નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવ્યુ છે. રાવતનું પાછલા વર્ષે હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયુ હતું. સીડીએસ તરફથી તેમના પુત્રી કૃતિકા અને તારિણીએ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રીઓને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી પુરસ્કાર મળ્યો હતો. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રહેલા જનરલ બિપિન રાવતનું પાછલા વર્ષે ડિસેમ્બરમાં એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયુ હતું. હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 જવાનોના પણ મૃત્યુ થયા હતા. 


મહત્વનું છે કે પદ્મ પુરસ્કાર, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે અને આ ત્રણ શ્રેણીઓ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીમાં પ્રદાન કરવામાં આવે છે. પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં દેશ માટે યોગદાન આપતા લોકોને આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર કરવામાં આવે છે. 


ગોવાના સીએમ પર સસ્પેન્સ ખતમ, પ્રમોદ સાવંત બનશે રાજ્યના મુખ્યમંત્રી


તેમાંથી દેશના પ્રથમ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને ગીતાપ્રેસના અધ્યક્ષ રાધેશ્યામ ખેમકાને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યુ છે. 


પદ્મ ભૂષણ સન્માન મેળવનારામાં ગુલામ નબી આઝાદ, પંજાબી લોક ગાયક ગુરમીત બાવા (મરણોપરાંત), ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન, પૂર્વ કેગ રાજીવ મહર્ષિ, કોવિડની રસી બનાવનાર સીરમના પ્રમુખ સાઇરસ પૂનાવાલા અને અન્ય લોકો સામેલ છે. 


આ વર્ષે કુલ 128 પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube