અમદાવાદ: નક્ષત્ર હંમેશા તેમની ચાલ બદલતા હોય છે. આ નક્ષત્રોની આપણા જીવન પર પણ મોટી અસર પડે છે. જ્યોતિષવિદ્યા અનુસાર, આ ગ્રહ અને તારામંડળ તમારા જન્માક્ષરના કયા ઘરમાં જઇ રહ્યાં છે, તે મુજબ, તમારું જીવન પ્રભાવિત થાય છે. દૈનિક બદલાતા ગ્રહોને કારણે, રોજિંદા દિવસ પણ જુદો હોય છે. ક્યારેક આપણે સફળતા મેળવીએ છીએ, તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે તમારો દિવસ કેવો રહેશે જાણો અમારા આજના આ રાશિફળમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ: તમારુ વ્યક્તિત્વ આકર્ષક રહશે. મન પણ મજબૂત રહેશે. ઘર, જમીન-સંપત્તિથી સંબંધિત કેટલીક સરસ અને નવી તકો મળી શકે છે. તમે ઑફિસમાં કેટલાક અધૂરા કામો પુરા કરવામાં લાગ્યા રહેશો. તમારા મનની શંકાઓ પણ દૂર થઈ શકે છે. જે ફેરફારો થઇ રહ્યાં છે તે તમારી પ્રગતિ માટે પણ મહત્વપૂર્ણ છે. કુટુંબ અને સમાજના લોકો તમારા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.


વૃષભ: આજે, જો તમે થોડો ઉત્સાહ અને ચિંતા દર્શાવો છો, તો મહેનતથી પણ સફળતા મળી શકે છે. વિચારેલા કાર્ય સરળતાથી પૂર્ણ થવાનો યોગ છે. આજે તમે આગામી દિવસો માટે યોજના બનાવી શકો છો. કોઇ ખાસ વ્યક્તિ સાથે તમે તમારા મનની વાત શેર કરશો. તમે પણ કેટલાક મોટા નિર્ણયો લઈ શકો છો. માતાથી ખુશી મળશે. વેપાર વધવાનો યોગ છે.


મિથુન: મૂંઝવણનો સામનો કરવાના પ્રયત્નમાં તમે સફળ થઇ શકો છો. ધૈર્ય અને પ્રયત્ન વ્ચ્ચે સંતુલન રાખશો, તમે મોટાભાગની સમસ્યાઓ હલ થઇ શકે છે. ધન લાભનો યોગ બની રહ્યો છે. કોઈ એક વ્યક્તિ સાછે તમારા સંબંધો સુધારવાનો યોગ બની રહ્યો છે. કોઈપણ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં અધિકારીઓ તમારાથી ખુશ થઈ શકે છે. નવી જવાબદારીઓ મળવાની શક્યતાઓ પણ છે.


કર્ક: સમસ્યાઓ છુટકારો મેળી શકે છે. કોઇ નવી ટેકનોલોજીને લીધે તમારું કાર્ય સરળ થઇ શકે છે. તમે આજે કોઈપણ નવું સાધન પણ ખરીદી શકો છો. કોઇ નવા વિચાર પર કામ કરી શકો છો. નવા વિચારો, ટેકનોલોજી તમારા માટે અસરકારક અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં પરિવારની મદદથી સફળતા મળી શકે છે. નવો વ્યવસાય શરૂ થઈ શકે છે. પ્રેમમાં સફળતા મળવાનો યોગ છે.


સિંહ: તમારા મનમાં કેટલાક મોટા વિચારો આવી શકે છે. વિશ્વાસપાત્ર લોકો પાસેથી સમય પર સાચી સલાહ અને મદદ મળી શકે છે. તમે તમારી પ્રતિભા દેખાળવામાં સફળ થઇ શકો છો. ભણવા અને કંઇક નવું શિખવામાં રૂચિ થશે. વ્યવસાય અથવા નોકરીના કામથી યાત્રા થઇ શકે છે. ધૈર્ય રાખો અને તમારા માટે સારું કાર્ય પણ થશે. વિચારેલા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો.


કન્યા: કારકિર્દીમાં પરિવર્તનના સંદર્ભમાં સમય સારો કહીં શકાય છે. સ્વચ્છ અને નબળા વિશે વાત કરવાથી સમસ્યાઓ ટાળી શકો છો. તમે મિત્રો અને સંબંધીઓ પાસેથી પણ મદદ મેળવી શકો છો. ધન લાભનો યોગ છે. કરેલા કાર્યોમાં ફાયદો થઈ શકે છે. સંબંધો સુધારવાનો યોગ છે. દરેકનું આદર કરો. તમારા નિર્ણયમાં કેટલીક ચોકસાઈ હોઈ શકે છે. વ્યવસાયમાં સફળતા મળી શકે છે. લગ્ન યોગ્ય લોકોને પ્રસ્તાવ મળી શકે છે. કોઇ મોટો નિર્ણય લેતા પહેલા તમારી પાસેના વ્યક્તિઓથી સલાહ લઇ શકો છો.


