Dance Video: ઈન્ટરનેટ આજે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું જોવા મળે તે કહી શકાય નહીં. ક્યારેક એવા વીડિયો પણ મળે છે જે ભાવુક કરી દે તો ક્યારેક એવા મળે જે હસી હસીને પેટ દુખી જાય. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઈરલ થયો છે જે જોઈને હસી પડશો. સ્ટેજ પર બે યુવતી ડાન્સ કરી રહી છે પરંતુ અચાનક એવું થાય છે કે ત્યાં હાજર લોકોને સમજમાં જ નથી આવી રહ્યું કે આ શું થાય છે. વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અચાનક ઝઘડવા માંડી યુવતીઓ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર યુવતીઓ ડાન્સ પરફોર્મ કરી રહી છે, સામે મોટી સંખ્યામાં લોકો ઊભા છે. જે યુવતીઓનો ડાન્સ જોવા પહોંચ્યા છે. શરૂઆતમાં તો બધુ ઠીક જોવા મળે છે પરંતુ બીજી જ પળે ડાન્સ કરી રહેલી બે છોકરીઓ પરસ્પર લડી પડે છે. બંને એકબીજાના વાળ ખેંચીને લડી રહી છે. થોડીવાર આમ ચાલે છે અને જ્યારે એક વ્યક્તિ તેમાં વચ્ચે પડે છે તો જે થયું તે વિચારી નહીં શકો. બંનેને અલગ કરવા પહોંચેલા વ્યક્તિને પણ આ યુવતીઓએ આડે હાથ લઈ લીધો અને તેની પીટાઈ શરૂ કરી દીધી. બંને લાતો મારી મારીને પેલાને અધમૂઓ કરી નાખ્યો. 



આ મજેદાર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો જોવાઈ રહ્યો છે. નેટિઝન્સ પણ આ વીડિયો પર ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર official_viralclips નામના પેજ ઉપર પણ અપલોડ કરાયો છે. અન્ય કેટલાંક યૂઝરે પણ આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો વિશે પુષ્ટિ થઈ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube