આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

28 જુલાઈ, 2018 શનિવાર

માસ

અષાઢ વદ એકમ

નક્ષત્ર

શ્રવણ

યોગ

પ્રીતિ

ચંદ્ર રાશી

મકર

અક્ષર

ખ,જ


  1. બુધ દેવ આજે અસ્તના થશે. બુધદેવ વક્રી છે, વળી અસ્તના પણ થશે એટલે આજે શનિવાર છે પણ વિષ્ણુદેવની ઉપાસના પણ કરજો.

  2. હનુમાન અષ્ટકનો પાઠ પણ કરજો, હનુમાન સહસ્રનામાવલીનો પાઠ પણ કરવો.

  3. રામરક્ષા સ્તોત્રનો પાઠ અવશ્ય કરી શકાય.

  4. અને હા, હનુમાનજીનું પ્રસાદીનું સિંદૂરનું તિલક પણ અવશ્ય કરજો.

  5. શનિવાર છે એટલે, શનિચાલીસાનો પાઠ પણ અવશ્ય કરજો. ખૂબ કૃપાવર્ષા પ્રાપ્ત થશે.


મેષ (અલઈ)

  • આજે અચાનક કાર્યપરીવર્તન થઈ શકે

  • ગળામાં ઈન્ફેક્શનથી સાચવવું

  • કોઈપણ પ્રકારની સ્નાયુની બિમારીથી સાચવવું

  • બેસવા-ઊઠવામાં ખૂબ શાતિ જાળવવી, ઝડપથી બેસવાની કે ઊભા થવાની ક્રિયાથી દૂર રહેવું.

વૃષભ (બવઉ)

  • મુસાફરીના યોગ પૂર્ણકળાએ ખિલ્યા છે

  • પિતાનું આરોગ્ય જાળવવું

  • આજે કોઈપણ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવું નહીં

  • જો સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો જીવનસાથીને પરિવારના અન્ય સભ્યો સાથે વૈમનસ્ય સર્જાય

મિથુન (કછઘ)

  • તમારે તન, મન અને ધન આ ત્રણેય મુદ્દામાં સાવધાની રાખવાની છે

  • ગુરૂ અથવા જીવનસાથીના સહકારથી દિવસ સફળ બને

  • વિદેશ જવા માટે ઇચ્છુક જાતકોએ આજે સક્રીય થવું

કર્ક (ડહ)

  • ઉશ્કેરાટથી બચવું

  • જીવનસાથીના સંબંધમાં અચાનક કોઈ નિર્ણય ન લેવો

  • પરિવારમાં શાંતિ જળવાય

  • લાભ પ્રબળ બનતો જણાય છે

સિંહ (મટ)

  • આરોગ્યમાં પૂર્ણ સાવધાની રાખવી

  • નેત્રપીડા થઈ શકે છે.

  • જેમને યુરીક એસીડનો પ્રશ્ન હોય તેમણે વિશેષ સાચવવું

  • આર્થરાઈટીસથી પીડાતા જાતકોએ પણ સાવચેત રહેવું

કન્યા (પઠણ)

  • આપની માતા દ્વારા ધનસ્થાન પ્રબળ બને

  • સાંજના ચાર વાગ્યા પછી આનંદ ઉલ્લાસ વર્તાય

  • વકીલ મિત્રો માટે આજે સાનુકૂળતા

  • આજે સામાન્યતઃ આપ આપનો પક્ષ યોગ્ય રીતે મૂકી શકશો

તુલા (રત)

  • આજે અચાનક લાભ મળે

  • વાહન અકસ્માતતી સાચવવું

  • મુસાફરીના યોગ પણ વર્તાય છે

  • નાના-ભાઈ બહેનના કાર્યમાં વ્યસ્તતા રહે

વૃશ્ચિક (નય)

  • તમે હમણાં સંયમ રાખો

  • જીવનસાથી તરફથી તમને નૈતિક હિંમત મળશે

  • ધનસ્થાન પણ બળવાન બન્યું છે

  • આપ સક્રીય રહેશો પણ યોગ્ય-અયોગ્યનો વિચાર કરજો

ધન (ભધફઢ)

  • આજે આપબળ મજબૂત બન્યું છે

  • તપ અને સાધનાના વિચારો આવે

  • સાસરી પક્ષ સાથે ચર્ચા ટાળવી

  • પિતાનુ આરોગ્ય જાળવવું

મકર (ખજ)

  • પતિ અને પત્નીને ઐક્ય જળવાય

  • વિકાસની આ એક સારી નિશાની છે

  • મિત્રો દ્વારા પણ લાભ

  • વેપારની તકો પણ ઉજળી બની છે

કુંભ (ગશષસ)

  • એક પ્રકારે વિપરીત રાજયોગ સર્જાયો છે

  • પૂર્વની મહેનતનું ફળ આજે મળે

  • અથવા, આજની સખત મહેનતનું ફળ આગામી દિવસોમાં ઉત્તમ મળે તેવું પણ રચાયું છે

  • ગુસ્સો આજે નથી જ કરવાનો.

મીન (દચઝથ)

  • પરિસ્થિતિનો સામનો કરો

  • વિપરીત પરિસ્થિતિનો દોર શરૂ થયો છે

  • ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર

  • આ ઉક્તિનો ધ્યાનમાં રાખીને સક્રિય થજો

  • ગણેશજીની ઉપાસના કરજો. સરળતા રહેશે.


 


જીવનસંદેશ - સંપ-સુહૃદભાવ અને એકતા...


 


અમિત ત્રિવેદી