રાશી ભવિષ્ય (7-7-2018)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજનું પંચાંગ


તારીખ 7 જુલાઈ, 2018 શનિવાર
માસ જેઠ વદ નોમ
નક્ષત્ર રેવતી
યોગ અતિગંડ
ચંદ્ર રાશિ મીન (સવારે 7.40 પછી ચંદ્ર મેષ રાશિમાં) અક્ષર દચઝથ (અલઈ)


(7-7-2018)


મેષ (અલઈ)


  • ઘરના કાર્યમાં આજે વ્યસ્તતા વધુ જળવાય.

  • સૂર્યદેવની કૃપા આપની ઉપર વિશેષ રહે.

  • આરોગ્ય ઉત્તમ રહે.

  • સરકારી કામકાજમાં સફળતા.


વૃષભ (બવઉ)


  • પ્રેમીજનોને સંબંધોમાં ચડઉતર થાય.

  • સંબંધોમાં તિરાડ પડે, તૂટે નહીં થોડા દિવસો પછી પ્રયત્ન કરો તો એ સંબંધ જોડાઈ પણ જાય.

  • આપની વાતની અવળો અર્થ પણ નીકળી શકે છે માટે કોમ્યુનિકેશન સાવચેતીથી કરવું.


મિથુન (કછઘ)


  • આજે સારા સમાચાર પ્રાપ્ત થશે.

  • જેનાથી ધન સ્થાન તો પ્રબળ બનશે

  • પણ, માન, પ્રતિષ્ઠામાં પણ ઉમેરો તશે.

  • રક્તસ્રાવથી સાવચેત રહેવું.


કર્ક (ડહ)


  • અંતરમાં શુભભાવના પ્રગટે,

  • કામ એ જ પૂજા એવો અનુભવ કરો.

  • ગમે તેવી પરિસ્થિતિમાં આપ પ્રફુલ્લિત રહેશો.

  • શારીરિક તકલીફનો અંત આવતો જણાય.


સિંહ (મટ)


  • આજે તમારું કહ્યું સામો પક્ષ માનશે.

  • ઘરમાં કોઈ નવું વાહન વસાવો અથવા તે અંગે વિચારો તેવું બને.

  • તમે માનસિક સ્વસ્થતા જાળવજો.

  • અચાનક કોઈ વિચાર તમને ગહન વિચારમાં ખેંચી જાય.


કન્યા (પઠણ)


  • મેડીકલ દવાનો વ્યવસાય કરતા જાતકોએ આજે સાચવવું.

  • લાભ ગૂંચવાઈ જાય. સ્ટોક અંગે સાવધાન રહેવું.

  • વળી, કન્યા રાશીના અન્ય જાતકોએ નોકરીના સ્થળે સાવધ રહેવું.

  • મન દુઃખની શક્યતા જણાય છે.


તુલા (રત)


  • અનઅપેક્ષિત ધનલાભ થઈ શકે છે.

  • મેનેજમેન્ટ ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ આજે વિશેષ સાવધાની રાખવી.

  • લેખક મિત્રો આજે થોડું અસુખ અનુભવી શકે છે.


વૃશ્ચિક (નય)


  • યાત્રા-પ્રવાસ થઈ શકે છે.

  • કાર્યના સંદર્ભમાં અચાનક બહારગામ જવાનું થાય.

  • માતાનું આરોગ્ય સાચવવું.

  • ઈશ્વર ઉપર શ્રદ્ધા ડગાવતા નહીં ખાસ કહું છું.


ધન (ભધફઢ)


  • પરિસ્થિતિ સુધારા ઉપર છે ચિંતા કરશો નહીં.

  • ધંધામાં નસીબ યારે આજે ન આપે તેવી શક્યતા.

  • પણ, સંતાન તરફ શુભ સમાચાર મળે.

  • વિદ્યાર્થી મિત્રોને આજે કોઈ પરીક્ષા હોય તો તેમાં સફળતા મળે.


મકર (ખજ)


  • આવેશ ઉપર આજે કાબૂ રાખજો.

  • જીવનસાથી સાથે પણ સુમેળ રાખવો.

  • ઘરના કામમાંથી આજે નવરાશ ન મળે તેવું બને.

  • ધનસ્થાન પ્રબળ દેખાય છે.


કુંભ (ગશષસ)


  • આપ ધાર્મિક છો છતાં ઇશ્વર થોડી વધુ પરીક્ષા લઈ રહ્યો છે તેવું આપને લાગે.

  • જીવનસાથી દ્વારા આજે સહકાર મળશે.

  • ઈશ્વરની પરીક્ષામાં સફળ થયા હોવ તેવું આજે લાગે.

  • ટૂંકમાં આનંદપૂર્ણ દિવસ વીતશે.


મિન (દચઝથ)


  • અચાનક ધનલાભ થઈ શકે છે.

  • પણ, લક્ષ્મી તો ચંચળ છે તેવો આજે તમને અહેસાસ વિશેષ થાય.

  • ભાષા ઉપર ખાસ સંયમ રાખજો.

  • આંખમાં આજે વિશેષ પાણી અથવા ઝળજળયા વળે આપ આંખોની આજે દરકાર રાખજો.


અમિત ત્રિવેદી