ડિયર જિંદગી : એકલતાની ‘ઇમરજન્સી’
બીજા પ્રત્યેના પ્રેમની કમી અને મહત્વાકાંક્ષાના પહાડ આપણને એવી દુનિયા તરફ ધકેલી રહ્યા છે જ્યાં આપણો માનવીયતા સાથેનો સંપર્ક દિવસેને દિવસે ઓછો થઈ રહ્યો છે
જ્યારે તમારું મન કામમાં નથી લાગતું તો તમે શું કરો છો ! બીજા સાથે વાત કરવાનો પ્રયાસ કરો છો, ક્યાંય બહાર નીકળવાનો પ્રયાસ કરો છો, કોઈને મળવાનો પ્રયાસ કરો છો અથવા તો કોઈ રીતે વ્યસ્ત રહેવા ઇચ્છો છો. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે આમાંથી કોઈ વિકલ્પ ન હોય. તમારા માટે વાત કરવાનું બેહદ જરૂરી થઈ જાય તો તમે તમે શું કરો? જિંદગી જ્યારે તમને એવી જગ્યાએ લાવીને પટકે જ્યાં વાત કરવા માટે કંઈ ન હોય તો આપણે જે વિકલ્પની પસંદગી કરીશું એ આપણી કલ્પનાથી વિચિત્ર પણ સત્ય હશે.
ડિયર જિંદગી: કેટલા 'આધુનિક' છીએ આપણે!
એવું સત્ય જે સાંભળીને આપણા રૂંવાડા ઉભા થઈ શકે છે. ડર અને ઉદાસીથી આપણી આંખમાં પાણી આવી શકે છે. જિંદગી તરફથી આવી રહેલા આ વળાંક પર એકલતાના રસ્તાનો આરંભ થઈ જાય છે.
તુર્કીના બયરામપાસા શહેરથી પોતાની એકલતાથી લડવાનો અનોખો મામલો સામે આવ્યો છે. અહીં 55 વર્ષના સેરેફ કૈને માત્ર એક વર્ષમાં પોલીસના ઇમરજન્સી નંબર પર 45, 210 વખત કર્યો પણ ફોન લગાડીને સેરેફે કોઈ ફરિયાદ ન કરી પણ માત્ર વાતો કરતા રહ્યા. સેરેફનો પ્રયાસ રહેતો હતો કે કોઈ સાથે કંઈક વાત થઈ જાય.
પહેલાં ઇમરજન્સી નંબર પર સેરેફની વાત થઈ જાતી હતી અને પછી તેને આ વાતની આદત પડી ગઈ. સેરેફને પછી જ્યારે મન થતું ત્યારે તે ઇમરજન્સી નંબર લગાવી દેતો. ધીમેધીમે પોલીસને તેનું આ વર્તન પરેશાન કરવા લાગ્યું અને પોલીસે આ વાતની ફરિયાદ ઇસ્તંબુલના કમ્યુનિકેશન અને ઇલેકટ્રોનિક્સ વિભાગને કરી. આ મામલાનો ઉકેલ લાવવા આખરે સેરેફને બોલાવવામાં આવ્યો તો તેણે પોતાનો મુદ્દો રજૂ કરતા કહ્યું કે, ‘બે વર્ષ પહેલાં મારા ડિવોર્સ થઈ ગયા છે અને હું ડિપ્રેશનનો દર્દી છું. મને બહુ એકલતા લાગતી હતી અને એટલે હું ઇમરજન્સી નંબરનો ઉપયોગ કરતો હતો. ’
ડિયર જિંદગી : ઓછા માર્ક લાવનાર બાળક !
જોકે, કોર્ટે આ દલીલને બહુ મહત્વ ન આપ્યું અને સેરેફને સરકારી કામમાં અવરોધ નાખવા બદલ પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે ત્યાંની સુપ્રીમ કોર્ટ આ મામલાના માનવીય પાસાને સમજવાનો પ્રયાસ કરે અને સેરેફ સાથે ઉદારતાપૂર્ણ વર્તન કરે.
આપણી અંગત ઇચ્છાઓ, બીજા પ્રત્યેના પ્રેમની કમી અને મહત્વાકાંક્ષાના પહાડ આપણને એવી દુનિયા તરફ ધકેલી રહ્યા છે જ્યાં આપણો માનવીયતા સાથેનો સંપર્ક દિવસેને દિવસે ઓછો થઈ રહ્યો છે !
આપણી પાસે બીજા માટે સમય જ નથી. અહીં ધ્યાન આપવાની વાત એ એ કે 'બીજા'ની વ્યાખ્યામાં આપણો પરિવાર, ભાઇ-બહેન, પરિવારજન તેમજ મિત્ર અને પાડોશીઓનો સમાવેશ થાય છે જે હકીકતમાં ક્યારેય 'આપણા' ગણાતા હતા. આ સંજોગોમાં ઘણીવાર આપણે એવા વળાંકથી આગળ નીકળી જઇએ છીએ જ્યાં આપણે થોડું રોકાવાનું હતું સ્નેહ, પ્રેમ અને આત્મીયતાના સિંચણ માટે !
ડિયર જિંદગી : કાચના સપના અને સમજની એરણ...
શક્ય છે કે તમે સેરેફ કૈનના મામલાને બહુ ગંભીરતાથી ન લો. તમને કદાચ તેને ફટકારવામાં આવેલી સજા યોગ્ય પણ લાગે. આ પરિસ્થિતિમાં મારી વિનંતી છે કે તમારી આસપાસમાં તેમજ સમાજમાં આવી રહેલા પરિવર્તન પર એક નજર નાખી લો. આપણે જે ઝડપથી વડીલોની અવગણના કરી રહ્યા છે અને તેમને અનાથાલય તેમજ આશ્રમ મોકલવાની તૈયારી કરી રહ્યા છે એ સંજોગોમાં આપણા સમાજમાં પણ બહુ જલ્દી સેરેફ કૈન જેવા કિસ્સાઓ સામે આવી શકે છે.
હવે એ સમય આવી રહ્યો છે જ્યાં આપણે ‘જીવન સંવાદ’ તરફ આગળ વધીએ એ યોગ્ય છે. વડીલો એવા વટવૃક્ષ છે જે આપણને છાંયો અને હવા તો આપે છે પણ સાથેસાથે તોફાનને રોકવાનું પણ કામ કરે છે.
આવો સાથે મળીને પ્રેમ, આત્મીયતા અને સંવાદનો મહાયજ્ઞ શરૂ કરીએ. ક્યારેક તમને પણ એની જરૂર પડી શકે છે.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :