Breaking: હવે જલદી આવશે બાળકો માટેની કોરોના રસી, DCGI એ કોવેક્સીનની બાળકો પર ટ્રાયલને આપી મંજૂરી
કોરોના વધતા પ્રકોપ વચ્ચે સારા સમાચાર આવ્યા છે.
નવી દિલ્હી: કોરોના (Coronavirus) વધતા પ્રકોપ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીન (COVAXIN)ની 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર બીજા/ત્રીજા ફેઝની ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક 525 વોલેન્ટિયર્સ પર રસીની ટ્રાયલ કરશે.
મળતી માહિતી મુજબ ભારત બાયોટેક (Bharat Biotech) તરફથી આ ટ્રાયલ 525 વોલેન્ટિયર્સ પર કરવામાં આવશે. આ ટ્રાયલ 2થી લઈને 18 વર્ષ સુધીના બાળકો પર ફેઝ 2 અને 3 હેઠળ કરાશે. ટ્રાયલ દરમિયાન પહેલો અને બીજો વેક્સીન ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવશે. આ જોતા હવે વર્ષના અંત સુધીમાં બાળકો માટે કોરોના રસી ઉપલબ્ધ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube