નવી દિલ્હી/ચંડીગઢ: દિગ્ગજ મહિલા પહેલવાન બબીતા ફોગટે હરિયાણા પોલીસ ઈન્સ્પેક્ટર પદેથી રાજીનામું આપ્યું જેનો સ્વીકાર કરી લેવાયો છે. કહેવાય છે કે બબીતા ફોગટ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પર દાદરી કે બાઢડા બેઠકથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. થોડા દિવસ પહેલા જ બબીતાએ પિતા મહાવીર ફોગટ સાથે કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત માસે જ ઈન્ટરનેશનલ રેસલર બબીતા ફોગટે ટ્વીટર પર લખ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને રાજાકારણમાં નવી શરૂઆત કરવા જઈ રહી છું. તમને બધાને પણ આહ્વાન કરું છું કે તમે પણ ભાજપ સાથે જોડાઈને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હાથ મજબુત કરો. 


પાર્ટીના સૂત્રોના જણાવ્યાં મુજબ બબીતા દાદરી કે બાઢડાથી ટિકિટનો દાવો કરી રહી છે. આ બાજુ ભાજપ દાદરીથી બિન જાટને ટિકિટ આપવાનું મન બનાવી રહ્યો છે. બબીતા અગાઉ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP) માટે પ્રચાર કરી ચૂકી છે. આ બાજુ મહાવીર ફોગટ જેજેપીથી ખેલ વિંગના પ્રદેશાધ્યક્ષ રહી ચૂક્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...