સહારનપુર: દારૂલ અલૂમ દેવબંદીએ એક મહિલાની સામે માત્ર એટલા માટે ફતવા ચાલુ છે, કારણ કે તેણે તેની આંગળીઓના નખમાં પૉલિશ લગાવી હતી. ફતવામાં કહેવામાં આવ્યુ છે. કે મહિલાઓ માટે આંગળીઓના નખ કાપવ અને નખમાં પૉલિશ કરવીએ ઇસ્લામ ધર્મની વિરૂદ્ધ છે. દારૂલ અલૂમના મુફ્તી ઇશરાર ગૌરાએ કહ્યું કે ઇસ્માલમાં મહિલાઓ હાથના નખમાં મહેંદી લગાવી શકે છે, નેલ પૉલિશ બિન ઇસ્લામિક છે. દારૂલ આલૂમ આ પહેલા પણ મહિલાઓ સાથે જોડાયેલી અનેક બાબતો પર ફતવો જાહેર કરી ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે 21 ઓક્ટોમ્બરે દારૂલ અલૂમ દેવચંદએ ફતવો જાહેર કરી કહ્યું હતું કેસ સોશિય મીડિયા પર મુસ્લિમ પુરુષો અને મહીલાઓએ ફોટો અપલોડ કરવોએ ધર્મની વિરૂદ્ધ માનવામાં આવે છે. દારૂલ અલૂમ દેવબંધના એક શખ્સએ આ સવાલ કર્યો હતો કે શું ફેસબુક, વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર મહિલાઓ તથા પુરુષોએ ફોટા અપલોડ કરવા યોગ્ય છે. જેના જવાબમાં ફતવો જાહેર કરતા કહ્યું કે મુસ્લિમ મહિલાઓ અને પુરુષોએ તેમના અને પરિવારના ફોટા સોશિયલ મિડિયામાં અપલોજ કરવા યોગ્ય નથી. કારણ કે, ઇસ્લામ ધર્મ આ અંગેની મંજૂરી આપતો નથી 
 
આ સંબંધમાં મુફ્તી તારિક કાસમીનું કહેવું છે, કે જ્યારે ઇસ્લામમાં જરૂરીયાત વિના પુરુષો અને મહિલાઓએ ફોટો પડાવવો જ યોગ્ય નથી, જ્યારે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવો પણ યોગ્ય ના જ હોઇ શકે.



 
મહિલાઓનું આઇબ્રો કરવાવું  અને વાળ કપાવવા પણ ઇસ્લામની વિરૂદ્ધ છે. 
સાત ઓક્ટોમ્બરમાં દારૂલ અલૂમ દેવચંદે મુસ્લિમ મહિલાઓ માટે ચોકાવનારો ફતવો જાહેર કર્યો હતો. દારૂલ અલૂમ દેવચંદના ફતવામાં કહેવામાં આવ્યું છે, કે મુસ્લિમ મહિલાઓએ હેર કટિંગ અને આઇબ્રો કરાવવો પણ ધર્મની વિરૂદ્ધ છે. દારૂલ અલૂમ દેવચંદના ફતવા વિભાગના મૌલાના લુતફુર્રહમાન સાદિક કે કહ્યું કે આ ફતવો બહુ પહેલા જાહેર કરવો જોઇએ. ખરેખર, સહારનપુરના એક શખ્સએ દારૂલ અલૂમ દેવબંધને પૂછ્યું હતું કે, ઇસ્લામ મહિલાઓએ વાળ કપાવા અને આઇબ્રો કરાવવાની મંજૂરી આપે છે? શુ હું મારી પત્નીને આવું કરવા માટે મંજૂરી આપી શકું? આ શખ્શના સવાલ બાદ જ દારૂલ અલૂમે આ ફતવો જાહેર કર્યો હતો.    
 
ફતવામાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે, કે ‘ઇસ્માલમાં આઇબ્રો બનાવવા અને વાળ કપાવાએ ધર્મની વિરૂદ્ધ છે. કોઇ મહિલા આવું કરતી હોય તો તે ઇસ્લામના નિયમોનું વિરૂદ્ધ છે. આ ફતવાને જાહેર કરવા પાછળ તર્ક કરવામાં આવ્યું છ, કે ઇસ્લામમાં મહિલાઓ માટે 10 પ્રકારની પાબંદીઓ લગાવમાં આવી છે. જેમાં વાળ કાપવા અને આઇબ્રો નો પણ સમાવેશ થાય છે. લાબાં વાળએ મહિલાઓની સુંદરતાનો ભાગ છે. ઇસ્લામ મજબૂરીમાં વાળ કાપવાની મંજૂરી આપે છે. કોઇ પણ પ્રકારની મજબૂરી વિના વાળ કાપવાએ ધર્મની વિરૂદ્ધ છે.