તુલા: અવિવાહિત લોકોની લવ લાઇફ સારી બની શકે છે. પરણિત લોકોને પણ પાર્ટનર પાસેથી પણ મદદ મળી શકે છે. જીવનસાથી સાથેનો તમારો સંબંધ સારો રહેશે. કાર્ય ક્ષેત્રના કેટલાક લોકો પાસેથી મદદ મળી શકે છે. હરવા-ફરવા અને મનોરંજનમાં સમય પસાર થઇ શકે છે. આજે કેટલાક સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયમાં વ્યસ્ત રહી શકો છો. નોકરીમાં નવું કામ મળવાનો યોગ્ય છે. કંઇક નવું શીખવા પણ મળી શકે છે. આવકના નવા રસ્તાઓ ખુલી શકે છે.


વૃશ્ચિક: મહેનત ઓછી કરશો અને ફાયદો વધારે થઇ શકે છે. તમે કોઈની સાથે કોઇ ખાસ વાતચીત કરી શકો છો, જેનો ફાયદો તમારી કારકિર્દી થઇ શકે છે. સાથે કામ કરતો કોઈપણ વ્યક્તી, તમારી કારકિર્દી સંબંધિત બાબતોમાં ઘણી મદદ કરી શકે છે. આજે તમે ખુશ રહેશો. કાર્યક્ષેત્રના મોટા કામો ધીરજની સાથે કરશો. જે રીતે તમે વાત કરશો, તેનાથી અન્ય તમારી તરફેણમાં થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા માટે સ્થિતીઓ સારી હોય શકે છે.


ધન: તમારા મનની વાત કોઇને કહેવા માંગો છો કો કહીં દો. આજે તમે દરેવક વસ્તૂ પર ધ્યાન આપશો. પોતાના મનની વાત સાંભળવાનો પ્રયત્ન કરો. આજે તમે કોઇ રહસ્યને જાણવાના પ્રયત્નમાં રહેશો. તમારી જવાબદારીઓ પણ વધી શકે છે. કારોબાર માટે નવા લોકોથી કોન્ટેક્ટ કરવો પડી શકે છે. દામ્પત્ય જીવનમાં આનંદનો યોગ છે. જીવનસાથી પાસેથી આદર મળશે.


મકર: તમારી કોઇપણ મોટી સમસ્યા પૈસા વડે હલ કરી શકો છો. આવકના ઘણા રસ્તાઓ ઉભા થઇ શકે છે. આજે કામકાજ વધારે હોય શકે છે. બોસ સાથે વાત કરવામાં સફળતા મળી શકે છે. વ્યાપારમાં લાભ થવાનો યોગ છે. સાથીદારો પાસેથી મદદ મળી શકે છે. પાર્ટનરના સહયોગથી તમે સફળ થઇ શકો છો. દૌનિક કાર્ય પૂર્ણ થઇ શકે છે અને તમારુ સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે.


કુંભ: નોકરીઓ અને વ્યવસાય કરનાર લોકો તેમના કામથી સંતુષ્ટ થઈ શકે છે. મોટા અધિકારીઓ પણ વાટાઘાટો થવાની સંભાવના છે. કોઇની મદદ કરવાની તક મળી શકે છે. દુશ્મનો પર જીત મળશે. આજે તમને સંબંધોનો લાભ મળી શકે છે. બાળકથી આનંદ મળશે. વ્યવસાયમાં સફળતાનો યોગ છે. અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે. પતિ અને પત્ની વચ્ચે સંવાદ થશે. તમારા માતા-પિતાના આશીર્વાદ લો.


મીન: ધન લાભની મોટી તક મળી શકે છે. પૈસા ક્ષેત્રમાં સારા ખાસ સુધારા થવાનો યોગ છે. કેટલાક પ્રસંગોનો લાભ મળી શકે છે. અચાન્ક ધ્યાન લાભ થઇ શકે છે. રોકાણ સૂચનો પર નિર્ણય તમારા પ્રમાણે કરો. આસપાસના લોકો અથવા સાથે કામ કરતા લોકોની પ્રશંસા કરો. તમારો આત્મવિશ્વાસ પણ વધી શકે છે. સુખ મળશે. ક્યાંયથી કોઇ સારા સમાચાર મળી શકે છે. વ્યવસાય સોરો ચાલશે. કાર્યસ્થળ પર માહોલ સોરો મળી શકે છે.