બોધગયાઃ બૌદ્ધ ધર્મગુરૂ દલાઈ લામાને ધમકી આપનાર મહિલાને બિહારની ગયા પોલીસે શોધી લીધી છે. ગયા પોલીસે મહિલાની અટકાયત કરી છે અને પૂછપરછ કરી રહી છે. શંકાસ્પદ ચીની મહિલા જાસૂસની ઉંમર લગભગ 50 વર્ષ હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર પોલીસે ચીની જાસૂસની બોધગયાના કાલચક્ર ગ્રાઉન્ડ બહારથી અટકાયત કરી છે. આ જગ્યા પર દલાઈ લામા દરરોજ પ્રવચન આપવા આવે છે. બિહાર પોલીસ પ્રમાણે શંકાસ્પદ ચીની મહિલાનું નામ Song Xiaolan છે. પોલીસે ચીની મહિલાની પૂછપરછમાં મદદ માટે એક ચીની અનુવાદકને બોલાવ્યો છે. મહિલાની બોધગયા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ થઈ રહી છે. 


સૂત્રોનું કહેવું છે કે મહિલા 2019માં ભારત આવી હતી. ત્યારબાદ ચીન પરત ફરી હતી. ત્યારબાદ તે બીજીવાર ભારત આવી અને પછી નેપાળ ગઈ હતી. તે નેપાળમાં થોડા દિવસ રહ્યાં બાદ ફરી બોધગયા પહોંચી હતી. ગયા સિટી પોલીસના એસપી અશોક પ્રસાદ તેની પૂછપરછ કરી રહ્યાં છે.


નોંધનીય છે કે આ પહેલા બિહાર પોલીસે શંકાસ્પદ જાસૂસ મનાતી ચીની મહિલાનો સ્કેચ જારી કર્યો હતો. આ વચ્ચે બોધગયામાં દલાઈ લામાની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બૌધ ધર્મગુરૂને ચીનની આ મહિલાએ ધમકી આપી હતી. 


આ પણ વાંચોઃ BY-BY 2022: દેશમાં બનેલી આ પાંચ ઘટનાઓ માટે યાદ રહેશે વર્ષ 2022, તમે પણ જાણો


ધમકી પર દલાઈ લામાની પ્રતિક્રિયા
તો આ ધમકીને લઈને દલાઈ લામાએ કહ્યુ કે, મારામાં ક્રોધ ભડકાવનાર પ્રત્યે મારા મનમાં કોઈ દુર્ભાવના નથી. નોંધનીય છે કે દલાઈ લામા આશરે એક મહિનાના બોધગયાના પ્રવાસ પર છે. તેમની સુરક્ષાને લઈને તિબેટ મંદિરથી લઈને મહાબોધિ મંદિર સુધી આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube