હૌજકાજી: રસ્તા પર હનુમાન ચાલીસાનું પઠન, મુસ્લિમ સમાજ મંદિર બનાવવામાં કરશે મદદ
કોલકાતા બાદ દિલ્હીના હોજકાજી વિસ્તારમાં પણ રસ્તા વચ્ચે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન હિંદુ રક્ષા દળ દ્વારા કરવામાં આવ્યું
નવી દિલ્હી : કોલકાતા બાદ દિલ્હીનાં હૌજકાજી વિસ્તારમાં રસ્તા વચ્ચે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું. હિંદુ સંરક્ષણ દળના સેંકડો કાર્યકર્તાઓ તે સ્થળ પર પહોંચ્યા જ્યાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંદુ સંરક્ષણ દળના લોકોએ પહેલા જય શ્રી રામ અને હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. ત્યાર બાદ રસ્તા વચ્ચે બેસીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું. પાઠ કર્યા બાદ તમામ લોકો નારા લગાવતા નિકળ્યા. લો એન્ડ ઓર્ડર જોઇ રહેલીપોલીસે તમામને હટાવ્યા જેથી વિસ્તારમાં શાંતિ બહાલ થઇ શકે.
થોડા સમયમાં ચાલુ થશે સુર્યગ્રહણ, સુનામી, ધરતીકંપ જેવી તબાહી થવાની શક્યતા !
સમગ્ર વિસ્તારમાં શાંતિ બહાલ કરવા માટે દિલ્હી પોલીસે તમામ ઉચ્ચ અધિકારીઓ આખો દિવસ અમન કમિટીની સાથે મીટિંગ કરી. બંન્ને પક્ષોએ શાંતિ બહાલ કરવા માટે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કમિટીમાં તારા ચંદ સકસેના અને જમશેદ અલી સિદ્દીકી હાજર હતા. જમશેદ સિદ્દિકીએ કહ્યું કે, આરોપીઓની વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે અને મંદિરમાં જે તોડફોડ થઇ છે તેના નિર્માણમાં મુસ્લિમ સમાજ દરેક શક્ય મદદ કરશે. કાલશે મંદિરમાં પુજા ચાલુ કરવામાં આવશે. બંન્ને સમાજ શાંતિ બહાલ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. બજાર પણ કાલથી ખોલવામાં આવશે.
TikTok ચીન નહી આ દેશમાં સ્ટોર કરે છે ડેટા, શશિ થરુરના દાવાને ફગાવ્યો
પીએમ મોદીની આકરી ટીકા બાદ આકાશ વિજયવર્ગીયની હકાલપટ્ટી શક્ય: સુત્ર
પોલીસ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની માંગ પણ કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લાનાં જીસીપી એમ.એસ રંધવાનું કહેવું છે કે અમન કમિટીની સાથે મીટિંગ બાદ શાંતિ બહાલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા વધી ગઇ છે. સમયાંતરે રિવ્યું પણ કરવામાં આવશે.
જોયા અખ્તર અને અનુપમ ખેર બન્યા નવી ઓસ્કાર એકેડમીનાં સભ્ય, 842 કલાકરોનો સમાવેશ
અગાઉ સ્થાનીક સાંસદ ડૉ. હર્ષવર્ધને ક્ષેત્રની મુલાકાત કરી. લોકોએ શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે રવિવારે રાત્રે પાર્કિંગ મુદ્દે બે સમુદાયોની વચ્ચે થયેલા ઘર્ષણ મંગળવારની સવાર સુધીનાં ક્ષેત્રમાં તણાવ કરી રહ્યા. પોલીસનું કહેવું છે કે તે સ્થિતી પર કાબુ રાખવા માટે ડ્રોન કેમેરા દ્વારા નજર રાખી રહ્યા છે.