ઝાડ સાથે લટકતી મળી આવ્યા 2 સગી બહેનોનાં શબ, પોલીસે માને છે આત્મહત્યા
બે સગી બહેનો રવિવારે રાતથી જ ઘરેથી ગાયબ હતા, પોલીસનું કહેવું છે કે આત્મહત્યાનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી
સંભલ : સંભલ જિલ્લાનાં ગુન્નોત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 સગી બહેનોનાં શબ ઝાડ સાથે લટકેલા મળવાનાં કારણે વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ હતી. આ સગી બહેનોનાં શબ ઝાડ સાથે લડકી હોવાનાં સમાચાર વિસ્તારમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને બહેનો રવિવાર રાતથી જ ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. લોકોની તરફથી બંન્ને યુવતીઓની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
67 વર્ષમાં 100 ઉદ્યોગપતિઓની તુલનાએ ખેડૂતોને માત્ર 17% પૈસા જ મળ્યા: વરુણ
ગામમાં 2 સગી બહેનોનાં શબ મળવાની ઘટનાને કારણે પોલીસ બેડામાં ભારે હડકંપ મચી ગયો છે. માહિતી મળ્યા બાદ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે બંન્ને યુવતીઓનાં શબને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ પોલીસ યુવતીઓનાં મોતની આ ઘટનાને આત્મહત્યા ગણાવી રહી છે. પોલીસનું કહેવું છે કે આત્મહત્યાનું કારણ તેમનું થયેલું અપમાન કે ઘરમાં થયેલી કોઇ બોલાચાલી વગેરે હોઇ શકે છે.
ખેડૂતોનાં લોહીનો 'વહીવટ' કરી રહેલા આસિ. મેનેજરને સસ્પેંડ કરવામાં આવ્યો
ઘટના સંભલ જનપદનાં ગુન્નોર પોલીસ સ્ટેશનનાં ગામ ઘૂમના દીપપુરની છે, આ ગામનાં ખેડૂત રામવીરની પુત્રી કવિતા અને સીમા મોડી સાંજે અચાનક ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. પરિવારજનો દ્વારા મોડી રાત સુધી કવિતા અને સીમાને શોધવાનાં પ્રયાસો કરતા રહ્યા, પરંતુ બંન્ને યુવતીઓ મળી નહોતી. સોમવારે સવારે કેટલાક ગ્રામીણો ખેતીકામ કરવા માટે પહોંચ્યા તો જંગલમાં બંન્નેનાં શબ ઝાડ સાથે લટકતા મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. સાથે જ પોલીસ બેડામાં હોબાળો મચ્યો છે.
અમદાવાદ LRDનું પેપર વ્હોટ્સએપ કરતો જયેશ ચૌધરી નામનો યુવાન ઝડપાયો