

કર્ક (ડહ)

  1. વેપારી મિત્રોને આજથી વેપારમાં વૃદ્ધિ થશે

  2. શરદીજન્ય રોગથી સાચવવું

  3. જીવનસાથી સાથે ઘર્ષણ ટાળવું

  4. જેમને સતત પ્રવાસ રહેતો હોય તે સાવચેત રહે

સિંહ (મટ)

  1. ઘર, પરિવાર અને આરોગ્યમાં સુખ મળતું જશે

  2. ધનસ્થાન બળવાન થયું છે

  3. રીસર્ચ ક્ષેત્રે જોડાયેલા, શિક્ષણ ક્ષેત્રે જોડાયેલાને લાભ

કન્યા (પઠણ)

  1. જેમણે તમને લાભ આપ્યો હોય તે આજે તેમની અપેક્ષા લઈ આપની પાસે આવશે

  2. સામા પક્ષને આપ એકદમ ના ન પાડતા

  3. રાત્રે 8 વાગ્યા પછી સારી પરિસ્થિતિ રચાશે

તુલા (રત)

  1. મશીનરી તેમજ વકીલાત સાથે જોડાયેલાને લાભ

  2. બપોર પછી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે

  3. રક્ષાબંધનને દિવસે વધારે ખવાઈ ગયું છે તે આજે તકલીફ થઈ શકે છે

વૃશ્ચિક (નય)

  1. આજે ઘરમાં ઉચાટ ભરી પરિસ્થિતિ સર્જાય

  2. પ્રતિપક્ષ તરફથી નકારાત્મક વલણનો સામનો થાય

  3. પિતાનું આરોગ્ય પણ આપે જાળવવું

  4. આવતીકાલથી સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય

ધન (ભધફઢ)

  1. પરિવારમાં આરોગ્યનો પ્રશ્ન ઉકેલાતો જશે

  2. ખોટા ખર્ચ પર ધીમે ધીમે અંકુશ આવશે

  3. ભાષા ઉપર હજુ પણ સંયમ રાખવો પડશે

મકર (ખજ)

  1. અણધાર્યા ખર્ચ આવી જાય છે

  2. પોતાનું ઘર લેવાનું સ્વપ્ન સાકાર થતું જણાય

  3. મોટાભાઈ-બહેન સાથે સંબંધોમાં સંયમ રાખવો

કુંભ (ગશષસ)

  1. આવકની નવી તકો પ્રાપ્ત થઈ શકે

  2. બહારગામથી ધન ઉપાર્જન કરવાની તક મળે

  3. વિદેશજવા માંગતા જાતકોએ સક્રીય થવું

મીન (દચઝથ)

  1. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં ચિત્ત રાખવું

  2. બેધ્યાન રહેશો તો આજની પરીક્ષા આકરી પુરવાર થઈ શકે છે

  3. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરતા જાતકો અથવા પોતાના શહેરથી દૂર બીજા શહેરમાં વેપાર કરતા જાતકો માટે સાનૂકૂળતા રહે


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી