રાશિફળ 30 જૂન: જે જાતકોના કાર્ય અટકતા હોય, તે કાર્યસિદ્ધિ મેળવવા કરે આ કામ, જાણો આજનું પંચાગ
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો
આજનું પંચાંગ
તારીખ 30, જૂન, 2018, શનિવાર
માસ જેઠ વદ બીજ
નક્ષત્ર ઉ. ષાઢા
યોગ વૈધૃતિ (શુભ યોગ નથી)
ચંદ્ર રાશી મકર
અક્ષર ખ, જ.
ભાગ્યાંક 2
દિન મહિમા
દર્શકમિત્રો આજે હનુમાનચાલીસાનો પાઠ તો કરજો જ વળી પાઠની આ પવિત્ર ચોપાઈનું પણ ગાન કરજો...
જેમના કાર્ય અટકતા હોય તે, કાર્ય સિદ્ધિ મેળવવી હોય તે આ ચોપાઈનો પાઠ સવાર-બપોર અને
સાંજે કરી શકે છે... આ ઉપાય સૌ માટે છે...
દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે. (20)
રામ દુઆરે તુમ રખવારે, હોત આજ્ઞા બિન પૈસા રે. (21)
1. શનિવાર છે. શનિદેવનો મંત્ર પણ આપું છું.
2. નિલાંજન સમાભાસં રવિપુત્ર યમાગ્રજં, છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરં..
(30-6-2018) દરેક રાશિ માટે કેવો રહેશે દિવસ તે જાણો
મેષ (અલઈ)
કાર્યક્ષેત્રે વળાંક આવી શકે છે.
નોકરી કરતા જાતકો માટે સંતોષજનક પરિસ્થિતિ
સવારે 10 વાગ્યા સુધીનો સમય સાનુકૂળ છે.
જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન બને.
વૃષભ (બવઉ)
પ્રેમ સંબંધોમાં વફાદારી જાળવવી આવશ્યક છે.
બપોર પછીના સમય લાભપ્રદ છે.
આંકડા સાથે એટલે કે એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલા જાતકોને આનંદમય દિવસ છે.
મિથુન (કછઘ)
આપને કાર્ય સિદ્ધિના યોગ છે.
પણ ઘરમાં મનદુઃખ ન થાય તે જોવું.
ખાસ કરીને જીવનસાથી સાથે વૈમનસ્ય ન સર્જાય તે જોવું.
જો આપ ભાગીદારીમાં વેપાર કરતા હોવ તો પણ જાળવવું.
કર્ક (ડહ)
ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે શુભ.
વળી, હા, માનસિક ઉશ્કેરાટ પર કાબૂ રાખવો.
નોકરીમાં બદલીના સંજોગો પણ દેખાય છે.
સિંહ (મટ)
કોઈ અદાલતી કાર્યવાહી ચાલતી હોય આજે મુદત લઈ લેજો.
જુલાઈની 3જી તારીખ સુધી આપે વિશેષ તકેદારી રાખવાની
રહેશે.
ખર્ચ વિશેષ થશે પણ જીવનસાથી સાથે સુમેળ રહેશે.
કન્યા (પઠણ)
વડીલો, મિત્રો વગેરે સાથે મિથ્યા વાદવિવાદથી બચવું.
લાભપ્રદ દિવસ છે.
લેખકો, ચિંતકો તેમજ વયસ્ક જાતકો માટે શુભ સમય છે.
વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વિચલીત ન થવાય તે જોવું.
તુલા (રત)
મિત્રો સાથે આનંદમાં દિવસ વિતાવશો.
કાર્યક્ષેત્રે ઊંઘ આવે આળસ આવે. નિરસતા દેખાય છે.
ઘરમાં વધુ સમય વિતાવવાની ઇચ્છા થાય.
વિદ્યાર્થી મિત્રો માટે શુભ સમય છે.
વૃશ્ચિક (નય)
ઝડપથી કાર્યમાં આપની ભૂલ થાય તે શક્યતા છે.
આપ આપનો હઠાગ્રહનો ત્યાગ કરજો.
અદાલતી કાર્યવાહીનો સામનો ન કરવો પડે તે માટે સચેત રહેજો.
ધન (ભધફઢ)
આજે તમે સલાહ-મસલત કરીને નિર્ણય લેજો.
તબિયત આજે નાદુરસ્ત થઈ શકે છે. સાચવજો.
ભાગ્યનો સાથ મળશે ખરો.
કોઈ મોટી બાબત દેખાતી નથી.
મકર (ખજ)
માનસિક પરીતાપ ઘટતો નથી.
મન વ્યગ્ર રહે છે પણ આજે સાનુકૂળતા દેખાય છે.
ઘર પરિવાર આપની પડખે ઊભો રહે.
આજે આપ શ્રી વિષ્ણુદેવની ઉપાસના કરજો.
કુંભ (ગશષસ)
આરોગ્ય જાળવજો.
કામમાં મન લાગે નહીં.
શક્ય હોય તો આજે કાર્યક્ષેત્રે મન તદ્દન શાંત રાખજો.
આપના અધિકારીનો સહકાર મળશે.
વિદ્યાર્થી મિત્રો માટે સંતોષપ્રદ દિવસ છે.
મિન (દચઝથ)
આપના ઈષ્ટદેવની પૂજા કરી ઘરની બહાર પ્રસ્થાન કરજો.
બપોર પછીનો સમય સાનુકૂળ છે.
સંતાન સંબંધી કોઈ ચિંતા સતાવે અથવા તે સંબંધી કાર્યરત રહેવાય.
પોતાના કાર્યમાં આજે વિશેષ પ્રેમ જાગે.