સપના જોવા એ સરળ અને સારી આદત છે. બાળપણથી જ આપણને શું બનવાનું છે એ નક્કી કરવાનું શીખવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો અજબ-ગજબની સ્કૂલ ખુલી ગઈ છે. બાળકના જન્મ પહેલાં, જન્મના તરત પછી અને નર્સરીમાં પહોંચતા પહેલાં એના ખાસ 'ગુણ'ની શોધમાં લાગી ગયા છીએ કારણ કે આપણે બાળકોના બહાને પોતાના સપનાઓને પુરા કરવા માગીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોથી વધારે તણાવ માતા-પિતાને છે કારણ કે તેમને સતત તેમનું બાળક પાછળ તો નહીં રહી જાય ને એવી ચિંતા કોરી ખાય છે. બાળકોને બીજા અગણિત બાળકો સાથે સ્પર્ધામાં ઉતારી દેવામાં આવે છે. એક ખાસ ડોક્ટર મિત્રએ માહિતી આપી છે કે હાલમાં મહિલાઓમાં ચિંતા, તણાવ અને ચિડિયાપણાનો બાળકોના રિપોર્ટ કાર્ડ સાથે ખાસ સંબંધ છે. આના કારણે લોકો અનિંદ્રા અને થાઇરોઇડ જેવી સમસ્યાનો ભોગ બને છે. 


સપના બે પ્રકારના છે. એક સપના વ્યક્તિ પોતાના માટે જુએ છે જેમાં તેની નોકરી, સ્ટેટસ અને પગાર જેવા મુદ્દાઓને સમાવેશ થતો હોય છે. બીજા પ્રકારના સપના વ્યક્તિ પોતાના બાળકોના ‘બહાના’ હેઠળ જુએ છે. દરેક માતા-પિતા એવું ઇચ્છવા લાગ્યા છે કે તેમનું બાળક એવું કંઈ કરી બતાવે જે પાડોશી કે નજીકના સ્વજનનું બાળક ન કરી શકતું હોય. 


પહેલા પ્રકારના સપના તો ઘણી  હદ સુધી નિયંત્રીત હોય છે કારણ કે તે તમારી ક્ષમતા પર નિર્ભર કરતા હોય છે અને આ ક્ષમતા થોડા દિવસોમાં જ તમને ખબર પડી જાય છે. જોકે તમે તમારી જાતને ભ્રમમાં રાખો અને માત્ર કલ્પનાલોકમાં વિહાર કરતા રહો તો તમારા જીવનમાં તણાવ જ ફેલાઇ જશે, બીજું કંઈ નહીં થાય !


આ સંજોગોમાં સમાજમાં બીજા પ્રકારનું સંકટર વધારે ગાઢ બન્યું છે. ‘ડિયર જિંદગી’માં હું હંમેશા સ્કૂલના અભ્યાસ, શિક્ષણ, સંસ્કાર તેમજ વલણ પર સવાલ કરતો રહું છું. 


સ્કૂલ સપનાની ફેક્ટરી બની ગઈ છે. અહીં ટોપર્સ અને પ્રતિભાશાળી બાળકોનો ફાલ તૈયાર કરવાનો દાવો એવી રીતે કરવામાં આવે કે આપણે એની માયાજાળમાં અટવાઈ જઈએ છીએ.


ડિયર જિંદગી : માતા-પિતાના 'સુખ'ની પસંદગી કરતી વખતે...


સ્કૂલ ચાર વર્ષના બાળકના મગજ પર પોતાની વિચારધારા થોપવાનું કામ એટલી ચતુરાઈથી કરે છે કે સારા અને સમજદાર પણ એના ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે. તેમના મગજમાં બાળકનું ભવિષ્ય બગડી જવાનો ડર બેસી જાય છે. તેઓ ભુલી જાય છે કે ‘વાત’ને મોટી થવામાં સમય લાગે છે. 


આ લેખ મુંબઈથી લખાઈ રહ્યો છે. સોમવારની સાંજે મને શિવાજી પાર્કના મેદાનમાં થોડો સમય પસાર કરવાની તક મળી હતી. અહીં સેંકડો બાળકો વચ્ચે ક્યારેક ‘ભારત રત્ન’ સચિન તેન્ડુલકરે પોતાની અથાગ મહેનતથી પોતાની અનેક સવાર, બપોર અને સાંજ પરસેવાથી રેબઝેબ કરી હતી. 


ડિયર જિંદગી: માતા-પિતાના આંસુઓ વચ્ચે 'સુખની કથા' ન સાંભળી શકાય...


આપણે ભારતીય ક્રિકેટના ગાણાં તો ગાઇએ છીએ પણ રમતથી જિંદગીમાં કંઈ નથી શીખી રહ્યા. રમતને નિખારવામાં જે ધૈર્ય અને નિષ્ઠાની જરૂર પડે એની 10 ટકા મહેનત પણ જીવનમાં ઉતારવામાં આવે તો આ સપનાને જીવનમાં સાકાર કરી શકાય છે. ચિંતા શું કહેવાય એ સવાલ એવા નાવિકને પુછવો જોઈએ જેની બોટ તોફાનમાં ફસાયેલી હોય. એ ચિંતા કરવાની જગ્યાએ એ તમામ પ્રયાસ કરવામાં લાગી જાય છે જે તેને આ પરિસ્થિતિમાંથી ઉગારી શકે.


ડિયર જિંદગી: જે કઈ ન આપી શકે

આ સંજોગોમાં શહેરી, મધ્યમવર્ગીય, નોકરિયાત સમાજ 'બાળકોના બહાને' પોતાના સપનાઓના મામલે એક કુંઠિત થઈ જાય છે કે એની ચિંતામાં પોતાના જીવનમાં અજાણતામાં 'ગ્રહણ' લગાવી દે છે. 


સપનાઓને જો સમજની એરણ પર યોગ્ય રીતે ચકાસવામાં નહીં આવે તો એ વિખેરાઈ જશે. આ સંજોગોમાં શક્ય હોય તો તમારી જાતને વધારે સહજ, યથાર્થવાદી અને નક્કર બનાવો. આનાથી જીવનનો સ્વાદ જળવાઈ રહેશે. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)