રાશિફળ 03 ડિસેમ્બર: આ રાશિના જાતકોને આટલું કરવાથી થઈ શકે છે લાભ
આજના દિવસને ઉત્પત્તિ એકાદશી પણ કહેવાય છે. આજે બુધદેવ પૂર્વમાં ઉદય થશે. આજે દેવીકવચનો પાઠ કરવો જોઇએ. દેવીકવચના પાઠથી ઘર-મકાનના શુભ સંકલ્પો સિદ્ધ થશે.
આજે 03 ડિસેમ્બર એટલે કે કાર્તિક વદ એકાદશી. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજના દિવસને ઉત્પત્તિ એકાદશી પણ કહેવાય છે. આજે બુધદેવ પૂર્વમાં ઉદય થશે. આજે દેવીકવચનો પાઠ કરવો જોઇએ. દેવીકવચના પાઠથી ઘર-મકાનના શુભ સંકલ્પો સિદ્ધ થશે.
હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
તા. 16. રવિ અને સોમવાર. રાતો અને ગુલાબી રંગ
તા.17. રવિવાર અને લીલો રંગ
તા. 18. શનિવાર અને ઘાટો રાતો અને કાળો
તારીખ | 3 ડિસેમ્બર, 2018, સોમવાર |
માસ | કાર્તિક વદ એકાદશી |
નક્ષત્ર | ચિત્રા |
યોગ | સૌભાગ્ય |
ચંદ્ર રાશી | કન્યા (પ,ઠ,ણ), બપોરે 2.54થી તુલા (ર,ત) |
આજે ઉત્પત્તિ એકાદશી છે
આજે બુધદેવ પૂર્વમાં ઉદય થશે
વ્રજમૂસળ યોગ સૂર્યોદય થી રાત્રે 2.50 સુધી
આજે દેવીકવચનો પાઠ કરવો
દેવીકવચના પાઠથી ઘર-મકાનના શુભ સંકલ્પો સિદ્ધ થશે
મેષ (અલઈ) | કાર્ય કરવાની ઇચ્છા ન થાય જોશ થોડો ઠંડો પડે પણ, જે કાર્ય કરશો તે દિલથી કરી શકશો આજે ટ્રસ્ટ, ધાર્મિકસ્થાન કે પરદેશથી લાભ |
વૃષભ (બવઉ) | સાંજે 4 થી 6ના સમય દરમિયાન વિહવળતા વ્યાપે કોઈની સાથે મતભેદ થઈ શકે આવકનો સ્રોત મજબૂત દેખાય છે મોજશોખ કરવાની પણ ઇચ્છા આપને થાય |
મિથુન (કછઘ) | આજે માનસિક ડર લાગે કાર્યમાં ગૂંચ પડી જાય ડિપ્રેશન જેવું વ્યાપી જાય આજે સૂર્યદેવની ઉપાસના કરજો |
કર્ક (ડહ) | વાહન અકસ્માતથી સાચવવું ખેતીવિષયક કાર્ય સાથે જોડાયેલાને લાભ પરિવારમાં સ્પષ્ટ વાણી બોલજો નહીંતર વધુ પીડાશો |
સિંહ (મટ) | અંતરમાં શાંતિ છવાયેલી રહે ખર્ચ વધુ થાય જીવનસાથી માટે ખર્ચ વધુ થાય ભાષામાં થોડી કડવી પણ બને |
કન્યા (પઠણ) | ભાષા, સાહિત્ય, વિદ્વતાસભર પુસ્તકો વાંચો લાયબ્રેરીની મુલાકાત પણ લેવાની ઇચ્છા થાય આપના દ્વારા શુભકાર્ય થઈ શકે છે પણ, આરોગ્ય જાળવજો |
તુલા (રત) | વેપારમાં નિર્ણય લેતા મન મૂંઝાય પેટની પીડા થોડી સતાવે મિત્રો દ્વારા લાભની અપેક્ષા કરી શકો છો સંબંધો ગાઢ બનાવવા પ્રતિ આપનો અભિગમ રહે |
વૃશ્ચિક (નય) | એસીડીટીની પીડાથી સાચવવું ધનસ્થાન પ્રબળ દેખાય છે પ્રવાસના યોગ પણ રચાયા છે આપના અધિકારીથી આપ નારાજ થાવ |
ધન (ભધફઢ) | શુભકાર્યમાં ખર્ચ થાય ચેરીટબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ માટે સાનુકૂળતા પૈતૃક સંબંધોમાં થોડું અંતરાય આવે રાજનીતિ સાથે સંકળાયેલાને લાભ |
મકર (ખજ) | છેતરામણી થઈ શકે છે વાતમાં સ્પષ્ટ રહેવું ગેરસમજ ન થાય તે જોવું આટલું કરવાથી લાભ થઈ શકે છે ગુહ્ય બિમારીથી સાવધ રહેવું |
કુંભ (ગશષસ) | જમીન-મકાનથી લાભ થાય જમીન મકાનની દલાલીના વ્યવસાય સાથેનાને લાભ શિક્ષણના વ્યવસાય સાથેનાને લાભ આપનું કાર્ય આજે દિપી ઊઠે |
મીન (દચઝથ) | આજે ભાગ્યનું બળ છે થોડા મોડા ઊઠવાની ઇચ્છા થાય સરકાર સાથે કંઈક જોડાણ થાય તે દિશામાં કાર્ય કરો સ્થાનાંતર પણ થઈ શકે છે |
જાત જાતના પુસ્તકોમાં પ્રચૂર માત્રામાં જ્ઞાન પિરસવામાં આવ્યું છે.
બધુ યાદ ન રહે તો વાંધો નથી પણ, મનની સ્વસ્થતા જાળવજો
મજબૂત મનોબળ રાખવાનો પ્રયત્ન કરજો
મન જીતે જગ જીતીયા આ ઊક્તિ ક્યારેય ભૂલવી નહીં...