દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – નકારાત્મકતા દૂર કરવા શું કરવું.


  • સ્નાન કરતી વખતે જળમાં ચપટી હળદર નાંખી તેનાથી સ્નાન કરવું.

  • હાથ રુમાલ ઉપર અત્તર લગાડવું.

  • રાત્રે મીઠાના પાણીથી હાથ ધોઈ નાંખવા.

  • ક્યારેય મદિરાપાન કરવું નહીં.

  • દક્ષિણાવર્તી શંખમાં જળ ભરી સમગ્ર ઘરમાં તે જળનો છંટકાવ કરવો.


તારીખ

7 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર

માસ

શ્રાવણ વદ બારશ

નક્ષત્ર

પુષ્ય

યોગ

પરીઘ

ચંદ્ર રાશી

કર્ક (ડ, હ)


  1. તેરશનો ક્ષય છે.

  2. રાજયોગ સૂર્યોદયથી સવારે 9.13 સુધી

  3. શુક્રવાર છે. કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરી શકાય.

  4. મહાલક્ષ્મીને અને આપની કુળદેવીને કમળનું પુષ્પ અર્પણ કરવું.

  5. સવારે 9.13 સુધી રાજયોગ છે તો આ સમય દરમિયાન કનકધારાસ્તોત્રનો પાઠ કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.


મેષ (અલઈ)

  • સ્થાનાંતરના યોગ સૂચવે છે

  • ધાર્મિક યાત્રાપ્રવાસના યોગ પણ છે.

  • શુભસમાચાર પ્રાપ્ત થાય અથવા કાર્ય સંપન્ન થયાના સમાચાર પ્રાપ્ત થાય.

વૃષભ (બવઉ)

  • કર્મચારીઓ સાથે મદભેદ થઈ શકે છે

  • અર્થનો અનર્થ પણ સર્જાઈ શકે છે

  • કોઈ નોંધપાત્ર સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

મિથુન (કછઘ)

  • સ્નાયુની બિમારીથી સાચવવું

  • ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ તકેદારી રાખવી

  • સરકારી કર્મચારીને બદલી સાથે બઢતીના યોગ

કર્ક (ડહ)

  • નફામાં નુકસાનની સ્થિતિ રચાઈ શકે

  • ઘરમાં ઘરેણાની ખરીદી થઈ શકે છે.

  • માતા તરફથી કોઈ ભેટ પ્રાપ્ત થવાના યોગ

સિંહ (મટ)

  • પ્રતિભા ખરડાય નહીં તેનું ધ્યાન રાખજો

  • દિલને દુઃખ પહોંચે તેવી ઘટના બની શકે

  • જીવનસાથીના મોટાભાઈના કાર્યમાં વ્યસ્તતા રહે

કન્યા (પઠણ)

  • કાર્ય કરતા મન પાછું પડે

  • અચાનક લાભ પ્રાપ્ત થાય

  • પરિવારમાં વૈભવપૂર્ણ વાતાવરણ રહે

તુલા (રત)

  • પરિવારમાં આંતરિક સંબંધો ગૂચવાય

  • રાજનીતિ સાથે સંકળાયેલાને સાનુકૂળતા

  • કોઈની સાથે ઝઘડાથી બચવું

  • સંધ્યા સમયે સાનુકૂળતા રહે

વૃશ્ચિક (નય)

  • આવક જળવાય

  • પ્રવાસના યોગ છે પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે

  • જીવનસાથી સાથે વૈમનસ્ય સર્જાઈ શકે છે.

ધન (ભધફઢ)

  • આપનું આરોગ્ય જોખમાય

  • માતા સાથે વૈમનસ્ય સર્જાઈ શકે છે.

  • સાસરી પક્ષ સાથે પણ સંયમપૂર્ણ વ્યવહાર રાખવો

મકર (ખજ)

  • ખાસ કરીને સ્ત્રી જાતકોએ ગુહ્યબિમારીથી સાચવવું

  • જીવનસાથી સાથે આનંદપૂર્ણ સમય વીતે

  • વાહન અથવા નવી ઈલેક્ટ્રોનીક ચીજવસ્તુની ખરીદી

કુંભ (ગશષસ)

  • એસીડીટીથી સાચવવું

  • જો કોઈ દર્દથી પીડાતા હોવ તો આજે વિશેષ સાવધાની રાખવી

  • નોકરી કરતા વર્ગને કાર્યસ્થળે સુખસગવડમાં ઉમેરો થાય

મીન (દચઝથ)

  • પ્રિયજન સાથે મનમોટાવ થઈ શકે છે.

  • શેરસટ્ટામાં આજે સંભાળીને કાર્ય કરવું.

  • બપોર પછી ખુશનુમા વાતાવરણનું નિર્માણ થાય.


અમિત ત્રિવેદી