Monsoon Session: ચોમાસું સત્ર પહેલાં આજે બેઠકોનો દૌર, 11 વાગે સરકારની સર્વદળીય બેઠક
સર્વદળીય બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ સામેલ થશે. બેઠક સવારે 11 વાગે પાર્લામેન્ટ એનેક્સીમાં શરૂ થશે. બપોરે 3 વાગે એનડીએની મીટિંગ પણ થશે.
નવી દિલ્હી: સોમવારથી સંસદનું મોનસૂન સત્ર (Parliament Monsoon Session) શરૂ થઇ રહ્યું છે. આ સત્ર પહેલાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને એક્ટિવ થઇ ગયા છે. મોનસૂન સત્ર પહેલાં સરકાર વિપક્ષને વિશ્વાસમાં લેવા માંગે છે. સેશનમાં જરૂરી કામકાજ થાય અને ટકરાવ ન થાય, તેના માટે આજે સત્તા અને વિપક્ષના નેતા ચર્ચા કરશે.
LPG Gas Cylinder: હવે Address Proof વિના મળશે ગેસ સિલિન્ડર, જાણો ક્યાં અને કેવી રીતે કરશો એપ્લાય
સર્વદળીય બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ સામેલ થશે. બેઠક સવારે 11 વાગે પાર્લામેન્ટ એનેક્સીમાં શરૂ થશે. બપોરે 3 વાગે એનડીએની મીટિંગ પણ થશે. આ ઉપરાંત લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ સાંજે 4 વાગે તમામ દળોના નેતાઓ સાથે બેઠક કરશે. તો બીજી તરફ 6 વાગે સોનિયા ગાંધી (Sonia Gandhi) એ પાર્ટી સાંસદોની વર્ચુઅલી બેઠક બોલાવી છે. મોનસૂન (Monsoon) પહેલાં તમામ પાર્ટીઓ રણનીતિ બનાવામાં લાગી ગઇ છે. બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. આશા છે કે સંસદમાં કામકાજનો રેકોર્ડ બનશે અને હંગામાની ભેટ નહી ચઢે.
10 હજારમાં બુક કરો 3 પૈડાવાળી Electric Car, 40 પૈસામાં દોડશે 1KM; જોરદાર છે ફીચર
રાજ્યસભાના સભાપતિ નાયડૂએ કરી તમમા દળોના નેતાઓ સાથે બેઠક
મોનસૂન (Monsoon) સત્ર પહેલાં રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ શનિવારે પોતાના આવાસ પર વિભિન્ન રાજકીય પક્ષો સાથે એક બેઠક કરી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું, ''ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ ઉપ રાષ્ટ્રપતિ નિવાસ પર આજે સંસદના આગામી મોનસૂન સત્ર પહેલાં રાજ્યસભામાં વિભિન્ન પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી.''
રાજ્યસભામાં આ વખતે સદનના નવા નેતા પીયૂષ ગોય છે. તેમણે થાવરચંદ ગેહલોતનું સ્થાન લીધું છે. ગેહલોતને ગત થોડા દિવસો પહેલાં કર્ણાટકના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે કેંદ્રીય મંત્રીમંડળ અને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ગોયલે શુક્રવારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને રાજ્યસભામાં કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્મા સાથે મુલાકાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube