દલાઈ લામાએ બાળકને કિસ કરી અને કહ્યું...... સોશિયલ મીડિયા પર થયો વિરોધ, વીડિયો વાયરલ થતાં બબાલ
Dalai Lama objectionable video: આ પહેલીવાર નથી જ્યારે દલાઈ લામા વિવાદમાં ફસાયા હોય. અગાઉ, તેણે 2019 માં એમ કહીને વિવાદનો સામનો કર્યો હતો કે જો તેની અનુગામી સ્ત્રી બનવાની હોય, તો તે `આકર્ષક` હોવી જોઈએ. તેમની આ ટિપ્પણીની દુનિયાભરમાં ટીકા થઈ હતી.
નવી દિલ્હીઃ દલાઈ લામાનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે એક સગીર છોકરાને હોઠ પર કિસ કરે છે. આ પછી તે આ બાળકને તેની જીભ ચૂસવાનું કહે છે. આ વીડિયો સામે આવતાં જ તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. આ અંગે સોશિયલ મીડિયા પર લોકો ધાર્મિક નેતાની આકરી ટીકા કરી રહ્યા છે. ટ્વિટર પર આ વીડિયો પર યુઝર્સ ગુસ્સામાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે દલાઈ લામા વિવાદોમાં ફસાયા હોય.
ટ્વિટર પર ગુસ્સો
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં સગીર યુવક દલાઈ લામાને સન્માન આપવા માટે તેમની સામે ઝુકે છે. આ દરમિયાન ધર્મગુરૂ તેના હોઠ પર કિસ કરે છે. ત્યારબાદ વીડિયોમાં તે બાળકને કહેતા જોવા મળે છે કે તે તેની જીભ ચૂસી શકે છે? વીડિયોને સેર કરતા ટ્વિટર યૂઝર બૂસ્ટ બ્રૂકર્સે લખ્યુ- તો દલાઈ લામા એક બુદ્ધિસ્ટ કાર્યક્રમ દરમિયાન એક ભારતીય બાળકને કિસ કરે છે. ત્યારબાદ તેની જીભ ટચ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ વીડિયોમાં તે જીભને સક કરવાની વાત કહેતા જોવા મળે છે. કોઈ કહી શકે તે આ કેમ કરશે?
આ પણ વાંચોઃ કેટલાક IIT ની ડિગ્રી લઈને પણ અશિક્ષિત, સાબિત થઈ ગયું, LG એ કેજરીવાલ પર કર્યો કટાક્ષ
પ્રથમવાર વિવાદ નહીં
તેને અયોગ્ય ગણાવતા અન્ય યુઝર દીપિકા પુષ્કર નાથે કહ્યું કે દલાઈ લામાના આ વર્તનને બિલકુલ યોગ્ય ઠેરવી શકાય નહીં. જસ ઓબેરોયે ટ્વીટ કર્યું કે હું શું જોઈ રહ્યો છું? આ માટે તેની ધરપકડ થવી જોઈએ. જણાવી દઈએ કે દલાઈ લામા પહેલા પણ વિવાદોમાં રહ્યા છે. વર્ષ 2019 માં, દલાઈ લામાએ કહ્યું હતું કે જો કોઈ મહિલા તેમની અનુગામી બને છે, તો તે ખૂબ જ આકર્ષક હોવી જોઈએ. આ ટિપ્પણી દલાઈ લામાએ એક બ્રિટિશ બ્રોડકાસ્ટરને આપેલા ઈન્ટરવ્યુમાં કરી હતી. જોકે બાદમાં તેણે આ માટે માફી માંગી હતી.
ચીન સાથે છે વિવાદ
ગયા મહિને, દલાઈ લામાએ યુએસમાં જન્મેલા મોંગોલિયન છોકરાનું નામ 10મા ખલખા જેત્સુન ધંપા રિનપોચે તરીકે આપ્યું હતું. તે તિબેટીયન બૌદ્ધ ધર્મમાં ત્રીજા ક્રમે છે. તિબેટીયન બૌદ્ધ ધર્મમાં ત્રીજા ક્રમના સર્વોચ્ચ લામા તરીકે આઠ વર્ષના છોકરાની નિમણૂક કરવાના પગલાથી ચીન નારાજ થવાની સંભાવના છે. ચીન એ વાત પર અડગ છે કે તે તેની સરકાર દ્વારા ચૂંટાયેલા બૌદ્ધ નેતાઓને જ માન્યતા આપશે. ચીને દલાઈ લામા પર તિબેટમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત તે સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન (CTA) ને માન્યતા આપતું નથી. CTA ભારત, નેપાળ, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અંદાજે 30 દેશોમાં વસતા અંદાજે 100,000 દેશનિકાલ કરાયેલ તિબેટીયનોનું પ્રતિનિધિત્વ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube