દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ (અલઈ)

  • માતા સાથે મિથ્યા વિવાદ ટાળજો.

  • આપનું પરાક્રમ સ્થાન આજે બળવાન છે.

  • અટકેલા કાર્ય પૂર્ણ થવાની શક્યતા વર્તાય છે.

  • યશ-માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃષભ (બવઉ)

  • વૈભવ અને સમૃદ્ધિ વધારવા માટે વધુ આશાવાન બનશો.

  • મુસાફરી દરમિયાન મુશ્કેલી વધી શકે છે.

  • ધર્મકાર્યો કરવા માટે ઇચ્છા પ્રબળ બને.

મિથુન (કછઘ)

  • પિતા સાથે વાદવિવાદ ટાળજો.

  • આપ અંતરદૃષ્ટિ પણ કરજો. એટલે કે જાતતપાસ અવશ્ય કરજો.

  • એલર્જીથી આપ ચેતજો. પેટ સંબંધી તકલીફ થઈ શકે છે.

કર્ક (ડહ)

  • સંતાનના કાર્યમાં આપ વધુ પ્રવૃત્ત રહેશો.

  • પણ, સંતાનનો એટલો સહકાર કદાચ ન મળે.

  • ઘરમાં ખર્ચ કરતા પહેલા બજેટ અવશ્ય જાળવજો.

  • નહીંતર જરૂર કરતા વધુ ખર્ચ થઈ જશે. અને પાછળથી પસ્તાશો.

સિંહ (મટ)

  • હમણાં તો આપ બળવાન છો.

  • પણ બળનો અતિરેક ન કરતા.

  • હરવા ફરવાના દિવસ છે.

  • કાર્ય સિદ્ધિના યોગ પણ છે.

  • મૂંઝવણથી છૂટકારો મળી રહ્યો છે.

કન્યા (પઠણ)

  • નવું ઘર લેવાનું વિચારો છો પણ,

  • હમણાં ઘરમાં રીપેરીંગ કરીને ચલાવી લો.

  • લોન લેવામાં આપને વિઘ્નો નડશે. માટે થોડું થોભી જજો.

તુલા (રત)

  • વેપારી મિત્રોને સાનુકૂળતા.

  • ફિલ્મ અને ટી.વી. ક્ષેત્રે સંકલાયેલા જાતકોને સાનુકૂળતા.

  • કાર્ય અર્થે બહારગામ જવાના યોગ છે. અને સાથે સફળતા પણ દર્શાવે છે.

વૃશ્ચિક (નય)

  • બે દિવસ થોડો સંયમ રાખજો.

  • ભાગ્યનો સાથ હમણાં તમને ઓછો પડશે.

  • ઘરમાં પણ આપે સંયમ અને શાંતિ જાળવવાની રહેશે.

ધન (ભધફઢ)

  • શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભપ્રદ દિવસ છે.

  • પ્રતિપક્ષનો સાથ પણ મળે.

  • જમીન મકાન વેચવા માંગતા હોય તો સક્રીય થજો.

  • વિદેશ યોગ પણ પ્રબળ બન્યો છે.

મકર (ખજ)

  • જીવનસાથી અને ભાગીદાર વડે નૈયા પાર લાગશે.

  • આપના માટે આપનો પરિવાર મદદે આવશે.

  • આપનો જીવ કચવશો નહીં.

  • બધુ સારું જ થવાનું છે.

કુંભ (ગશષસ)

  • રાજનીતી સાથે સંકળાયેલા જાતકોને સાનુકૂળતા.

  • આરોગ્યની જાળવણી વિશેષ કરજો.

  • કાગળ, ટાઈલ્સ, લાકડા અને સિવિલ સપ્લાય સાથે જોડાયેલા જાતકોને સાનુકૂળતા છે.

મિન (દચઝથ)

  • વાતાવરણની અસર ઝડપથી થઈ જશે. સાચવજો.

  • ઊતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર.

  • આ ઉક્તીને મનમાં રાખજો.

  • ખૂબ ઊંડા વિચારોમાં ખોવાઈ ન જતા.

  • જીવનસાથી સાથે આજે સંવાદ કરજો. કાર્યમાં સરળતા રહેશે.