જયપુરઃ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના મલસીસર ગામમાં બહુપ્રતિક્ષિત યોજના કુંભારામ આર્ય લિફ્ટ પરિયોજનાનો ડેમ તુટ્યો છે. આ ઘટના સર્જાતા કરોડો લીટર પાણીનો બગાડ થયો છે. ડેમ તુટવાના કારણે કોઈ જનહાનિની જાણ થઈ નથી. આ ઘટના સર્જાતા 1 કિલોમીટર સુધી પાણી ફેલાયુ હતું. મહત્વનુ છે કે, મલસીસર ગામની પાસે પાણી સ્ટોરેજ ડેમ, પંપ હાઉસ, લોરિંગ હાઉસ બનાવવામાં આવેલા છે. શનિવારે એકાએક ડેમમાંથી પાણી બાહર આવવા લાગયુ હતું. ડેમનુ પાણી પંપ હાઉસ અને લોરિંગ હાઉસની મશીનરીમાં ઘુસ્યુ હતુ. જેથી પ્રોજે ટને નુકસાન થયુ છે.


આ ઘટનાની જાણ થતા મામલતદાર જીતુસિંહ રાણા અને પોલીસ અધિકારી પન્નાલાલ ગુર્જર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહત્વનુ છે કે, આ યોજનાની શરૂઆત ઓગસ્ટ 2013માં થઈ હતી. 30 જુલાઈ 2016 સુધી આ પ્રોજે ક્ટનુ કામ પુર્ણ થવાનુ હતુ. આ યોજના 588 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. આ ટેંકની ક્ષમતા 15 લાખ ક્યુબિક લીટર પાણી છે.