30 જૂન સુધી કરાવી શકશો આ મહત્વપૂર્ણ કામ, CBDT એ વધારી સમયમર્યાદા
સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (સીબીડીટી)એ પોતાના પર્મેનેંટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે જોડવાની સમયમર્યાદાને વધારીને 30 જૂન કરી દીધી છે. ઇન્કમ ટેક્સ વિભાગે નીતિ બનાવનાર એકમે આ સમયસીમાને વધારવાનો આદેશ જાહેર કર્યો છે. અત્યાર સુધી આ સમય સીમા 31 માર્ચ હતી.
નવી દિલ્હી: સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (સીબીડીટી)એ પોતાના પર્મેનેંટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે જોડવાની સમયમર્યાદાને વધારીને 30 જૂન કરી દીધી છે. ઇન્કમ ટેક્સ વિભાગે નીતિ બનાવનાર એકમે આ સમયસીમાને વધારવાનો આદેશ જાહેર કર્યો છે. અત્યાર સુધી આ સમય સીમા 31 માર્ચ હતી. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે પાન-આધાર ને સંકળવા માટે સમયસીમા વધારવામાં આવી છે. માનવામાં આવે છે કે સીબીડીટીનો તાજો આદેશ સુપ્રીમ કોર્ટના આ મહિને કરેલા આદેશને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે. કોર્ટે આધારને વિભિન્ન અન્ય સેવાઓ સાથે જોડવાની 31 માર્ચની સમયસીમાને વધારવાનો આદેશ આપ્યો છે. સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અને નવા પાન માટે આધાર નંબર આપવો ફરજિયાત કરી દીધો છે.
ચોથીવાર વધારી સમયસીમા
ચોથી વાર સરકારે લોકોને પોતાની પર્મેનેંટ એકાઉન્ટ નંબર (PAN) ને બાયોમેટ્રિક ઓળખ આધાર સાથે જોડવાની સમયસીમા વધારી છે. સરકારે પહેલી વાર એક જુલાઇ, 2017ના રોજ આધાર નંબરને જોડવાનું અનિવાર્ય કર્યું હતું. પહેલીવાર તેને 31 ઓગસ્ટ, 2017 સુધી અને ત્યારબાદ 31 ડિસેમ્બર, 2017 સુધી કરદાતાઓને થઇ રહેલી મુશ્કેલીઓને જોતાં વધારવામાં આવી હતી. ઘણા કરદઆતાઓને 31 ડિસેમ્બર સુધી આધારને પાન સાથે જોડવાનું કામ કર્યું ન હતું, ત્યારબાદ સરકારે તેની સમયસીમા આ વર્ષે 31 માર્ચ સુધી વધારી હતી.
આ યોજનાઓ માટે જરૂરી છે Aadhaar
સુપ્રીમ કોર્ટે પાંચ જજોની સંવિધાન પીઠનું નેતૃત્વ કરતાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે સરકાર આધારને જરૂરી કરવા માટે દબાણ ન કરી શકે. એટલે કે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થાય અને ચૂકાદો આવે ત્યાં સુધી આધાર અનિવાર્ય નહી હોય. જોકે ફક્ત સબસિડી અને સર્વિસેઝ એટલે કે સામાજિક કલ્યાણકારી યોજનાઓ માટે જ અનિવાર્ય રહેશે.