દરભંગા : સદર પોલીસ સ્ટેશનનાં ભદહા ગામનાં નિવાસી તથા બહલા પંચાયત ભાજપ અધ્યક્ષ તેજ નારાયણ યાદવનાં પિતા રામચંદ્ર યાદવ (70)ની ગુરૂવારે મોડી રાત્રે બાઇક સવાલ હૂમલોખોરોએ તલવારથી ગળુ કાપી નાખીને હત્યા કરી દીધી હતી. વચ્ચે બચાવ કરવા માટે આવેલ ભાજપ નેતાનાં ભાઇ કમલ યાદવ (20)ને તલવારથી હૂમલો કરીને ગંભીર રીતે ઘાયલ કરી દેવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાનાં વિરોધમાં ભાજપનાં લોકોએ શુક્રવારે શહેરનાં કર્પુરી ચોકની નજીક માર્ગ જામ કરી દીધો છે. આંદોલનકારી હૂમલાખોરોની ધરપકડ કરવા તથા સદર પોલીસસ્ટેશન અધ્યક્ષે હાંકી કાઢવા માટેની માંગણી કરી રહ્યા છે. જો કે ઘટના પાછળનું કારણ છે કે ભાજપનાં નેતાઓ ગામનાં ચોકનું નામ નરેન્દ્ર મોદી ચોક રાખ્યું હતું.જેનો વિરોધ બાજુનાં ગામ લોકો અને રાજદ સમર્થકો તેનો વિરોધ કરી રહ્યા હતા. આ સમગ્ર વિવાદ પોલીસમાં પણ ગયો હતો. જો કે પોલીસ સ્તર પર કોઇ કાર્યવાહી જ કરવામાં નહોતી આવી.


હાલ પોલીસ દ્વારા ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે તેમનાં નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. મળતી માહિતી અનુસાર ગુરૂવારે રાત્રે પચ્ચીસ લોકો બાઇક પર સવાર થઇને હથિયાર સાથે નરેન્દ્ર મોદી ચોક ખાતે પહોંચ્યા હતા. આ લોકોએ નરેન્દ્ર મોદી મુર્દાબાદનાં નારાઓ સાથે મોદીને ગાળો દેવા લાગ્યા હતા. ભાજપ નેતા તેજ નારાયણ યાદવે તેનો વિરોધ કર્યો .આ મુદ્દાની ગંભીરતા જોતા ભાજપ નેતાનાં પિતા રામચંદ્ર યાદવે તેજ નારાયણ યાદવને ત્યાંથી હટાવીને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવા લાગ્યા. તેઓએ સમજાવ્યું કે તેઓ આપણા વડાપ્રધાન છે તમે શા માટે તેને ગાળો આપી રહ્યા છો. તે સમયે હૂમલાખોરોએ તેનાં માથા પર પ્રહાર કરી દીધો. બીજો પ્રહાર તેનાં હાથ પર કર્યો. ત્યાર બાદ ગળા પર તલવાર ચલાવી દીધો. જેનાં કારણે માથુ અને ધડ અલગ થઇ ગયા.