નવી દિલ્હી: હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક વૃદ્ધ મહિલાની પીટાઈનો વીડિયો વાઈરલ થઈ જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વયોવૃદ્ધ મહિલાની પુત્રવધુ તેમની પીટાઈ કરતી જોવા મળે છે. કહેવાય છે કે વૃદ્ધ મહિલા નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના સભ્ય રહી ચૂક્યા છે. વીડિયો વાઈરલ થયા બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ મામલે હસ્તક્ષેપ કર્યો અને આરોપી વહુ વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ  કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિષી બાગરી નામના ટ્વિટર યૂઝરે આ વૃદ્ધ સાસુની પીટાઈનો વીડિયો સીએમ ખટ્ટરને ટેગ કરીને ટ્વિટ કર્યો. બાગરીએ લખ્યું કે આ વીડિયો ક્લિપ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નિવાજનગર ગામનો છે. જેને પાડોશીઓએ બનાવ્યો છે. આ વૃદ્ધ મહિલા આઝાદ હિંદ ફૌજની સભ્ય રહી ચૂકી છે અને લગભગ 30 હજાર જેટલું પેન્શન આવે છે. તેમની વહુ અવારનવાર તેમની પીટાઈ કરે છે. કૃપા કરીને મદદ કરો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...