પુત્રી ઈલ્તિજા શ્રીનગર જઈને માતા મહેબુબા મુફ્તીને મળી શકશે, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ સુરક્ષા કારણોસર નજરકેદ કરાયેલા પીડીપી નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને હવે તેમના પુત્રી ઈલ્તિજા મુફ્તી મળી શકશે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ સુરક્ષા કારણોસર નજરકેદ કરાયેલા પીડીપી નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને હવે તેમના પુત્રી ઈલ્તિજા મુફ્તી મળી શકશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઈલ્તિજા મુફ્તીની અરજી પર સુનાવણી કરતા તેમને શ્રીનગર જઈને માતા મહેબુબા મુફ્તીને મળવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યાં મુજબ ઈલ્તિજા ગમે ત્યારે શ્રીનગર જઈને પ્રશાસનની મંજૂરી બાદ માતા મહેબુબા મુફ્તીને મળી શકશે. આ અગાઉ ગત અઠવાડિયે મહેબુબા મુફ્તીના માતા અને બહેને પણ મહેબુબાની મુલાકાત કરી હતી.
INX મીડિયા: ED કેસમાં ચિદમ્બરમને સુપ્રીમે આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી
મહેબુબા મુફ્તીના પુત્રી ઈલ્તિજા મુફ્તીએ માતાને મળવાની માગણી કરતી એક અરજી સુપ્રીમમાં કરી હતી. મહેબુબા મુફ્તીને શ્રીનગરના ચશ્માશાહી રિસોર્ટમાં રાખવામાં આવ્યાં છે. ગુરુવારે તેમની અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ એસએ બોબડે તથા જસ્ટિસ એસએ નઝીરની બેન્ચે સુનાવણી કરી હતી.
જુઓ LIVE TV