રાયપુર : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ મંગળવારે ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનાં વાહનનેવિસ્ફોટ કરીને ઉડાવી દીધું હતું. હુમલામાં ધારાસભ્ય ભીમા મંડાવીનું નિધન થઇ ગયું હતું. તેમના ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું હતું. ત્રણ જવાન પણ શહીદ થયા હતા. જો કે ધારાસભ્ય બુલેટપ્રુફ ગાડીમાં હતા પરંતુ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેમની ગાડીનાં ફુરચા ઉડી ગયા હતા. દંતેવાડા વિસ્તાર બસ્તર લોકસભામાં આવે છે જ્યાં લોકસભા ચૂંટણી પહેાલ તબક્કામાં 11 એપ્રીલે મતદાન થવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંગેર: ઉમેદવારી દાખલ કરવા આવેલ બસપા ઉમેદવારની પોલીસે બારોબાર ધરપકડ કરી લીધી

ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા ધારાસભ્ય
હુમલા દરમિયાન ધારાસભ્ય મંડાવી ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા. દંતેવાડામાં નક્સલ પ્રભાવિત ક્ષેત્ર હોવાનાં કારણે ચૂંટણી પ્રચાર બપોરે 3 વાગ્યે જ પુર્ણ કરી દેવાયો હતો. સ્પેશ્યલ ડીજી એમ અવસ્થીએ જણાવ્યું કે, ભાજપનાં ધારાસભ્યને પહેલા જ માહિતી અપાઇ ચુકી હતી કે કુઆકોંડા નજીકના રૂટ પર સુરક્ષા નથી અને તેમણે ત્યાંથી પસાર ન થું જોઇએ. સ્પેશ્યલ ડીજી (એન્ટી નક્સલ ઓપરેશન) ડીએમ અવસ્થીએ જણાવ્યું કે, ભાજપ ધારાસભ્ય  ભીમા મંડાવી, તેમના ડ્રાઇવરની આ હુમલામાં મોત નિપજ્યું છે. ત્રણ જવાન શહીદ પણ થયા છે. બછૈલી પીએમ ઇન્ચાર્જે જણાવ્યું કે, ધારાસભ્યને જણાવાયું હતું કે આ રૂટ પર પુરતી સુરક્ષા નથી અને તેમણે ત્યાં ન જવું જોઇએ. 


દંતેવાડા નક્સલી હુમલો: વડાપ્રધાન મોદીએ કહ્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય

નિશ્ચિત સમયે ચૂંટણી યોજાશે.
ચૂંટણી પંચે કહ્યું કે, છત્તીસગઢનાં દંતેવાડા વિસ્તારમાં મંગળવારે થયેલા નક્સલવાદી હૂમલો છતા 11 એપ્રીલે બસ્તર લોકસભા સીટ પર થનારા મતદાન પુર્વ નિર્ધારિત કાર્યક્રમનાં અનુસાર જ થશે. પંચે આ તરફ છત્તીસગઢનાં મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ)એ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા અને મતદાન અંગે રિપોર્ટ સુપ્રત કર્યો હતો. સુત્રો અનુસાર સીઇઓ દ્વારા મોકલાવાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા અને બીજા તબક્કાનાં મતદાનવાળા લોકસક્ષા ક્ષેત્રોમાં મોટા ભાગનાં વિસ્તાર નક્સલ પ્રભાવિત છે. મંગળવારે હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી અને તમામ પુરતા પગલા ઉઠાવવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા.