ડિયર જિંદગી : માતા-પિતાના `સુખ`ની પસંદગી કરતી વખતે...
માતા-પિતા પોતાના બાળકો સાથે વધારે સુરક્ષિત છે કે પછી પોતાની હવામાં શ્વાસ લેતા એ પળો ગાળતા જ્યાં જવાબદારી ઘણી ઓછી થઈ જાય છે
'ડિયર જિંદગી' અને 'જીવન-સંવાદ' એવા અવસર પ્રદાન કરે છે જ્યાં સંવાદથી સંકોચ અને દુવિધાના પડદા ધીમેધીમે હટી જાય છે. જીવન એવા આંગણા તરફ ખુલી જાય છે જ્યાં એક દરવાજો હંમેશાથી આપણી રાહ જોઈ રહ્યો હતો પણ આપણને પહેલા દેખાયો નહોતો.
એ અંકલ અમારા જ એપાર્ટમેન્ટમાં રહે છે. એક દિવસ લટાર મારતી વખતે મારી તેમની સાથે મુલાકાત થઈ. તેમણે જણાવ્યું કે તેઓ લખનૌ હાઇ કોર્ટમાં જજ હતા. લખનૌમાં તેમની પાસે સારી એવી સંપત્તિ છે. તેમનો એક જ દીકરો છે જે નોઇડામાં આઇટી એન્જિનિયર છે અને વહુ પણ આ વ્યવસાયમાં છે. દીકરો અને વહુ નોઇડામાં રહેવા ઇચ્છે છે કારણ કે તેમની કરિયર નોઇડામાં છે.
ડિયર જિંદગી: સાથે રહેતા હોવા છતાં સ્વતંત્ર હોવું!
આ જજ અને તમના પત્ની 60 વર્ષની આસપાસના છે. બંને ખુશમિજાજ તેમજ સ્વસ્થ છે પણ આમ છતાં તેઓ મને થોડા ચિંતામાં લાગ્યા. તેમની સાથે વાતચીત કરતા એવો મુદ્દો સામે આવ્યો જેને સમજવા અને અનુભવવા માટે થોડીક સંવેદનશીલતાની જરૂર છે.
આપણે શું કામ એમ માની લઈએ છીએ કે માતા-પિતાનું સંપૂર્ણ જીવન માત્ર બાળકોની આસપાસ જ આકાર લેવું જોઈએ. માતા-પિતાનું પોતાનું પણ કોઈ સુખ હોય છે જે આપણી સમજદારીથી બહુ દૂર હોઈ શકે છે. આ બંને વડીલો લખનૌમાં બહુ આરામથી રહેતા હતા પણ તેમને સમજાવામાં આવ્યું કે એકલું રહેવાનું યોગ્ય નથી. તેમની યાદગીરી અને સુખદુ:ખના તાજમહેલ જેવા તેમના મકાનના 'ઇમોશનલ અત્યાચાર' હેઠળ વેચી દેવામાં આવ્યું. સુરક્ષા, બાળકોના સાથ તેમજ તેમની કરિયરની એવી જાળ રચવામાં આવી કે માત્ર એક જ વાત તેમને સમજાવામાં આવી કે બાળકો વારંવાર તેમની પાસે આવી શકે એમ ન હોવાથી તેમણે જ બાળકો પાસે જઈને રહેવું જોઈએ.
આપણા સમાજ અને સમયની આ એવી વિટંબણા છે જેમાં વડીલોની આખી દુનિયા બદલાઈ જાય છે. તેમની પસંદ, ચિત્તના આનંદ અને મનની લાગણીને મહત્વ આપવામાં નથી આવતું. આપણે જંગલપ્રેમી પ્રાણીઓેને જે રીતે આલિશાન તેમજ ભવ્ય પણ નકલી 'પાર્ક'માં રાખીએ છીએ ત્યારે તેમની લાગણીને મહત્વ નથી આપતા. બસ, કંઈક આવું જ વડીલો સાથે થઈ રહ્યું છે.
વડીલોની આ સમગ્ર દુનિયા પોતાના ગામ પુરતી જ નહીં પણ નાના શહેરોના નાના-નાના દિવાસળીના ખોખા જેટલા ઘરોમાં સમેટાઈ જાય છે. આપણે માતા-પિતા અને વડીલોના ભોજનમાં તેમના સ્વાદનુસાર મીઠું નાખવાને બદલે તેમના પર આપણો સ્વાદ થોપી રહ્યા છીએ.
ડિયર જિંદગી: માતા-પિતાના આંસુઓ વચ્ચે 'સુખની કથા' ન સાંભળી શકાય...
દુનિયાભરમાં રિસર્ચ પછી સામે આવેલી માહિતી પ્રમાણે કોઈ પણ પ્રકારનું વિસ્થાપન ચેતન અને અચેતન મન પર હાનિકારક અસર પહોંચાડે છે. સવાલ અને ચિંતા એ વાતની ન હોવી જોઈએ કે કોના માટે શું સારું સારું છે પણ એ વાતની હોવી જોઈએ કે કોને શું કરવાથી 'સુખ' મળે છે.
આપણે આપણા સુખની ચાદર મોટી કરવામાં પોતાનાઓની જ ચાદર કાપી નાખીએ છીએ. આ પરિસ્થિતિમાં વડીલોના મનમાં મેલના એવા સ્તરો જામતા જાય જે ક્યારેક ઉંડી ઉદાસી, એકલવાયાપણા તેમજ તણાવ અને ડિપ્રેશનમાં બદલાઈ જાય છે. આમ, જો તમે તમારા સુખની પસંદગી કરી શકો છો પણ એના માટે શું કિંમત ચૂકવો છો એના પ્રત્યે ચોક્કસ જાગૃતિ કેળવો.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :