PAN ને આધાર કાર્ડ સાથે જોડવા મુદ્દે એક મોટા સમાચાર આવ્યા છે. પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં વધારો થયો છે. હવે PAN કાર્ડને આધાર કાર્ડ સાથે 30 જૂન સુધી લિંક કરી શકાશે. અત્રે જણાવવાનું કે જો પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નહીં હોય તો તમે એક નહીં 22 કામગીરી નહીં કરી શકો. સૌ કોઈ જાણે છેકે, પાન કાર્ડ એટલેકે, આપણો પર્મેનેન્ટ અકાઉન્ટ નંબર. જે ભારત સરકારના સૌથી મહત્ત્વના પુરાવા પૈકી એક ગણાય છે. અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ માટે આ પુરાવો સાથે હોવો અતિઆવશ્યક છે. ત્યારે હવે વાત કરીએ આધાર કાર્ડની. તો આધારકાર્ડ એટલેકે, આપણે ભારતના નાગરિક છીએ તેનો સૌથી મોટો પુરાવો એટલે આધાર કાર્ડ. ચૂંટણીકાર્ડ પહેલાં જેજે કામોમાં ઉપયોગમાં લેવાતું હતું હવે તે કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે. બદલે એમ કહોકે, દરેક કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે તો પણ ચાલે. PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ પણ જાણી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAN ને આધાર સાથે લિંક કરવાની 2 રીતો છે


1. Income Tax e-filing વેબસાઈટ દ્વારા

2. 567678 અથવા 56161 પર SMS મોકલીને
  
1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ

STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.


STEP 2: પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.


STEP 3: આ પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.


STEP 4: જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.


1 એપ્રિલથી સામાન્ય લોકોને લાગશે મોંઘવારીનો ઝટકો, 900 દવાઓના ભાવ વધશે


ગેંગસ્ટર અતીક અહમદને આજીવન કેદની સજા, કોર્ટમાં ભાઈ અશરફને ભેટીને રડી પડ્યો


માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે કે દૂધ અસલી છે કે ભેળસેળવાળું, જાણો કેવી રીતે? 


જાણો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી?


STEP 5:  તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)


STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.


STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.


પાન-આધાર લિંક કરવું કેમ જરૂરી?
કોઈકને કોઈ ખામીના લીધે જેતે સમયે એક-એક વ્યક્તિને અનેક પાનકાર્ડ ઈશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. અને અનેક લોકોના પાનકાર્ડ નંબર એક સમાન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ પ્રકારની ક્ષતિઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાન ડેટાબેસમાં રિપીટેશનને ઘટાડવા માટે આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે. આર્થિક લેવડદેવડમાં થતો મોટો ગોટાળો રોકવા માટે આ ડોક્યુમેન્ટની સાચી જાણકારી સરકાર પાસે હોવી જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube